INDIA vs SRI LANKA T20 Records: ભારતીય ટીમ જુલાઇ માસના અંતમાં શ્રીલંકા પ્રવાસે જવાની છે. જ્યાં 27 જુલાઇથી 8 ઓગસ્ટ દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી20 અને ત્રણ વન ડે મેચ સિરીઝ યોજાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી 29 ટી20 મેચ રમાઇ છે જેમાં જીત અને રેકોર્ડ્સ મામલે ભારત અને ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જાડેજા જેવા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતીય યુવા ટીમની શ્રીલંકા સામે પરીક્ષા થવાની છે.
ભારત વિ શ્રીલંકા ટી20 રેકોર્ડ્સ અને હેડ ટુ હેડ સ્ટેટ ચકાસીએ તો ભારતનું પલડું ભારે છે. ટીમ અને વ્યક્તિગત રેકોર્ડ્સમાં ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ પ્રવર્તી રહ્યું છે. ભારત અને શ્રીલંકા વચ્ચે વર્ષ 2009 થી લઇને અત્યાર સુધી કૂલ 29 ટી20 મુકાબલા થયા છે. જેમાં ભારત 19 મેચ જીત્યું છે. 9 મેચ હાર્યું છે અને એક મેચનું પરિણામ અનિર્ણિત રહ્યું હતું.
IND vs Sri Lanka T20 Records: ભારત વિ શ્રીલંકા ટી20 સિરીઝ
- ભારત અને શ્રીલંકા વચ્ચે કુલ 29 ટી20 મુકાબલા થયા છે
- ટી20 મુકાબલામાં ભારત 19 મેચ જીત્યું છે
- શ્રીલંકા ભારત સામે 9 ટી20 મેચ જીત્યું છે
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટી20 સિરીઝ મેચ રેકોર્ડમાં સૌથી વધુ રન બનાવવામાં ભારતીય ખેલાડીઓનો ભારે દબદબો છે. સૌથી વધુ રન બનાવનાર ટોપ 10 ખેલાડીઓમાં સાત ખેલાડીઓ ભારતીય છે અને ત્રણ ખેલાડીઓ શ્રીલંકા છે. સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ શ્રીલંકા ખેલાડી એમડી શનાકાના નામે છે. શનાકા 22 મેચ રમ્યો છે જેમાં 20 ઇનિંગ્સમાં 6 વખત અણનમ રહી કૂલ 430 રન બનાવ્યા છે.
ક્રિકેટ અને સ્પોર્ટ્સ લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો
IND vs SL T20 Most Runs: ભારત વિ શ્રીલંકા સૌથી વધુ રન
- એમડી શનાકા : 22 મેચ રમ્યો છે. 20 ઇનિંગ્સમાં 6 વખત અણનમ રહી 430 રન સાથે સૌથી વધુ રન બનાવવામાં ટોચ પર છે.
- રોહિત શર્મા : 19 મેચ રમ્યો છે. 17 ઇનિંગમાં 411 રન બનાવી સૌથી વધુ રન બનાવવામાં બીજા સ્થાને છે.
- શિખર ધવન : 12 મેચ રમ્યો છે. 11 ઇનિંગ્સમાં એક વખત અણનમ રહ્યો છે અને 375 રન સાથે સૌથી વધુ રન બનાવવામાં ત્રીજા સ્થાને છે.
- વિરાટ કોહલી : 8 મેચ રમ્યો છે. 7 ઇનિંગ્સમાં 2 વખત અણનમ રહ્યો છે અને 339 રન બનાવી મોસ્ટ રનમાં ચોથા સ્થાન પર છે.
- કે એલ રાહુલ : 9 મેચ રમ્યો છે. 8 ઇનિંગ્સમાં 301 રન બનાવી સૌથી વધુ રન બનાવવામાં પાંચમા સ્થાને છે.
શ્રીલંકા સામે ટી20 મેચ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી રોહિત શર્મા છે. રોહિત શર્માએ 19 મેચમાં 17 ઇનિંગ્સ રમી 411 રન બનાવ્યા છે. હાઇએસ્ટ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ રોહિત શર્માના નામે છે. રોહિત શર્મા 118 રન સાથે હાઇએસ્ટ સ્કોર મામલે ટોચ પર છે. રોહિત શર્માએ શ્રીલંકા સાથે એક સદી અને એક ફિફ્ટી પણ ફટકારી છે.
IND vs SL Most Wickets: ભારત વિ શ્રીલંકા ટી20 સૌથી વધુ વિકેટ
- યુજવેન્દ્ર ચહલ : 13 મેચ રમ્યો છે અને 23 વિકેટ સાથે મોસ્ટ વિકેટ મામલે ટોચ પર છે.
- પીવીડી ચમીરા : 15 મેચ રમ્યો છે અને 16 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેવામાં બીજા સ્થાને છે.
- આર અશ્વિન : 7 મેચ રમ્યો છે અને 14 વિકેટ સાથે મોસ્ટ વિકેટ મામલે ત્રીજા સ્થાને છે.
- એમડી શનાકા : 22 મેચ રમ્યો છે અને 14 વિકેટ સાથે અશ્વિનની બરોબર છે.
- હસરંગા : 10 મેચ રમ્યો છે અને 13 વિકેટ સાથે મોસ્ટ વિકેટ મામલે ચોથા સ્થાને છે.
- કુલદીપ યાદવ : 9 મેચ રમ્યો છે અને 12 વિકેટ સાથે પાંચમા સ્થાને છે.
મોસ્ટ વિકેટ મામલે ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલ 23 વિકેટ સાથે મોખરે છે.