IND vs SA T20: ભારત વિ દક્ષિણ આફ્રિકા ટી20 માટે ટીમ ઇન્ડિયા જાહેર, હાર્દિક અંદર પંત બહાર, જુઓ યાદી

IND vs SA T20 | ભારત વિ. દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી 5 મેચની ટી20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. હાર્દિક પંડ્યા ટીમમાં પરત ફર્યો છે. રિષભ પંત અને નિતીશ રેડ્ડી ટીમમાંથી બહાર થયા છે. અહીં જુઓ ટીમ ઇન્ડિયાની સંપૂર્ણ ટીમ.

Written by Haresh Suthar
December 03, 2025 18:50 IST
IND vs SA T20: ભારત વિ દક્ષિણ આફ્રિકા ટી20 માટે ટીમ ઇન્ડિયા જાહેર, હાર્દિક અંદર પંત બહાર, જુઓ યાદી
IND vs SA T20 શ્રેણી માટે આજે ટીમ ઇન્ડિયા જાહેર કરવામાં આવી

INDIA VS SOUTH AFRICA T20I: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 5 મેચોની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઈજાના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ટીમની બહાર રહેલ હાર્દિક પંડયા ભારતીય ટીમમાં પન: સ્થાન પામ્યો છે. જ્યારે વિકેટકિપર રિષભ પંત અને નિતીશ કુમાર રેડ્ડી ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી.

ઋષભ પંત ટીમમાંથી બહાર

ભારત સાઉથ આફ્રિકા સામે 5 મેચની ટી-20 શ્રેણી રમશે. જે 9 ડિસેમ્બરથી શરુ થશે. આ માટે જાહેર કરવામાં આવેલી 15 સભ્યોની ટીમમાં મોહમ્મદ સિરાજને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. આ ટીમમાં વિકેટકિપર-બેટ્સમેન તરીકે સંજુ સેમસન અને જિતેશ શર્માને સામેલ કરવામાં આવ્યા છે. ઋષભ પંત ફિટ છે, પરંતુ તેને ટીમમાં સ્થાન નથી અપાયું.

નીતિશ કુમાર રેડ્ડી પણ પડતો મુકાયો

નીતીશ કુમાર રેડ્ડી છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટી-20 ટીમનો ભાગ હતો, પરંતુ આ વખતે તેને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંઘ અને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, જ્યારે સ્પિનર તરીકેની ટીમમાં અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને વરુણ ચક્રવર્તી સામેલ છે. શિવમ દુબે ભારતીય ટી-20 ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ભારતની ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડયા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા, સંજુ સેમસન, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર.

IND vs SA: રાંચી બાદ કિંગ કોહલીનો જલવો, વનડે કરિયરની 53મી સદી ફટકારી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ