IND vs WI, 2nd Test Match : ભારત સામેની દિલ્હી ટેસ્ટ મેચની બીજી ઈનિંગ્સમાં વેસ્ટ ઈન્ડીઝના ઓપનર જોન કેમ્પબેલ અને મિડલ ઓર્ડર બેટ્સમેન સાઈ હોપે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમનું સન્માન બચાવ્યું હતું. આ બંને ખેલાડીઓએઆ સદીની ઇનિંગ્સના આધારે 51 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં આ ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી.
બીજી ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમ ઈનિંગમાં 5 વિકેટે 518 રન બનાવીને ઈનિંગ ડિકલેર કરી હતી. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ પ્રથમ ઈનિંગમાં 248 રનમાં ઓલ આઉટ થઈ હતી. ભારતે વેસ્ટ ઈન્ડિઝને ફોલોઓન આપ્યું હતું. જોકે બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી ભારતને બતાવી દીધું હતું કે તેમની ટીમ એટલી નબળી નથી.
51 વર્ષ બાદ વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોની કમાલ
વેસ્ટ ઈન્ડીઝના બે બેટ્સમેનોએ ભારતમાં 51 વર્ષ બાદ ટેસ્ટ મેચની ઈનિંગમાં સદી ફટકારી હતી. કેમ્પબેલ અને શાઈ હોપે સદી ફટકારી હતી. ભારત સામેની બીજી ઈનિંગમાં કેમ્પબેલે 115 જ્યારે સાઈ હોપે 103 રન ફટકાર્યા હતા. બીજી ઈનિંગમાં કેમ્પબેલને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો હતો જ્યારે શાઈ હોપને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો.
શાઈ હોપે 58 ઇનિંગ્સ બાદ સદી ફટકારી
શાઈ હોપે ભારત સામેની બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી અને ટેસ્ટ ફોર્મેટમાં તેણે 58 ઈનિંગના અંતર બાદ આ સદી ફટકારી હતી. હવે વિન્ડિઝ તરફથી સૌથી લાંબા અંતર બાદ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં શાઈ હોપ પ્રથમ ક્રમે આવી ગયો છે. તેણે 47 ઈનિંગના ગેપ બાદ સદી ફટકારનારા જર્માઈન બ્લેકવૂડનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ પણ વાંચો – સ્મૃતિ મંધાનાએ 5000 રન પુરા કરી મેળવી ખાસ સિદ્ધિ, કોહલીનો રેકોર્ડ તોડ્યો
વેસ્ટ ઇન્ડીઝ તરફથી બે ટેસ્ટ સદી વચ્ચે સૌથી વધુ ઇનિંગ્સ
- 58 ઇનિંગ્સ- શાઈ હોપ (2017-25)
- 47 ઇનિંગ્સ- જર્માઇન બ્લેકવુડ (2015-20)
- 46 ઇનિંગ્સ- ક્રિસ ગેલ (2005-08)
- 44 ઇનિંગ્સ- ડ્વેન બ્રાવો (2005-09)
- 41 ઇનિંગ્સ- શિવનારાયણ ચંદ્રપોલ (1998-2002)