/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Ind-vs-SA-Head-to-Head-.jpg)
Ind vs SA Head to Head : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 27 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ ચૂકી છે
India vs South Africa Head to Head Record In T20 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 મેચ 8 નવેમ્બરથી ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં શરૂ થશે. ભારત વિ સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8:30 વાગ્યાથી રમાશે. ટોસનો સમય રાત્રે 8:00 વાગ્યાનો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીના ટી 20 મુકાબલામાં ભારતનું પલડું ભારે રહ્યું છે.
ભારત વિ દક્ષિણ આફ્રિકા હેડ ટૂ હેડ રેકોર્ડ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 27 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ ચૂકી છે. જેમાંથી ભારતનો 15માં વિજય થયો છે, જ્યારે 11માં તેનો પરાજય થયો છે. એક મેચ રદ થઇ હતી. બંને ટીમો વચ્ચે છેલ્લી ટી-20 ઈન્ટરનેશનલ મેચ 29 જૂન 2024ના રોજ બ્રિજટાઉનમાં રમાઈ હતી. ભારતનો તે મેચમાં 7 રનથી વિજય થયો હતો.
દક્ષિણ આફ્રિકાના મેદાનમાં રેકોર્ડ
દક્ષિણ આફ્રિકાના હોમગ્રાઉન્ડમાં વાત કરવામાં આવે તો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 10 ટી-20 મેચ રમાઇ છે. જેમાંથી ભારતનો 6માં વિજય થયો છે, જ્યારે 3માં તેનો પરાજય થયો છે. એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - ભારત વિ દક્ષિણ આફ્રિકા પ્રથમ ટી 20 મેચ, જાણો પિચ રિપોર્ટ, વેધર અને લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છેલ્લી 6 ટી-20 મેચની વાત કરવામાં આવે તો તેમાં દક્ષિણ આફ્રિકાનું પલડું સહેજ ભારે છએ. છેલ્લી 6 ટી 20 મેચમાંથી 3 મેચમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો છે અને 2 મેચમાં ભારતનો વિજય થયો છે. એક મેચ રદ થઇ હતી. જોકે છેલ્લી બે ટી-20 ભારત જીતવા સફળ રહ્યું છે.
બન્ને ટીમોના ટોપ સ્કોરર
ટી 20 શ્રેણીમાં ટોપ સ્કોરરની વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે 452 રન બનાવ્યા છે. ભારત તરફથી રોહિત શર્માએ 429 રન બનાવ્યા છે. સૌથી વધારે વિકેટની વાત કરવામાં આવે તો ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 14 વિકેટ ઝડપી છે. જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી કેશવ મહારાજે 12 વિકેટ ઝડપી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us