53 વર્ષમાં રમાઇ 4752 વન-ડે મેચ, ટાઇ થયેલી મેચોની સંખ્યા 1 % પણ નથી, આ રહ્યું ટાઇ મેચનું લિસ્ટ
IND vs SL 1st ODI Tied : ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની વનડે સીરીઝની પ્રથમ મેચ શુક્રવારે ટાઇ પડી હતી. વન-ડે ક્રિકેટમાં ટાઇ પડે તેવું ભાગ્યે જ બનતું હોય છે. અહીં જાણીએ વન-ડેમાં અત્યાર સુધી કેટલી ટાઇ મેચ પડી છે
IND vs SL 1st ODI Tied : ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની વનડે સીરીઝની પ્રથમ મેચ શુક્રવારે ટાઇ થઇ હતી (તસવીર - શ્રીલંકા ક્રિકેટ ટ્વિટર)
IND vs SL 1st ODI Tied : ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની વનડે સીરીઝની પ્રથમ મેચ શુક્રવારે ટાઇ થઇ હતી. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટે 230 રન બનાવ્યા હતા. 231 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ 47.5 ઓવરમાં 230 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે પ્રથમ મેચ ટાઈ થઈ હતી. વન-ડે ક્રિકેટમાં ટાઇ પડે તેવું ભાગ્યે જ બનતું હોય છે.
વન ડે ક્રિકેટના 53 વર્ષના ઈતિહાસમાં 4752 મેચોમાં 1 ટકા મેચો પણ ટાઈ પડી નથી. વન-ડેમાં કુલ 44 મેચો ટાઈ પડી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં 149 વન-ડે રમાઈ છે. પહેલી વખત આ સ્થળે મેચ ટાઈ થઈ હતી. ભારતની 10 મેચ ટાઇ પડી છે. 1984માં પહેલી વખત વન-ડે મેચ ટાઈ પડી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે 4 ઓગસ્ટના રોજ બીજી વન-ડે રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે આ બીજી વન-ડે મેચ ટાઇ પડી હતી. આ પહેલા 14 ફેબ્રુઆરી 2012ના રોજ બન્ને ટીમો વચ્ચે મેચ ટાઇ રહી હતી. ભારતને જીતવા માટે 1 રનની જરૂર હતી અને 2 વિકેટો બાકી હતી. જોકે અસલંકાએ બે બોલમાં શિવમ દુબે અને અર્શદીપ સિંહને આઉટ કરી મેચને ટાઇ કરાવી હતી.