India vs Sri Lanka T20i ODI Series : શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ 26 જુલાઈથી 7 ઓગસ્ટ દરમિયાન 3 ટી20 મેચ અને 3 વનડે સીરીઝ રમશે. આ માટે ગુરુવારે (11 જુલાઈ)ના રોજ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગૌતમ ગંભીરે કોચ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ ભારતીય ટીમનો આ પ્રથમ પ્રવાસ રહેશે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યા પછી પુરો થયો હતો.
શ્રીલંકાની ટીમ પણ નવા કોચની સાથે રહેશે. ક્રિસ સિલ્વરવુડની ખસી ગયા બાદ સનથ જયસૂર્યાને શ્રીલંકાના વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્રણ ટી 20 જુલાઈના અંતમાં રમાશે અને વન ડે શ્રેણી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રમાશે. પલ્લેકેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ટી -20 મેચોની યજમાની કરશે. આ પછી કોલંબોનું આર.પ્રેમદાસા સ્ટેડિયમ વન ડેની યજમાની કરશે.
સતત બે ટી 20 મેચ
ઝિમ્બાબ્વે પ્રવાસે ગયેલા ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ શ્રીલંકા સામે 26મી જુલાઈથી શરુ થઈ રહેલી ટી-20 શ્રેણીમાં રમશે તેમ મનાય છે. બીજી ટી-20 બીજા દિવસે (27 જુલાઈ) યોજાશે. જ્યારે ત્રીજી અને આખરી મેચ 29 જુલાઈએ યોજાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 1 ઓગસ્ટથી ત્રણ વન-ડે મેચની શ્રેણીનો પ્રારંભ થશે, જ્યારે બાકીની બે મેચો અનુક્રમે 4 અને 7 ઓગસ્ટે રમાશે. ટી 20 તમામ મેચો ભારતીય સમય પ્રમાણે સાંજે 7.00 વાગ્યાથી શરૂ થશે. વન ડે શ્રેણીની તમામ મેચો ભારતીય સમય પ્રમાણે બપોરે 2:30 વાગ્યાથી રમાશે.
આ પણ વાંચો – ચેમ્પિયન ટ્રોફી માટે ભારત પાકિસ્તાન પ્રવાસ અંગે સામે આવ્યા મોટા સમાચાર
ભારતનો શ્રીલંકા પ્રવાસનો કાર્યક્રમ
પ્રથમ ટી 20 – 26 જુલાઈ
બીજી ટી 20 – 27 જુલાઈ
ત્રીજી ટી 20 – 29 જુલાઈ
વન-ડે શ્રેણી
પ્રથમ વન-ડે – 1 ઓગસ્ટ
બીજી વન-ડે – 4 ઓગસ્ટ
ત્રીજી વન-ડે – 7 ઓગસ્ટ