Gautam Gambhir : ભારતીય ટીમનો જે રીતે કોલકાતા ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકા સામે પરાજય થયો તે પછી ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર દરેકના ટાર્ગેટ પર છે. ગૌતમ ગંભીર પર હવે એવા ઘણા નિર્ણયો લેવાનો આક્ષેપ ચાલી રહ્યો છે, જે ટીમને ફાયદો કરવાને બદલે ઊલટું નુકસાન પહોંચાડે છે. કોલકાતાની ટેસ્ટ મેચ તેનું સૌથી મોટું ઉદાહરણ હતું, જેમાં ભારતીય ટીમ છ બોલરો સાથે મેદાન પર ઉતરી હતી.
ટીમની હાર માટે ગૌતમ ગંભીર જવાબદાર છે: ડીડીસીએ પદાધિકારી
દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ભારતીય ટીમ 124 રનનો સ્કોર પણ વટાવી શકી નથી, જેના માટે ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સંપૂર્ણ જવાબદાર છે. દિલ્હી સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન (ડીએસજીએ)નો વાર્ષિક એવોર્ડ સમારોહ દરમિયાન અધિકારીએ આ વાત કરી હતી.
ડીડીસીએના પદાધિકારીએ કહ્યું કે ગૌતમ ગંભીર ઉલટા-સીધા નિર્ણયો લે છે. તે કોઈની વાત સાંભળતો નથી. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે જોયું છે કે ભારત ટેસ્ટ મેચમાં છ બોલરો સાથે મેદાન પર ઉતર્યું હોય. ભારતની હારનું આ સૌથી મોટું કારણ હતું. ગૌતમ ગંભીર તેની સામે કોઈના પર વિશ્વાસ કરતો નથી અને ટીમને નુકસાન પહોંચાડે તેવા નિર્ણયો લેતો જોવા મળે છે.
ગૌતમ ગંભીરે સુનીલ ગાવસ્કર સાથે પણ ટકરાઇ જાય છે
ડીડીસીએના કાર્યકર્તાએ અનૌપચારિક વાતચીતમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ગૌતમ ગંભીર આ બંને મોટા ખેલાડીઓને પણ કશું સમજતો નથી. ક્યારેક તે સુનીલ ગાવસ્કર સાથે ટકરાય છે અને ક્યારેક તે રવિ શાસ્ત્રીને પણ લપેટામાં લઇ છે. તેમણે એ પણ ખુલાસો કર્યો હતો કે ટીમ ઈન્ડિયાના એક સિનિયર બેટ્સમેને ગૌતમ ગંભીર વિશે કહ્યું હતું કે, તે (ગંભીર) ક્યારેય આ લેજન્ડ્સની બરોબરી કરી શકશે નહીં.
આ પણ વાંચો – દરેક ટીમોના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી, એક જ ક્લિકમાં બધી જ માહિતી
નવદીપ સૈનીનું ઠેકાણું જાણી શકાયું નથી: ડીડીસીએના કાર્યકર્તા
ડીડીસીએના પદાધિકારીએ કહ્યું કે એક સમયે એવી પરિસ્થિતિ હતી કે સંજુ સેમસનને ટીમમાં સ્થાન અપાવવા માટે ઋષભ પંતને પણ બેસવું પડતું હતું, પણ આજે સંજુ સેમસન જેવા ખેલાડીની શું હાલત છે. સંજુ સેમસનની કારકિર્દી અંતના આરે છે. નવદીપ સૈની એક સમયે ભારતના શ્રેષ્ઠ બોલર તરીકે ઉભરી આવ્યો હતો, પરંતુ આજે તે ક્યાં છે કોઈને ખબર નથી.
ડીડીસીએના પદાધિકારી આ બંને ખેલાડીઓ માટે પણ ગૌતમ ગંભીરને આડકતરી રીતે દોષી ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે, ગૌતમ ગંભીર જે પ્રકારે નિર્ણયો લઈ રહ્યો છે તે ભારતીય ક્રિકેટને યોગ્ય દિશામાં લઈ જઈ રહ્યા નથી.





