ભારત વિ દક્ષિણ આફ્રિકા પ્રથમ ટી 20 મેચ, જાણો પિચ રિપોર્ટ, વેધર અને લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ

IND vs SA 1st T20 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી 20 મેચ 8 નવેમ્બર ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાશે. આ પ્રવાસમાં કુલ ચાર ટી 20 મેચ રમાશે

Written by Ashish Goyal
Updated : November 07, 2024 19:22 IST
ભારત વિ દક્ષિણ આફ્રિકા પ્રથમ ટી 20 મેચ, જાણો પિચ રિપોર્ટ, વેધર અને લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ
India vs South Africa 1st T20 Match : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 8 નવેમ્બરથી ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં પ્રથમ ટી 20 મેચ રમાશે (તસવીર - જનસત્તા)

India vs South Africa (IND vs SA)1st T20 Match : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની ટી20 (ind vs sa t20) આંતરરાષ્ટ્રીય શ્રેણી 8 નવેમ્બર 2024થી ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં શરૂ થશે. આ મેચને જોવા માટે ભારતમાં રહેતા ક્રિકેટ ચાહકોએ મોડે સુધી જાગવું પડશે. સામાન્ય રીતે ભારતમાં ટી-20 મેચ સાંજે 7.00 કે 7:30 વાગ્યાથી શરુ થતી હોય છે, પણ ટાઈમ ઝોનના તફાવતને કારણે ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8:30 વાગ્યાથી રમાશે. ટોસનો સમય રાત્રે 8:00 વાગ્યાનો છે. અહીં ભારત વિ. દક્ષિણ આફ્રિકા પ્રથમ ટી-20 મેચનો કાર્યક્રમ, લાઇવ સ્ટ્રીમિંગ, ટેલિકાસ્ટ, પિચ અને હવામાન રિપોર્ટ, બંને ટીમોની ટીમ સહિત ઘણી માહિતી આપવામાં આવી છે.

ind vs sa t20 : ભારત વિ દક્ષિણ આફ્રિકા ટી 20 કાર્યક્રમ

  • પ્રથમ ટી-20: ભારત વિ દક્ષિણ આફ્રિકા, કિંગ્સમીડ સ્ટેડિયમ, ડરબન (ભારતીય સમયાનુસાર રાત્રે 8:30 વાગ્યે)
  • બીજી ટી-20: ભારત વિ દક્ષિણ આફ્રિકા, સેન્ટ જ્યોર્જ પાર્ક, ગેકેબહરા (ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગ્યે)
  • ત્રીજી ટી-20: ભારત વિ દક્ષિણ આફ્રિકા, સુપરસ્પોર્ટ પાર્ક, સેન્ચુરિયન (ભારતીય સમયાનુસાર રાત્રે 8:30 વાગ્યે)
  • ચોથી ટી-20: ભારત વિ દક્ષિણ આફ્રિકા, વાન્ડેરેર્સ સ્ટેડિયમ, જોહાનિસબર્ગ (ભારતીય સમયાનુસાર રાત્રે 8:30 વાગ્યે)

ભારત વિ દક્ષિણ આફ્રિકા ટી 20 હેડ ટૂ હેડ રેકોર્ડ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 27 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ ચૂકી છે. જેમાંથી ભારતનો 15માં વિજય થયો છે, જ્યારે 11માં તેનો પરાજય થયો છે. બંને ટીમો વચ્ચે છેલ્લે 29 જૂન 2024ના રોજ બ્રિજટાઉનમાં ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ હતી. ભારતનો તે મેચમાં 7 રનથી વિજય થયો હતો. ભારત દક્ષિણ આફ્રિકામાં દક્ષિણ આફ્રિકા સામે 10 ટી-20 મેચ રમ્યું છે. જેમાંથી ભારતનો 6માં વિજય થયો છે, જ્યારે 3માં તેનો પરાજય થયો છે. એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

ભારત વિ દક્ષિણ આફ્રિકા પ્રથમ ટી 20 પિચ રિપોર્ટ

ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 18 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ ચૂકી છે. આ મેદાન પર પહેલી મેચ 2007માં રમાઇ હતી. તે મેચ પ્રથમ ટી-20 વર્લ્ડ કપનો ભાગ હતી. તે મેચમાં ન્યૂઝીલેન્ડે કેન્યાને નવ વિકેટે પરાજય આપ્યો હતો. કિંગ્સમીડ સ્ટેડિયમમાં લગભગ 25000 લોકોની બેસવાની ક્ષમતા છે. કિંગ્સમીડ સ્ટેડિયમની પીચ બોલરો, ખાસ કરીને સીમરો માટે અનુકૂળ છે.

આ પણ વાંચો – ગાંગુલીથી લઇને ધોની સુધી, આ 6 દિગ્ગજ ભારતીયોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતિમ ટેસ્ટ શ્રેણી બની

પીચના ભેજને કારણે સીમરને વધારાની મૂવમેન્ટનો ફાયદો મળે છે. બોલર ફ્રેન્ડલી કન્ડિશન હોવા છતાં બેટ્સમેન જો મેદાન પર વધુ સમય વિતાવે તો તેઓ મોટો સ્કોર ખડકી શકે છે. જોકે ટી-20 સ્પર્ધાઓ માટે ફ્લેટ પીચનો ઉપયોગ કરી શકાય છે. ટોસ જીતનારી ટીમો ઘણીવાર પહેલા બેટિંગ કરવાનું પસંદ કરે છે, જેથી સ્કોરકાર્ડ પર મોટો સ્કોર મૂકી શકાય. પીચની પ્રકૃતિ જ સૂચવે છે કે કિંગ્સમીડ ખાતે રોમાંચક અને હાઈસ્કોરિંગ મુકાબલાની અપેક્ષા રાખી શકાય છે.

હવામાનની આગાહી

ડરબનમાં 8 નવેમ્બરના માટે હવામાનની આગાહીની વાત કરીએ તો accuweather.com અનુસાર સાંજે કેટલાક સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહેશે. રાત્રે કેટલાક સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. જો વરસાદ નહીં પડે તો વાદળછાયું વાતાવરણ રહેશે.

ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં સરેરાશ ટી-20નો સ્કોર

  • કિંગ્સમીડમાં પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર : 153 રન
  • પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીતેલી મેચ : 08
  • બીજી બેટિંગ કરતા ટીમે જીતેલી મેચ : 08

ભારત અને દક્ષિણ આફ્રિકાની ટી-20 ટીમ

ભારત : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ, તિલક વર્મા, જિતેશ શર્મા, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, રમનદીપ સિંઘ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિશાક, આવેશ ખાન, યશ દયાલ.

સાઉથ આફ્રિકા : એડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફેરેરા, રીઝા હેન્ડ્રિક્સ, માર્કો યાનસેન, હેનરિચ ક્લાસેન, પેટ્રિક ક્રૂગર, કેશવ મહારાજ, ડેવિડ મિલર, મિહલાલી મપોંગવાના, નકાબા પીટર, રિયાન રિકેલટન, એન્ડિલે સિમલેન, લુથો સિમ્પાલા (ત્રીજી અને ચોથી ટી-20), ટ્રિસ્ટન સ્ટબ્સ.

પ્રથમ ટી 20 મેચની લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20 મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર કરવામાં આવશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જિયોસિનિમા એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ કરાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ