ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી 14 દ્વિપક્ષીય વન ડે શ્રેણીમાં કોનું પલડું છે ભારે, જુઓ આંકડા

India vs South Africa ODI Series Results : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની વન ડે શ્રેણીમાં પ્રથમ વન ડે 30 નવેમ્બરે રાંચીમાં રમાશે. જાણો બન્ને ટીમનો કેવો છે વન ડેમાં રેકોર્ડ

India vs South Africa ODI Series Results : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની વન ડે શ્રેણીમાં પ્રથમ વન ડે 30 નવેમ્બરે રાંચીમાં રમાશે. જાણો બન્ને ટીમનો કેવો છે વન ડેમાં રેકોર્ડ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
temba bavuma kl rahul, india vs south Africa odi series

દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા અને ભારતનો કેપ્ટન કે એલ રાહુલ (તસવીર - સોશિયલ મીડિયા)

India vs South Africa ODI Series History Results : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી બાદ હવે વન ડે શ્રેણી રમાશે. કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટીમને શ્રેણીમાં 2-0થી જીતી અપાવીને ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતવાના 25 વર્ષના દુકાળનો અંત આણ્યો હતો. હવે તેમની નજર વન-ડે શ્રેણીમાં પણ કંઈક આવા જ રેકોર્ડ પર રહેશે. સાઉથ આફ્રિકાએ છેલ્લે 2015માં ભારતમાં વન ડે શ્રેણી જીતી હતી.

Advertisment

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 14 દ્વિપક્ષીય વન ડે શ્રેણી રમાઈ ચૂકી છે. જેમાંથી સાત શ્રેણી ભારતની ભૂમિ પર અને સાત શ્રેણી સાઉથ આફ્રિકામાં રમાઈ છે. બંને ટીમોનું પોતપોતાના ઘરઆંગણે પલડું ભારે રહ્યું છે. ભારતમાં રમાયેલી 7 શ્રેણીમાંથી ભારતીય ટીમ 5 અને પ્રોટીઝ માત્ર એક જ શ્રેણી જીતી શકી છે. જ્યારે પ્રોટીઝે સાઉથ આફ્રિકામાં સાતમાંથી પાંચ શ્રેણી જીતી છે, જ્યારે ભારતીય ટીમે બે શ્રેણી જીતવા સફળ રહ્યું છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 14 વન-ડે દ્વિપક્ષીય શ્રેણી (ભારતમાં)

  • 1991/92 : ભારતે શ્રેણી ૨-૧થી જીતી
  • 1996/97 : ભારતનો વિજય (મોહિન્દર અમરનાથ બેનિફિટ મેચ)
  • 1999/2000 : ભારતે શ્રેણી 3-2થી જીતી
  • 2005/06: શ્રેણી 2-2 ડ્રો
  • 2009/10: ભારતે શ્રેણી 2-1થી જીતી
  • 2015/16 : દક્ષિણ આફ્રિકાએ શ્રેણી 3-2થી જીતી
  • 2022/23: ભારતે શ્રેણી 2-1થી જીતી

દક્ષિણ આફ્રિકામાં રમાયેલી શ્રેણી

  • 1992/93 : દક્ષિણ આફ્રિકાએ શ્રેણી 5-2થી જીતી
  • 2006/07: દક્ષિણ આફ્રિકાએ શ્રેણી 4-0થી જીતી
  • 2010/11: દક્ષિણ આફ્રિકાએ શ્રેણી 3-2થી જીતી
  • 2013/14: દક્ષિણ આફ્રિકાએ શ્રેણી 2-0થી જીતી
  • 2017-18: ભારતે શ્રેણી 5-1થી જીતી
  • 2021/22: દક્ષિણ આફ્રિકાએ શ્રેણી 3-0થી જીતી
  • 2023/24: ભારતે શ્રેણી 2-1થી જીતી
Advertisment

આ પણ વાંચો - VIDEO : કોહલી અને પંત સિવાય આ ક્રિકેટર પણ પહોંચ્યો ધોનીના ઘરે, ચીકુનો ‘ડ્રાઇવર’ બન્યો માહી

ભારત-દક્ષિણ આફ્રિકાનો વન-ડેમાં હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 94 વન ડે રમાઈ છે. જેમાંથી ભારતનો 40 મેચમાં વિજય થયો છે. જ્યારે સાઉથ આફ્રિકાએ 51 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા ભારતમાં યોજાયેલી 32માંથી 18 મેચ જીતી ચૂક્યું છે, જ્યારે પ્રોટીઝ 14 મેચ જીતી છે. બંને ટીમો સાઉથ આફ્રિકામાં 38 વખત ટકરાઈ ચૂકી છે, જેમાંથી 26 મેચ પ્રોટીઝે અને 12 મેચ ભારતે જીતી છે. છેલ્લી 10 વન ડેની વાત કરીએ તો ભારતનો હાથ ઉપર છે અને ટીમ ઈન્ડિયા કૂલ 8 વખત જીતી ચૂકી છે.

ભારત ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ કે એલ રાહુલ ક્રિકેટ સ્પોર્ટ્સ