4 વિકેટ ઝડપી છતા અંતિમ-11 માંથી થઇ શકે છે બહાર, 302 મેચમાંથી 184 માં બહાર બેસનાર કુલદીપ યાદવનો જવાબ

Ind vs WI ODI : કુલદીપ યાદવે પ્રથમ વન-ડેમાં 3 ઓવરમાં 6 રન આપી 4 વિકેટ ઝડપી હતી. તેણે બે ઓવર મેઇડન ફેંકી હતી. આ પ્રદર્શન છતા કુલદીપ યાદવને લાગે છે કે ટીમની પ્લેઇંગ ઇલેવનમાં તેનું સ્થાન નક્કી નથી

Written by Ashish Goyal
Updated : July 28, 2023 14:49 IST
4 વિકેટ ઝડપી છતા અંતિમ-11 માંથી થઇ શકે છે બહાર, 302 મેચમાંથી 184 માં બહાર બેસનાર કુલદીપ યાદવનો જવાબ
કુલદીપ યાદવે પ્રથમ વન-ડે મેચમાં 3 ઓવરમાં 6 રન આપી 4 વિકેટ ઝડપી હતી (ANI)

Ind vs WI ODI Series : ભારતીય ટીમે પ્રથમ વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 5 વિકેટ વિજય મેળવીને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ જીતમાં ટીમના સ્પિન બોલર કુલદીપ યાદવે મહત્વની ભૂમિકા નિભાવી હતી. કુલદીપે આ મેચમાં 3 ઓવરમાં 6 રન આપી 4 વિકેટ ઝડપી હતી. તેણે બે ઓવર મેઇડન ફેંકી હતી. આ પ્રદર્શન છતા કુલદીપ યાદવને લાગે છે કે ટીમની પ્લેઇંગ ઇલેવનમાં તેનું સ્થાન નક્કી નથી.

કુલદીપ યાદવના મતે ટીમ કોમ્બિનેશનના કારણે તેણે ઘણી વખત બહાર બેસવું પડે છે અને આ તેના માટે સામાન્ય વાત છે. તેનું માનવું છે કે તક ગુમાવવા પર દુખી થવાને બદલે દરેક તકનો ફાયદો ઉઠાવવો સારું છે.

પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર બેસવું કુલદીપ માટે સામાન્ય વાત

પ્લેયર ઓફ ધ મેચ બનેલા કુલદીપે મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મોટાભાગના સમયે અમને સ્થિતિ અને ટીમ કોમ્બિનેશનના કારણે રમવાની તક મળતી નથી. હવે આ સામાન્ય વાત છે. હું આટલા વર્ષથી ક્રિકેટ રમ્યો છું. હવે છ વર્ષથી વધારે થઇ ગયા છે. આ બાબતો સામાન્ય છે. તેમણે કહ્યું કે હું હવે વિકેટ લેવા પર વિશે વધારે વિચારતો નથી. મારું ફોક્સ પ્રક્રિયા પર છે કયા લેન્થથી બોલ નાખવો જોઈએ. કુલદીપ યાદવને તેના ડેબ્યૂ પછી અત્યાર સુધી 302 મેચમાંથી 184 મેચમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર બેસાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો – કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાનો તરખાટ, પ્રથમ વન-ડેમાં ભારતનો વેસ્ટ ઇન્ડીઝ સામે 5 વિકેટે વિજય

કુલદીપ યાદવ બોલિંગ પર કામ કરી રહ્યો છે

આ વર્ષે 9 વન-ડેમાં 19 વિકેટ ઝડપી ચુકેલા કુલદીપને 8 વિકેટ ઝડપ્યા પછી ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટમાં સ્થાન મળ્યું ન હતું. તેણે કહ્યું કે છેલ્લા દોઢ વર્ષમાં જ્યારે પણ તક મળે છે, હું સારી લેન્થ પર બોલ નાખવાનો પ્રયત્ન કરું છું. હું સતત સારી બોલિંગ કરવા માંગું છું. જ્યા સુધી વિકેટનો સવાલ છે તો કોઇ દિવસે મળશે અને કોઇ દિવસે નહીં. હું વેરિએશન ત્યારે જ અજમાવું છું જ્યારે વિરોધી ટીમે જલ્દીથી ચાર કે પાંચ વિકેટ ગુમાવી દીધી હોય.

એનસીએમાં રહીને થયો ઘણો સુધારો

કુલદીપે કહ્યું કે ભારતીય ટીમમાં પ્રતિસ્પર્ધાથી તેને સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળે છે અને તે પ્રદર્શનના કરવાના બદલે પ્રક્રિયા પર ફોક્સ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે ભારતીય ટીમમાં પ્રતિસ્પર્ધા હંમેશા રહેશે પણ તેનાથી સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળે છે. મેં નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં પોતાની બોલિંગ પર કામ કર્યું છે. તક મળવા પર હું તેનો ફાયદો ઉઠાવવનો પ્રયત્ન કરું છું.

બ્રેકિંગ, લેટેસ્ટ અને માહિતીસભર સમાચાર માત્ર એક ક્લિક પર. અહીં તમે ટોપ સમાચાર | ગુજરાત | ભારત | મનોરંજન | રમત | બિઝનેસ | વેબ સ્ટોરી | ફોટા | લાઇફ સ્ટાઇલ અને હેલ્થ સહિત ગુજરાતી સમાચાર જાણી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ મેળવવા માટે અમને ફેસબુક | ઇન્સ્ટાગ્રામ | ટ્વિટર પર ફોલો કરી શકો છો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ