ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી, હાર્દિક પંડ્યા રૂમર્ડ ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે દેખાયો

Indian Cricket Team Ahmedabad : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી 20 શ્રેણીની પાંચમી અને અંતિમ ટી 20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ 19 ડિસેમ્બરને શુક્રવારના રોજ રમાશે, ભારત શ્રેણીમાં 2-1થી આગળ છે

Indian Cricket Team Ahmedabad : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી 20 શ્રેણીની પાંચમી અને અંતિમ ટી 20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ 19 ડિસેમ્બરને શુક્રવારના રોજ રમાશે, ભારત શ્રેણીમાં 2-1થી આગળ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Indian Cricket Team, India vs South Africa t20 series

Indian Cricket Team Ahmedabad : અમદાવાદમાં હાર્દિક પંડ્યા પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે જોવા મળ્યો હતો. અન્ય તસવીરમાં શુભમન ગિલ જોવા મળે છે (તસવીર - એએનઆઈ સ્ક્રીનગ્રેબ)

Indian Cricket Team Ahmedabad : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી 20 શ્રેણીની પાંચમી અને અંતિમ ટી 20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ 19 ડિસેમ્બરને શુક્રવારના રોજ રમાશે. આ માટે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ આવી પહોંચી છે. ભારતીય ટીમ હોટલ ITC નર્મદામાં રોકાશે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ હયાત રેજન્સીમાં રોકાશે.

Advertisment

અમદાવાદ એરપોર્ટ પર કેપ્ટન સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ સહિતના ખેલાડીઓ જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યા પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે જોવા મળ્યો હતો.

ભારતની શ્રેણીમાં 2-1થી લીડ

પાંચ મેચની ટી 20 શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. પ્રથમ અને ત્રીજી ટી 20માં ભારતનો વિજય થયો હતો. જ્યારે બીજી ટી 20 મેચમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો હતો. ફોગના કારણે ચોથી ટી 20 મેચ રદ જાહેર કરવામાં આવી હતી. એટલે હવે પાંચમી મેચ નિર્ણાયક બની છે. ભારત શ્રેણી 3-1થી જીતવા પ્રયત્ન કરશે. જ્યારે દક્ષિણ આફ્રિકાની નજર શ્રેણીને બરાબરી કરવા પર રહેશે.

Advertisment

શુક્રવારે મેચ દરમિયાન આ માર્ગ પ્રતિબંધિત રહેશે

નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં શુક્રવારે યોજાનારી ટી-20 મેચમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થવાની હોય પોલીસ કમિશનર દ્વારા વાહનવ્યવહારને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.

આ પણ વાંચો - જય શાહે મેસ્સીને ટીમ ઇન્ડિયાની જર્સી ભેટ આપી, ટી 20 વર્લ્ડ કપની ટિકિટ પણ આપી

મેચને કારણે મેટ્રો મોડી રાત સુધી ચાલુ રહેશે

શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી પાંચમી ટી-20 મેચને ધ્યાનમાં રાખી મેટ્રોનો સમય રાતના 12.30 સુધી લંબાવવામાં આવ્યો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે 6:20 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી છે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોરના (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ) કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.

ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના 11.40 કલાકે અને મધ્યરાત્રિના 12.10 કલાકે ઉપડશે.

ભારત ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતી ન્યૂઝ ક્રિકેટ અમદાવાદ ગુજરાત સ્પોર્ટ્સ