India vs United States of America Highlight : ભારત વિ. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સ્કોર, ટી 20 વર્લ્ડ કપ 2024 : અર્શદીપ સિંહની શાનદાર બોલિંગ (4 વિકેટ) પછી સૂર્યકુમાર યાદવની અણનમ અડધી સદીની મદદથી ભારતે ટી 20 વર્લ્ડ કપમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. અમેરિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 110 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 18.2 ઓવરમાં 111 રન બનાવી લીધા હતા. ભારતે સતત ત્રીજો વિજય મેળવી 6 પોઇન્ટ સાથે સુપર 8 માં પ્રવેશ કરી લીધો છે. ભારત હવે 15 જૂને કેનેડા સામે ટકરાશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
યુએસએ : સ્ટીવન ટેલર, શયાન જહાંગીર, એન્ડ્રીસ ગોસ, નીતિશ કુમાર, એરોન જોન્સ (કેપ્ટન), કોરી એન્ડરસન, હરમીત સિંહ, શેડલી વાન શાલ્કવિક, જસદીપ સિંહ, સૌરભ નેત્રાવલકર, અલી ખાન.