સોમવારથી લઇને રવિવાર સુધી, કોહલીએ કયા વારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારી

Virat Kohli Centuries : શું તમે જાણો છો કે કોહલીએ તેની ક્રિકેટ કારકિર્દીમાં અઠવાડિયાના કયા દિવસે સૌથી વધુ સદી ફટકારી છે. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં કુલ 554 મેચ રમ્યો છે અને આ દરમિયાન તેણે 83 સદી ફટકારી છે

Written by Ashish Goyal
Updated : December 01, 2025 14:37 IST
સોમવારથી લઇને રવિવાર સુધી, કોહલીએ કયા વારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારી
વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે વન ડે કારકિર્દીની 52મી સદી ફટકારી હતી (તસવીર - @BCCI)

Virat Kohli International Centuries : વિરાટ કોહલી હવે ટેસ્ટ અને ટી-20 ફોર્મેટમાં ભારત તરફથી રમતો નથી, પરંતુ તે હજુ પણ વનડે ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ ભાગ છે. સાઉથ આફ્રિકા સામેની રાંચી વન-ડે દરમિયાન વિરાટ કોહલીએ બતાવી દીધું હતું કે તે 37 વર્ષની ઉંમરે પણ રન માટે કેટલો ભૂખ્યો છે અને તેણે તેની રમત દરમિયાન તેની ઉત્કૃષ્ટ ફિટનેસ પણ રજૂ કરી હતી.

રાંચી વન ડે મેચ દરમિયાન વિરાટ કોહલી પોતાની ઉંમરને પાછળ છોડીને અદ્ભુત ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો, જ્યારે સદીની ઇનિંગ્સ દરમિયાન તે જે રીતે દોડી રહ્યો હતો અને રન લઈ રહ્યો હતો તે સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું કે તે તેની ફિટનેસ પર કેટલી મહેનત કરે છે અને તે કેટલો ફિટ છે.

કોહલીએ રવિવારે સૌથી વધુ સદી ફટકારી

30 નવેમ્બર રવિવારે કોહલીએ તેની વન ડે કારકિર્દીની 52મી સદી ફટકારી હતી, જે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 83મી સદી પણ હતી, પરંતુ શું તમે જાણો છો કે કોહલીએ તેની ક્રિકેટ કારકિર્દીમાં અઠવાડિયાના કયા દિવસે સૌથી વધુ સદી ફટકારી છે. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં કુલ 554 મેચ રમ્યો છે અને આ દરમિયાન તેણે 83 સદી ફટકારી છે.

આ પણ વાંચો – વિરાટ કોહલીએ સદી ફટકારી મેળવી ખાસ સિદ્ધિ, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

વિરાટ કોહલીએ રવિવારે તેની ક્રિકેટ કારકિર્દીમાં સૌથી વધુ સદી ફટકારી છે, જેની સંખ્યા 25 થઈ ગઈ છે, જ્યારે સોમવારે તેણે કુલ 5 સદી ફટકારી છે. કોહલીએ મંગળવારે 7 સદી ફટકારી છે, જ્યારે બુધવારે તેણે 11 સદી ફટકારી છે. કોહલીએ ગુરુવારે 15, શુક્રવારે 9 અને શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 સદી ફટકારી છે.

વિરાટ કોહલીએ કયા વારે કેટલી સદી ફટકારી

  • 25 સદી – રવિવાર
  • 5 સદી – સોમવાર
  • 7 સદી – મંગળવાર
  • 11 સદી – બુધવાર
  • 15 સદી – ગુરુવાર
  • 9 સદી – શુક્રવાર
  • 11 સદી – શનિવાર

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ