India vs South Africa Score, ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ 2024, ભારત વિ. દક્ષિણ આફ્રિકા સ્કોર : ભારત ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યું છે. વિરાટ કોહલીની અડધી સદી બાદ જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહની શાનદાર બોલિંગની મદદથી ભારતે ટી 20 વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 7 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવી શક્યું હતું. દક્ષિણ આફ્રિકા ફરી ચોકર્સ સાબિત થયું છે.
મેચમાં શાનદાર અડધી સદી ફટકારવા બદલ વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે જસપ્રીત બુમરાહને મેન ઓફ સિરીઝ જાહેર કરાયો હતો. એકસમયે દક્ષિણ આફ્રિકા જીત તરફ અગ્રેસર હતું. જોકે બુમરાહ, અર્શદીપ અને હાર્દિકની બોલિંગ અને સૂર્યકુમાર યાદવના કેચે બાજી પલટાવી દીધી હતી.
ભારત ટી 20 વર્લ્ડ કપમાં બીજી વખત ચેમ્પિયન
ભારત ટી 20 વર્લ્ડ કપમાં બીજી વખત ચેમ્પિયન બન્યું છે. આ પહેલા તે 2007માં પ્રથમ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયમ બન્યું હતું. એટલે 17 વર્ષ પછી ભારત ટી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે. ભારત 2013 પછી પ્રથમ વખત આઈસીસી ટ્રોફી જીતવા સફળ રહ્યું છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા પ્લેઇંગ ઇલેવન
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, શિવમ દૂબે, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.
દક્ષિણ આફ્રિકા : ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, તબરેઝ શમ્સી, એનરિચ નોર્ટજે.





