વિરાટ કોહલીથી આગળ નીકળ્યો તિલક વર્મા, આ ટી 20 આંકડા બનાવે છે તેને ટીમ ઇન્ડિયાનો નવો ચેઝ માસ્ટર

India vs South Africa T20 Series : ભારતની ટી-20 ટીમમાં હાલમાં તિલક વર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આ સિવાય નંબર 3 અને 4 નંબર પર તેણે ટીમ ઈન્ડિયા માટે ટી-20 ઈન્ટરનેશનલમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે રન ચેઝના ખાસ મામલામાં તે વિરાટ કોહલી કરતાં પણ આગળ છે

India vs South Africa T20 Series : ભારતની ટી-20 ટીમમાં હાલમાં તિલક વર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આ સિવાય નંબર 3 અને 4 નંબર પર તેણે ટીમ ઈન્ડિયા માટે ટી-20 ઈન્ટરનેશનલમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે રન ચેઝના ખાસ મામલામાં તે વિરાટ કોહલી કરતાં પણ આગળ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
tilak varma, તિલક વર્મા

તિલક વર્મા હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે (તસવીર - બીસીસીઆઈ એક્સ)

India vs South Africa T20 Series : ભારતની ટી-20 ટીમમાં હાલમાં તિલક વર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. એશિયા કપની ફાઇનલમાં તેની ઇનિંગ્સને બધાને યાદ જ હશે. પાકિસ્તાન સામેની તે મેચમાં તિલકે ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢીને એશિયાનું ચેમ્પિયન બનાવ્યું હતું. આ સિવાય નંબર 3 અને 4 નંબર પર તેણે ટીમ ઈન્ડિયા માટે ટી-20 ઈન્ટરનેશનલમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે રન ચેઝના ખાસ મામલામાં તે વિરાટ કોહલી કરતાં પણ આગળ છે.

Advertisment

તિલક વર્મા સાઉથ આફ્રિકા સામેની ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ એવરેજથી રન બનાવનાર બેટ્સમેન છે. તેણે કોઈ પણ ટીમ સામે હાઈએસ્ટ એવરેજની દ્રષ્ટિએ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. આ સિવાય ટી-20 આંતરરાષ્ટ્રીય ચેઝના મામલામાં તિલકની સરેરાશ પણ સૌથી વધુ છે. આ કિસ્સામાં પણ તે નંબર 1 અને વિરાટ કોહલી બીજા નંબર પર છે.

સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં તેણે ધીરજપૂર્ણ બેટીંગ કરી હતી અને ટીમને વિજેતા બનાવી હતી. વિરાટ કોહલી પાસે ચેઝ માસ્ટરનો ખિતાબ છે. ટી-20 ઈન્ટરનેશનલમાંથી વિરાટની નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાને હવે તિલકના રૂપમાં નવો ચેઝ માસ્ટર મળ્યો છે. તિલકના આંકડા અને નવા રેકોર્ડ આની સાક્ષી પૂરે છે.

કઇ ટીમ ટીમ સામે કયા ભારતીયની સૌથી વધુ ટી-20 એવરેજ (ઓછામાં ઓછા 300 રન)

  • 70.50 – તિલક વર્મા વિ દક્ષિણ આફ્રિકા *
  • 70.28 – વિરાટ કોહલી વિ પાકિસ્તાન
  • 67.80 – વિરાટ કોહલી વિ શ્રીલંકા
  • 58.83 – કેએલ રાહુલ વિ વેસ્ટ ઈન્ડિઝ
  • 57.00 – વિરાટ કોહલી વિ વેસ્ટ ઈન્ડિઝ
Advertisment

આ પણ વાંચો -સૂર્યકુમાર યાદવના ખરાબ પ્રદર્શન પર ભડક્યો પૂર્વ ભારતીય ખેલાડી, કહ્યું – કેપ્ટનનું કામ ફક્ત ટોસ કરવાનું નથી

ટી-20 રન ચેઝમાં સૌથી વધુ એવરેજ (ઓછામાં ઓછા 500 રન)

  • 68.00 – તિલક વર્મા*
  • 67.10 – વિરાટ કોહલી
  • 47.71 – એમએસ ધોની
  • 45.55 - જેપી ડ્યુમિની
  • 44.93 – કુમાર સંગાકારા

તિલક વર્માએ ધર્મશાળામાં અણનમ 25 રન ફટકાર્યા હતા અને ટી-20 ક્રિકેટમાં 4000 રન પણ પુરા કર્યા હતા. તે ટી-20માં સૌથી ઓછી ઇનિંગ્સમાં 4000 રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં પણ ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. તિલક વર્માએ 125 ઇનિંગ્સમાં 4000 રન પૂરા કર્યા હતા અને ગિલને પાછળ છોડી દીધા હતા. શુભમન ગિલે 129 ઇનિંગ્સમાં ટી-20માં 4000 રન પૂરા કર્યા હતા.

ભારત ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ ક્રિકેટ Virat Kohli સ્પોર્ટ્સ