IND vs WI 2nd Test Day 2 Cricket Score, India vs West Indies 2nd Test Score: યશસ્વી જયસ્વાલના 175 અને શુભમન ગિલના અણનમ 129 રનની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે પ્રભુત્વ જમાવ્યું છે. ભારતે પ્રથમ ઇનિંગ્સ 5 વિકેટે 518 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ઇનિંગ્સમાં 43 ઓવરમાં 4 વિકેટે 140 રન બનાવી લીધા છે. વેસ્ટ ઇન્ડીઝ હજુ 378 રન પાછળ છે અને તેની 6 વિકેટો બાકી છે. બીજા દિવસના અંતે શાઇ હોપ 31 અને ટેવિન ઇમલેચ 14 રને રમતમાં છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ અને કુલદીપ યાદવે 1 વિકેટ ઝડપી હતી.
ભારતે 518 રન પર પોતાનો દાવ ડિક્લેર કર્યો
વેસ્ટ ઇન્ડીઝ સામેની બે ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચમાં, ભારતે 5 વિકેટ ગુમાવીને 518 રન પર પોતાનો દાવ ડિક્લેર કર્યો. ટીમ ઇન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે શાનદાર સદી ફટકારી. યશસ્વી જયસ્વાલે 175 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન શુભમન ગિલ 129 રન બનાવી અણનમ રહ્યા. સાઈ સુદર્શને 87, નીતિશ કુમાર રેડ્ડીએ 43 અને ધ્રુવ જુરેલે 44 રનનું યોગદાન આપ્યું.