IND vs WI 1st Test Day 2 Live Cricket Score, India vs West Indies 1st Test Live Score: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ગુરુવારથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ છે. શ્રેણીની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં પહેલા દિવસે ભારતીય બોલરોએ તરખાટ મચાવતાં વેસ્ટ ઇન્ડિઝ ટીમ 162 રનમાં ઓલ આઉટ થઇ હતી. બીજા દિવસની રમત હાલમાં ચાલી રહી છે. કે.એલ રાહુલ સદી ફટકારી આઉટ થયો છે. જ્યારે શુભમન ગીલ 50 રન બનાવી આઉટ થયો છે.
ટીબ્રેક સુધી ભારતનો સ્કોર 326/4
ભારતીય ટીમના બીજા સત્રમાં એક વિકેટ ગુમાવી હતી. આ સત્રમાં કેએલ રાહુલ 100 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ સેશનમાં ભારતે ઝડપી રન ભેગા કર્યા છે. ધ્રુવ જુરેલ અને રવિન્દ્ર જાડેજા બંનેએ ફિફ્ટી ફટકારી છે. ટીબ્રેક સુધી 108 રન બનાવ્યા છે. ભારતનો સ્કોર 4 વિકેટ પર 326 રન બન્યા છે. ભારતની કુલ બઢત 164 રન બનાવ્યો છે. જુરેલ 68 અને જાડેજા 50 રન બનાવી ક્રીઝ પર છે.