વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટી-20 ટીમની જાહેરાત, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને મુકેશ કુમાર નવા ચહેરા

India's T20I squad: ભારતીય ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલીને આરામ, 3 ઓગસ્ટથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીની શરૂઆત થશે

Written by Ashish Goyal
Updated : July 05, 2023 21:43 IST
વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટી-20 ટીમની જાહેરાત, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને મુકેશ કુમાર નવા ચહેરા
વેસ્ટ ઇન્ડીઝમાં 3 ઓગસ્ટથી શરુ થનાર શ્રેણીમાં હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ સોંપવામાં આવી (ફાઇલ)

India T20I squad: વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર બનતાની સાથે જ અજિત અગરકર એક્શનમાં આવી ગયા છે. તેમની નિમણૂકના 24 કલાકની અંદર ટીમની જાહેરાત કરવામાં આવી છે. વેસ્ટ ઇન્ડીઝમાં 3 ઓગસ્ટથી શરુ થનાર શ્રેણીમાં હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. સૂર્ય કુમાર યાદવને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને મુકેશ કુમાર ટીમમાં નવા ચહેરા છે. આ ઉપરાંત રવિ બિશ્નોઈ અને અવેશ ખાનની ટીમમાં વાપસી થઈ છે.

વિકેટકીપર સંજુ સેમસન પણ કેએલ રાહુલ અને ઋષભ પંતની ઈજાના કારણે પરત ફર્યો છે. અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકની પણ પસંદગી કરવામાં આવી છે. વિરાટ કોહલી અને રોહિત શર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ગયા મહિને ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં મળેલી હાર બાદ ભારતે ટેસ્ટ સેટઅપ માટે કેટલાક નવા ચહેરાઓને સામેલ કરીને કેટલાક મોટા નિર્ણયો લીધા હતા. દિગ્ગજ ખેલાડી ચેતેશ્વર પૂજારાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. યશસ્વી જયસ્વાલ અને રુતુરાજ ગાયકવાડને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. રૂતુરાજ ગાયકવાડને વન ડેમાં પણ તક મળી હતી, પરંતુ ટી-20માં તેની પસંદગી થઈ નથી.

ફ્લોરિડામાં બે મેચ રમાશે

પાંચ મેચની ટી-20 શ્રેણીની બે મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે. પાંચમાંથી પ્રથમ મેચ 3 ઓગસ્ટના રોજ ત્રિનિદાદ સ્થિત બ્રાયન લારા ક્રિકેટ એકેડમીમાં રમાશે. બીજી ટી -20 6 ઓગસ્ટે ગુયાના નેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ત્રીજી મેચ 8 ઓગસ્ટે આ જ મેદાન પર રમાશે. ચોથી અને પાંચમી ટી -20 મેચ 12 અને 13 ઓગસ્ટે ફ્લોરિડાના બ્રોવાર્ડ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાશે.

આ પણ વાંચો – ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ શ્રેણી: ટીમ ઇન્ડિયાની જાહેરાત, ચેતેશ્વર પૂજારાને ડ્રોપ કર્યો

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતની ટી-20 ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકિપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્ય કુમાર યાદવ (વાઇસ કેપ્ટન), સંજુ સેમસન, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન, મુકેશ કુમાર.

થોડા દિવસો પહેલા વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતની ટેસ્ટ અને વન-ડે ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડીઝની શ્રેણી 12 જુલાઈથી શરૂ થશે. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં ભારત બે ટેસ્ટ, ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મેચ રમશે.

ભારતની ટેસ્ટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), કેએસ ભરત (વિકેટકિપર), ઇશાન કિશન (વિકેટકિપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ , મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની

ભારતની વન-ડે ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકિપર), ઇશાન કિશન (વિકેટકિપર), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ