India vs Sri Lanka T20 Highlight | ભારત vs શ્રીલંકા ટી20 : ભારતની 43 રને શાનદાર જીત, શ્રીલંકા ઓલઆઉટ

India vs Sri Lanka 1st T20 Updates : ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 ઈન્ટરનેશનલ સિરીઝની પ્રથમ મેચ પલ્લેકેલે સ્ટેડિયમ રમવામાં આવી રહી છે. શ્રીલંકાએ ટોસ જીતી ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતુ.

Written by Kiran Mehta
Updated : July 27, 2024 22:50 IST
India vs Sri Lanka T20 Highlight | ભારત vs શ્રીલંકા ટી20 :  ભારતની 43 રને શાનદાર જીત, શ્રીલંકા ઓલઆઉટ
ભારત વિ શ્રીલંકા ટી20 ઈન્ટરનેશન સિરીઝની પ્રથમ મેચ

India vs Sri Lanka T20 : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન ચારિથ અસલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 07 વિકેટના નુકશાને 213 રન બનાવી શ્રીલંકાને 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાએ શરૂઆત શાનદાર કરી, શ્રીલંકાની પ્રથમ વિકેટ 84 રને પડી, કુસલ મેન્ડિમેન 45 રને આઉટ થયો હતો, ત્યારબાદ એક પછી એક વિકેટની ભારતને સફળતા મળતી ગઈ અને શ્રીલંકાની જીતની આશા પર પાણી ફરવા લાગ્યું અને અંતે શ્રીલંકા 19.2 ઓવરમાં 170 રન બનાવી ઓળઆઉટ થઈ ગયું અને ભારતને 43 રને શાનદાર જીત મળી.

તમને જણાવી દઈએ કે, શિવમ દુબે અને સંજુ સેમસનને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. ટીમે રિયાન પરાગ પર વિશ્વાસ દર્શાવ્યો અને તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું.

ગિલ અને યશસ્વીએ ભારત માટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 74 રનની ભાગીદારી થઈ હતી. આ મેચમાં ગિલ 34 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે યશસ્વી જયસ્વાલ 40 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ મેચમાં 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને શ્રીલંકા સામેની T20Iમાં આ તેની ત્રીજી અડધી સદી હતી. સૂર્યકુમાર 58 રન બનાવી આઉટ થયો હતો.

ભારતની પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રેયાન પરાગ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન

પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ (wk), કુસલ પરેરા, કામિન્દુ મેન્ડિસ, ચારિથ અસલંકા (કેપ્ટન), વાનિન્દુ હસરાંગા, દાસુન શનાકા, મહેશ થીક્ષાના, મથિશા પાથિરાના, અસિથા ફર્નાન્ડો, દિલશાન મદુશંકા.

શ્રીલંકાને 12 બોલમાં 50 રનની જરૂર છે

શ્રીલંકાની ટીમ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. જીતવા માટે આ ટીમને 12 બોલમાં 50 રનની જરૂર છે. આ ટીમે 19 ઓવરમાં 7 વિકેટે 164 રન બનાવ્યા છે. અર્શદીપ સિંહે 3 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી છે.

શ્રીલંકાની 7મી વિકેટ પડી

અર્શદીપ સિંહે આ મેચમાં ભારતને 7મી સફળતા અપાવી હતી અને તેણે નેહસારંગાને 2 રને રિયાન પરાગના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. મેચ પર ભારતની પકડ ઘણી મજબૂત બની છે અને હવે યજમાન ટીમ માટે જીત મુશ્કેલ દેખાઈ રહી છે.

રિયાન પરાગને વિકેટ મળી હતી

રિયાન પરાગે ભારતને છઠ્ઠી સફળતા અપાવી અને તેણે 12 રનના સ્કોર પર મેન્ડિમેનને ક્લીન બોલ્ડ કર્યો. શ્રીલંકાની ટીમે 17 ઓવરમાં 6 વિકેટે 163 રન બનાવ્યા છે અને હવે આ ટીમને જીતવા માટે 18 બોલમાં 51 રનની જરૂર છે.

શ્રીલંકાની ચોથી વિકેટ પડી

શ્રીલંકાની ચોથી વિકેટ કેપ્ટન ચરિથ અસલંકાના રૂપમાં પડી, જેણે 2 બોલ ફેંક્યા અને તે પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. આ ટીમને જીતવા માટે 24 બોલમાં 56 રન બનાવવા પડશે. મેચ પર ભારતનો કબજો છે અને શ્રીલંકાએ 16 ઓવરમાં 4 વિકેટે 158 રન બનાવી લીધા છે.

ભારતને ત્રીજી સફળતા મળી

અક્ષર પટેલે ભારતને ત્રીજી સફળતા અપાવી અને તેણે કુસલ પરેરાને 20 રનના સ્કોર પર રવિ બિશ્નોઈના હાથે કેચ આઉટ કરાવ્યો. શ્રીલંકાની ટીમે 15 ઓવર બાદ 3 વિકેટે 149 રન બનાવી લીધા છે. ચરિત અસલંકા હાલમાં મેન્ડિમેન સાથે ક્રિઝ પર હાજર છે.

પથુમ નિસાંકા બહાર છે

પથુમ નિસાન્કાએ શાનદાર બેટિંગ કરી હતી અને આ મેચમાં તેણે ભારતને મુશ્કેલ સમય આપ્યો હતો, પરંતુ તે અક્ષર પટેલના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. તેણે 48 બોલમાં 4 સિક્સ અને 7 ફોરની મદદથી 79 રનની ઇનિંગ રમી હતી.

પથુમ નિસાન્કાએ અડધી સદી ફટકારી હતી

ભારત સામેની આ મેચમાં પથુમ નિસાન્કાએ 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ ટીમને હવે જીતવા માટે 53 બોલમાં 103 રન બનાવવાના છે. ક્રિઝ પર બીજો બેટ્સમેન કુસલ પરેરા છે અને ભારત વિકેટની શોધમાં છે.

10 ઓવરમાં 99 રન બનાવ્યા

શ્રીલંકાની ટીમે 10 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 99 રન બનાવી લીધા છે અને હવે યજમાન ટીમને જીતવા માટે 60 બોલમાં 115 રન બનાવવાના છે. પથુમ નિસાંકા 47 રન સાથે રમી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ 2 ઓવરમાં 19 રન આપ્યા છે

શ્રીલંકાની પ્રથમ વિકેટ પડી

શ્રીલંકન ટીમની પ્રથમ વિકેટ ઓપનર બેટ્સમેન કુસલ મેન્ડિમેનના રૂપમાં પડી જે અર્શદીપ સિંહના હાથે કેચ આઉટ થયો હતો. મેન્ડિમેને શાનદાર ઇનિંગ રમી અને 27 બોલમાં 45 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં એક સિક્સર અને 7 ફોર ફટકારી હતી.

ભારતીય બોલરો બિનઅસરકારક

પ્રથમ 8 ઓવરની રમત પૂરી થઈ ગઈ છે, પરંતુ શ્રીલંકાએ કોઈ વિકેટ ગુમાવી નથી. સૂર્યકુમારે અત્યાર સુધીમાં 5 બોલરોને અજમાવ્યા છે, પરંતુ તે એકપણ વિકેટ લઈ શક્યો નથી. યજમાન ટીમે 8 ઓવરમાં 77 રન બનાવી લીધા છે. હવે શ્રીલંકાની ટીમને જીતવા માટે 72 બોલમાં 137 રન બનાવવાના છે.

6 ઓવરમાં 55 રન બનાવ્યા

શ્રીલંકાના બંને ઓપનર નિસાંકા અને મેંડીમેને પોતાની ટીમને શાનદાર શરૂઆત અપાવી છે અને ટીમે પ્રથમ 6 ઓવરમાં 55 રન બનાવી લીધા છે. નિસાંકા હાલમાં 31 રન સાથે રમી રહ્યો છે જ્યારે મેન્ડીમેન 23 રન સાથે રમી રહ્યો છે. અક્ષર પટેલે 2 ઓવરમાં 18 રન આપ્યા છે.

શ્રીલંકા માટે શાનદાર શરૂઆત

શ્રીલંકાના બંને ઓપનરોએ પોતાની ટીમને સારી શરૂઆત અપાવી છે અને પ્રથમ 4 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 38 રન બનાવી લીધા છે. પથુમ નિસાન્કાએ 16 બોલમાં 30 રન બનાવ્યા છે અને મેન્ડિમેન એસ તેને સપોર્ટ કરી રહ્યો છે. સિરાજે 2 ઓવરમાં 17 રન આપ્યા છે. ભારત વિકેટની શોધમાં છે.

India vs Sri Lanka T20 : ભારતે 213 રન બનાવ્યા

ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 213 રન બનાવ્યા અને શ્રીલંકાને જીતવા માટે 214 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત માટે સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 58 રનની ઇનિંગ્સ રમી હતી જ્યારે શ્રીલંકા માટે મેથીસા પથિરાનાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. રિષભ પંતે પણ 49 રનની ઇનિંગ રમી હતી.

India vs Sri Lanka T20 : રિંકુ સિંહ એક રન બનાવીને આઉટ થયો

આ મેચમાં રિંકુ સિંહને 7મા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો અને તેણે 2 બોલમાં એક રન બનાવ્યો હતો અને અસિતા ફર્નાન્ડોના બોલ પર આઉટ થયો હતો. હવે અર્શદીપ સિંહ બેટિંગ કરવા માટે ક્રિઝ પર આવ્યો છે.

India vs Sri Lanka T20 : રિષભ પંત 49 રન બનાવીને આઉટ થયો હતો

રિષભ પંતે ખૂબ જ સારી ઇનિંગ રમી હતી અને આ મેચમાં તે 33 બોલમાં 49 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે એક સિક્સર અને 6 ફોર ફટકારી હતી અને પથિરાના દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. ભારતે 19 ઓવરમાં 6 વિકેટે 203 રન બનાવ્યા છે.

India vs Sri Lanka T20 : રાયન પરાગ આઉટ

આ મેચમાં રિયાન પરાગને રિંકુ સિંહ પહેલા બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે બેટિંગ કરી શક્યો નહોતો. તેણે 6 બોલમાં 7 રનની ઇનિંગ રમી હતી અને પથિરાનાના બોલ પર LBW આઉટ થયો હતો. રિષભ પંત હાલમાં ક્રિઝ પર હાજર છે અને 41 રન બનાવીને અણનમ છે. રિંકુ સિંહ ક્રિઝ પર આવ્યો છે.

India vs Sri Lanka T20 : ભારતની ચોથી વિકેટ પડી

ભારતની ચોથી વિકેટ હાર્દિક પંડ્યાના રૂપમાં પડી, જેણે 10 બોલનો સામનો કર્યો અને 9 રનની ઇનિંગ રમી. આ દરમિયાન હાર્દિકે ચોગ્ગો માર્યો હતો. તેના આઉટ થયા બાદ રિયાન પરાગ ક્રિઝ પર બેટિંગ કરવા આવ્યો હતો. રેયાનને રિંકુ સિંહ પહેલા બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. ભારતે 18 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા છે.

India vs Sri Lanka T20 : 16 ઓવરમાં 172 રન બનાવ્યા

16 ઓવરના અંતે ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 172 રન બનાવી લીધા છે. ક્રિઝ પર પંત હાલમાં 32 રન પર અણનમ છે જ્યારે હાર્દિક પંડ્યા 5 રન પર રમી રહ્યો છે.

India vs Sri Lanka T20 : સૂર્યકુમાર આઉટ

કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર ઇનિંગ રમી હતી અને તે 26 બોલમાં 58 રન બનાવીને આઉટ થયો હતો. પંત સાથે તેણે ત્રીજી વિકેટ માટે 43 બોલમાં 76 રનની ભાગીદારી કરી હતી.

India vs Sri Lanka T20 : સૂર્યકુમારે અડધી સદી ફટકારી હતી

સૂર્યકુમાર યાદવે 22 બોલમાં ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. ભારતે 12 ઓવરમાં 2 વિકેટે 135 રન બનાવ્યા છે અને ચોથી વિકેટ માટે પંત અને સૂર્યા વચ્ચે 38 બોલમાં 70 રનની ભાગીદારી છે.

India vs Sri Lanka T20 : ભારતનો સ્કોર 100ને પાર

ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ દાવમાં 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી દીધી છે અને ટીમનો સ્કોર હવે 111 રન પર પહોંચી ગયો છે. પંત અને સુકાની સૂર્યકુમાર વચ્ચે ત્રીજી વિકેટ માટે 23 બોલમાં 37 રનની ભાગીદારી થઈ હતી.

India vs Sri Lanka T20 : 8 ઓવરમાં 98 રન બનાવ્યા

ગિલ અને યશસ્વીના આઉટ થયા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતાની આગવી શૈલીમાં બેટિંગ કરી રહ્યો છે અને ભારતે 8 ઓવરમાં 2 વિકેટે 98 રન બનાવી લીધા છે. સૂર્ય કુમાર હાલમાં 19 રન સાથે રમી રહ્યો છે જ્યારે પંત 5 રન સાથે રમી રહ્યો છે.

India vs Sri Lanka T20 : ભારતને બીજો ફટકો પડ્યો

ગિલના આઉટ થયા બાદ તરત જ ખૂબ જ આક્રમક રીતે બેટિંગ કરી રહેલ યશસ્વી જયસ્વાલ પણ આઉટ થઈ ગયો હતો. આ મેચમાં તેણે 21 બોલમાં 2 સિક્સ અને 5 ફોરની મદદથી 40 રનની ઇનિંગ રમી હતી. હવે તેમના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંત ક્રિઝ પર હાજર છે.

India vs Sri Lanka T20 : પ્રથમ 6 ઓવરમાં 74 રન, એક વિકેટ પડી

ભારતે પ્રથમ 6 ઓવરમાં એક વિકેટે 74 રન બનાવ્યા હતા અને છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર ગિલ આઉટ થયો હતો. આ મેચમાં ગિલે 16 બોલમાં 34 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે એક સિક્સ અને 6 ફોર ફટકારી હતી.

India vs Sri Lanka T20 : ભારતનો સ્કોર 50ને પાર

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા વિરૂદ્ધ પ્રથમ 5 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 58 રન બનાવી લીધા છે. ગિલ અને યશસ્વી બંને ફાયરિંગ કરી રહ્યા છે. ગિલ 20 રન બનાવીને અણનમ છે, જ્યારે યશસ્વી 34 રન પર રમી રહ્યો છે. ભારતનો રન રેટ હાલમાં 11થી વધુ છે.

India vs Sri Lanka T20 : યશસ્વી જયસ્વાલ ખતરનાક શરૂઆત

શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં ભારતીય ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ખૂબ જ ખતરનાક શરૂઆત કરી હતી અને તેણે 13 બોલમાં 27 રન બનાવ્યા હતા. ભારતે 3 ઓવરમાં 36 રન બનાવ્યા છે અને એકપણ વિકેટ પડી નથી. યશસ્વીએ અત્યાર સુધી એક સિક્સર અને 4 ફોર ફટકારી છે.

India vs Sri Lanka T20 : ભારતની ઝડપી શરૂઆત

ભારતીય ટીમે શ્રીલંકા સામે ખૂબ જ ઝડપી શરૂઆત કરી છે અને પ્રથમ બે ઓવરમાં કોઈપણ નુકશાન વિના 22 રન બનાવી લીધા છે. ગિલ અને યશસ્વી બંને લયમાં જોવા મળી રહ્યા છે અને ગીલે 8 રન બનાવ્યા છે જ્યારે યશસ્વીએ 14 રન બનાવ્યા છે.

India vs Sri Lanka T20 : ભારતની બેટિંગ શરૂ

યશસ્વી જયસ્વાલ ભારત માટે દાવની શરૂઆત કરવા શુભમન ગિલ સાથે આવ્યો છે, જ્યારે મધુશંકાએ શ્રીલંકા માટે પ્રથમ ઓવર ફેંકી હતી. ભારતે પ્રથમ ઓવરમાં 13 રન બનાવ્યા જેમાં ગિલે 2 ચોગ્ગા અને યશસ્વીએ એક ચોગ્ગો માર્યો હતો.

India vs Sri Lanka T20 : સંજુ સેમસન અને શિવમને તક મળી નથી

ટોસ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે, આ ટીમ મેચમાં સંજુ સેમસન, શિવમ દુબે, ખલીલ અહેમદ અને વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી નથી.

India vs Sri Lanka T20 : શ્રીલંકાએ ટોસ જીત્યો હતો

આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જ્યારે ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ