India vs West Indies Test Series Full Schedule, Live Streaming, Playing XI Prediction, IND vs WI Team Squad : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 2 ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગુરુવાર (2 ઓક્ટોબર) થી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરુ થશે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ 7 વર્ષ બાદ ભારત પ્રવાસમાં ટેસ્ટ શ્રેણી રમવા આવી છે. આ પહેલા 2018માં તે ભારતના પ્રવાસે આવી હતી. તે સમયે ભારતે શ્રેણી 2-0થી જીતી લીધી હતી.
રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિનની નિવૃત્તિ બાદ પહેલી વખત ભારતીય ટીમ પોતાની ધરતી પર ટેસ્ટ શ્રેણી રમશે. શુભમન ગિલની કેપ્ટન્સી હેઠળ ભારતમાં આ પ્રથમ ટેસ્ટ શ્રેણી હશે. ગિલની કેપ્ટન્સી હેઠળની પ્રથમ શ્રેણીમાં ભારતે ઈંગ્લેન્ડ પ્રવાસમાં શાનદાર દેખાવ કર્યો હતો. 5 મેચની શ્રેણી 2-2થી બરોબરી પર રહી હતી.
વેસ્ટ ઈન્ડીઝની ટીમ ભલે નબળી હોય પણ ભારતીય ટીમ આ શ્રેણીને હળવાશથી નહીં લે. આની પાછળ 2 કારણો છે. પહેલું કારણ એ છે કે ન્યૂઝીલેન્ડે ગત વર્ષે ભારતનો વ્હાઇટવોશ કર્યો હતો. બીજું કારણ એ છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની દ્રષ્ટિએ ભારતીય ટીમ શ્રેણી 2-0થી જીતવા માંગે છે. ભારત ત્રીજા અને વેસ્ટ ઈન્ડીઝ છઠ્ઠા ક્રમે છે. ટીમ, હેડ ટુ હેડ, પિચ રિપોર્ટ, હવામાન, લાઇવ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ સહિતની શ્રેણીની સંપૂર્ણ માહિતી જાણીએ.
ભારત-વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ શ્રેણી
ભારત અને વિન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 2 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ/નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.
વેસ્ટ ઈન્ડીઝની સંભવિત પ્લેઇગ ઇલેવન
બ્રેન્ડન કિંગ, કેવલન એન્ડરસન, રસ્ટન ચેઝ (કેપ્ટન), એલિક અથાનાજે, ટેગનારાયન ચંદ્રપોલ, શાઈ હોપ (વિકેટકિપર), જોન કેમ્પબેલ, જસ્ટિન ગ્રીવ્સ, એન્ડરસન ફિલિપ, જેડન સીલ્સ, જોહાન લેન.
આ પણ વાંચો – એશિયા કપ ખતમ, હવે ટીમ ઇન્ડિયા કોની સામે ટકરાશે, જાણો 2025નો ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ
ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ હેડ ટુ હેડ
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 1948થી 2023 વચ્ચે 100 ટેસ્ટ મેચ રમાઈ છે. ભારતે 23 ટેસ્ટમાં જીત મેળવી છે. વેસ્ટ ઈન્ડિઝે 30માં જીત મેળવી છે. 47 ટેસ્ટ ડ્રો રહી છે. ભારતમાં 47 મેચો રમાઇ છે જેમાં ભારતે 13માં જીત મેળવી છે જ્યારે વેસ્ટ ઈન્ડીઝે 14માં જીત મેળવી છે. 20 ટેસ્ટ મેચ ડ્રો રહી છે. વેસ્ટ ઈન્ડીઝે વર્ષ 2002 બાદ ભારત સામે એક પણ મેચ જીતી નથી.
પ્રથમ ટેસ્ટ પિચ રિપોર્ટ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ગ્રીન પીચ પર યોજાઈ શકે છે. ટેસ્ટ મેચના બે દિવસ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પર પુષ્કળ ઘાસ હતું. તેને મેચ પહેલા કાપી શકાય છે, પરંતુ હજુ પણ 4-5 મિલિમીટર ઘાસ હશે. આ મેચ લાલ માટીની પીચ પર રમાશે. જ્યારે ઘાસ હોય છે, ત્યારે પિચ પરથી સારો બાઉન્સ મળે છે. ઘાસ ન હોય ત્યારે પિચ જલ્દી તુટી જાય છે અને સ્પિનરો ઘણા પ્રભાવી રહી છે.
ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ ટેસ્ટ વેધર રિપોર્ટ
તાજેતરમાં અમદાવાદમાં વરસાદ પડ્યો છે. એક્યુવેધરના જણાવ્યા અનુસાર ટેસ્ટ મેચના પહેલા દિવસે પણ વરસાદની સંભાવના છે. બીજા અને ત્રીજા દિવસે વરસાદની કોઈ સંભાવના નથી. ચોથા અને પાંચમા દિવસે વરસાદની સંભાવના છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ ક્યારે રમાશે?
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 2 ઓક્ટોબરથી ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યાથી શરૂ થશે. સવારે 9.00 વાગ્યે ટોસ થશે.
ભારત-વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ શ્રેણીનું લાઇવ ટેલિકાસ્ટ
ભારત-વેસ્ટ ઈન્ડીઝ ટેસ્ટ શ્રેણીનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટેસ્ટ સિરીઝનું લાઇવ સ્ટ્રીમિંગ
ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ સિરીઝનું લાઇવ સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર પર થશે.
ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, એન જગદીશન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, દેવદત્ત પડિક્કલ, નીતિશ કુમાર રેડ્ડી.
વેસ્ટ ઇન્ડીઝ ટીમ
જોન કેમ્પબેલ, ટેગનારાયન ચંદ્રપોલ, એલિક અથાનાજે, બ્રેન્ડન કિંગ, રસ્ટન ચેઝ (કેપ્ટન), શાઈ હોપ (વિકેટકિપર), જસ્ટિન ગ્રીવ્સ, ખારી પિયરે, જોહાન લેન, એન્ડરસન ફિલિપ, જેડન સીલ્સ, જોમેલ વોરિકન, જેડિયા બ્લેડ્સ, કેવલન એન્ડરસન, ટેવિન ઇમલાચ.