Virat Kohli Records : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગ્સમાં શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની આ 29મી સદી તેમજ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 76મી સદી છે. બ્રેડમેનના નામે 29મી સદી છે. વિરાટ કોહલી 121 રન બનાવી રન આઉટ થયો હતો. અંતિમ અહેવાલ સમયે ભારતે 7 વિકેટે 394 રન બનાવી લીધા છે.
વિરાટ કોહલી પોતાની 500મી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી રહ્યો છે અને આ સાથે જ તે 500માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે અને તેણે ઈતિહાસ રચી દીધો છે. આ ઉપરાંત તે 500 આંતરરાષ્ટ્રીય મેચ રમીને સચિન તેંડુલકર કરતા વધુ સદી ફટકારનાર ખેલાડી પણ બન્યો છે. આ સિવાય કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 76 સદી ફટકારનાર ક્રિકેટર પણ બન્યો છે.
વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટમાં ત્રીજી સદી ફટકારી
વિરાટ કોહલીએ આ મેચમાં 180 બોલમાં ફોર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ પહેલા તેણે એક ફોર ફટકારીને પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. કોહલીએ પોતાની સદી દરમિયાન 10 ફોર ફટકારી હતી. વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજી સદી ફટકારી છે. વેસ્ટ ઈન્ડીઝની ભૂમિ પર ટેસ્ટ ક્રિકેટમાં આ વિરાટની બીજી સદી છે.
કોહલીએ 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલીએ 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. સચિન તેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 500મી મેચ સુધી 75 સદી ફટકારી હતી. પરંતુ વિરાટ કોહલીએ 76 સદી ફટકારીને તેને પાછળ છોડી દીધા છે. વિદેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 28મી સદી છે, જ્યારે આ મામલે સચિન તેંડુલકર જ તેના કરતા વિદેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધારે સદી (29)ફટકારી હતી.
આ પણ વાંચો – કયા કારણોથી અર્શથી ફર્શ પર પહોંચી વેસ્ટ ઇન્ડીઝની ટીમ, Video માં જુઓ રોહિત શર્માએ શું કહ્યું
કોહલીએ વિલિયમ્સનને પાછળ છોડી દીધો
ફેબ ફોરની વાત કરીએ તો વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 28 સદી ફટકારનાર કેન વિલિયમ્સનને પાછળ છોડી દીધો હતો. કોહલીની આ 29મી સદી હતી અને તેણે વિલિયમ્સનને પાછળ રાખી દીધો છે.
ફેબ-4 માં સૌથી વધુ ટેસ્ટ સદી
સ્ટીવ સ્મિથ – 32જો રુટ – 30વિરાટ કોહલી – 29કેન વિલિયમ્સન – 28
સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી
વિરાટ કોહલી – 76જો રૂટ – 46ડેવિડ વોર્નર – 45સ્ટીવન સ્મિથ – 44રોહિત શર્મા – 44
કોહલીએ જેક કાલિસની બરાબરી કરી
વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડીઝ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 12મી સદી ફટકારી જેક કાલિસની બરોબરી કરી લીધી હતી. કાલિસે વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે 12 સદી ફટકારી હતી. આ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સુનિલ ગાવસ્કરના નામે નોંધાયેલો છે. ગાવસ્કરે વેસ્ટ ઇન્ડીઝ સામે 13 સદી ફટકારી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામે સૌથી વધુ સદી
13 – સુનીલ ગાવસ્કર12 – વિરાટ કોહલી12 – જેક કાલિસ11- એબી ડી વિલિયર્સ
વિદેશમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓ
58 – સચિન તેંડુલકર41 – વિરાટ કોહલી37 – કુમાર સંગાકારા35 – રિકી પોન્ટિંગ33 – જેક કાલિસ33 – યૂનિસ ખાન
એશિયાની બહાર સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા ભારતીય પ્લેયર્સ
18 – સચિન તેંડુલકર15 – સુનીલ ગાવસ્કર14 – રાહુલ દ્રવિડ13 – વિરાટ કોહલી