/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Ind-vs-SL-2nd-T20-Live-.jpg)
Ind vs SL 2nd T20 Live : ભારત વિ. શ્રીલંકા વચ્ચે બીજી ટી-20 મેચ
India vs Sri Lanka 2nd T20 Score, ભારત વિ. શ્રીલંકા સ્કોર : રવિ બિશ્નોઇ (3 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શન બાદ યશસ્વી જયસ્વાલના 30 રનની મદદથી ભારતે શ્રીલંકા સામેની બીજી ટી-20માં ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 161 રન બનાવ્યા હતા. જોકે વરસાદના કારણે ભારતને 8 ઓવરમાં 78 રનનો પડકાર મળ્યો હતો. જે ભારતે 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો.
આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી લીધી છે. બન્ને વચ્ચે ત્રીજી ટી-20 મેચ 30 જુલાઇના રોજ રમાશે.
ભારત ઇનિંગ્સ
-શ્રીલંકા તરફથી મહેશ તિક્ષાના, પાથિરાના અને હસરંગાની 1-1 વિકેટ ઝડપી.
-હાર્દિક પંડ્યાના 9 બોલમાં 3 ફોર 1 સિક્સરની મદદથી અણનમ 22 રન. ઋષભ પંતના 2 બોલમાં અણનમ 2 રન.
-યશસ્વી જયસ્વાલ 15 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે 30 રને હસરંગાની ઓવરમાં કેચ આઉટ.
-સૂર્યકુમાર યાદવ 12 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 26 રને પાથિરાનાની ઓવરમાં કેચ આઉટ થયો.
-ભારતે 4.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-સંજુ સેમસન પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના મહેશ તિક્ષાનાની ઓવરમાં બોલ્ડ.
-ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ભારતને 8 ઓવરમાં 78 રનનો પડકાર મળ્યો.
આ પણ વાંચો - બોલરો ઘણા સ્માર્ટ હોય છે, ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરવાના સવાલ પર બુમરાહે શું કહ્યું
શ્રીલંકા ઇનિંગ્સ
-ભારત તરફથી રવિ બિશ્નોઇએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી. અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાને 2-2 વિકેટ મળી.
-શ્રીલંકાના 20 ઓવરમાં 9 વિકેટે 161 રન.
-રમેશ મેન્ડિસ 10 બોલમાં 1 સિક્સર સાથે 12 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો.
-મહેશ તિક્ષાના 3 બોલમાં 2 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ.
-ચારિથ અસલંકા 12 બોલમાં 1 સિક્સર સાથે 14 રન બનાવી અર્શદીપ સિંહનો શિકાર બન્યો.
-શ્રીલંકાએ 18.2 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-હસરંગા પ્રથમ બોલે રવિ બિશ્નોઇની ઓવરમાં બોલ્ડ. બિશ્નોઇએ 2 બોલમાં 2 વિકેટ ઝડપી.
-દાશુન શનાકા પ્રથમ બોલે રવિ બિશ્નોઇની ઓવરમાં બોલ્ડ.
-કુશલ પરેરા 34 બોલમાં 6 ફોર 2 સિક્સર સાથે 54 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો.
-કુામિન્દુ મેન્ડિસ 23 બોલમાં 4 ફોર સાથે 26 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો.
-કુશલ પરેરાએ 31 બોલમાં 6 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-શ્રીલંકાએ 12.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-પથુમ નિસાંકા 24 બોલમાં 5 ફોર સાથે 32 રને રવિ બિશ્નોઇની ઓવરમાં એલબી આઉટ.
-શ્રીલંકાએ 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-કુશલ મેન્ડિસ 11 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો.
-ભારતની ટીમમાં ઇજાગ્રસ્ત શુભમન ગિલના સ્થાને સંજુ સેમસનનો સમાવેશ કરાયો.
-ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રેયાન પરાગ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
શ્રીલંકા : પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, કામિન્દુ મેન્ડિસ, ચારિથ અસલંકા (કેપ્ટન), દાનુષ શનાકા, વાનિન્દુ હસરાંગા, મહેશ તીક્ષાના, મથિશા પાથિરાના, અસિથા ફર્નાન્ડો, રમેશ મેન્ડિસ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us