IND vs WI Test Series match 2025 Score Updates: મોહમ્મદ સિરાજ (4 વિકેટ) અને જસપ્રીત બુમરાહ (3 વિકેટ) ના શાનદાર પ્રદર્શન બાદ કેએલ રાહુલની અણનમ અડધી સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રભુત્વ બનાવી લીધું છે. વેસ્ટ ઇન્ડીઝના 162 રનના જવાબમાં ભારતે પ્રથમ દિવસના અંતે 38 ઓવરમાં 2 વિકેટે 121 રન બનાવી લીધા છે. ભારત 41 રન પાછળ છે અને તેની 8 વિકેટો બાકી છે. દિવસના અંતે કેએલ રાહુલ 53 અને શુભમન ગિલ 18 રને રમતમાં છે.
વેસ્ટ ઇન્ડીઝ 162 રનમાં ઓલઆઉટ
પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવમાં 44.1 ઓવરમાં 162 રન બનાવીને ઓલ આઉટ થઇ ગયું છે. મોહમ્મદ સિરાજે 4 વિકેટ, બુમરાહે 3 વિકેટ, કુલદીપ યાદવે 2 અને વોશિંગટન સુંદરે 1 વિકેટ ઝડપી હતી.