India vs West Indies Test Match in Ahmedabad: ભારતીય ક્રિકેટ ટીમ હાલ એશિયા કપમાં રમી રહી છે. આ ટૂર્નામેન્ટ પુરી થયા પછી ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડીઝ સામે ઘરઆંગણે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં રમશે. આ માટે ભારતીય ક્રિકેટ ટીમની ગુરુવારે જાહેરાત કરી દેવામાં આવી છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 2 ઓક્ટોબરે પ્રથમ ટેસ્ટ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડની વાત કરવામાં આવે તો અહીં ભારત કુલ 15 ટેસ્ટ મેચ રમ્યું છે. જેમાં ભારતનો 6 મેચમાં વિજય થયો છે. જ્યારે 2 મેચમાં પરાજય થયો છે. આ સિવાય 7 મેચ ડ્રો રહી છે. છેલ્લે આ મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2023માં ટેસ્ટ રમાઇ હતી. જે ડ્રો માં પરિણમી હતી. અમદાવાદના સ્ટેડિયમમાં 1983માં સૌપ્રથમ ટેસ્ટ મેચ રમાઇ હતી.
અમદાવાદમાં ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ હેટ ડુ હેડ ટેસ્ટ રેકોર્ડ
અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ફક્ત એક જ ટેસ્ટ મેચ રમાઇ છે. જે 42 વર્ષ પહેલા 1983માં રમાઇ હતી. આટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝનો 138 રને વિજય થયો હતો. આ પછી બન્ને વચ્ચે અમદાવાદમાં ટેસ્ટ મેચ રમાઇ નથી.
આ પણ વાંચો – સૂર્યકુમાર યાદવ : કેપ્ટનશિપમાં હિટ પણ બેટિંગમાં ફ્લોપ, ટી 20 વર્લ્ડ કપ પછીના આંકડા જોઇ ચોંકી જશો
વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડ્ડિકલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, કુલદીપ યાદવ, એન જગદીશન, સાંઈ સુદર્શન.