Abhishek Sharma Century : આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા અભિષેક શર્મા માટે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ સારું રહ્યું ન હતું. ઝિમ્બાબ્વે સામેની શ્રેણીની પ્રથમ ટી 20 મેચમાં તે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો, પરંતુ બીજી ટી-20 મેચમાં તેણે સદી ફટકારીને જોરદાર વાપસી કરી હતી. તે બીજી ટી20માં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
અભિષેકે આ સિરીઝમાં પોતાના બાળપણના મિત્ર અને કેપ્ટન શુભમન ગિલના બેટથી આ સદી ફટકારી હતી. ભારતની જીત બાદ તેણે આનું કારણ પણ આપ્યું હતું.
અભિષેક શર્મા શુભમન ગિલના બેટથી રમ્યો હતો
મેચ બાદ અભિષેક શર્માએ બેટ વિશે વાત કરી હતી. તેણે પ્રેઝન્ટેશનમાં કહ્યું કે આજે હું શુભમન ગિલના બેટથી રમવા આવ્યો હતો. હું આ માટે શુભમન ગિલનો આભાર માનું છું. મારા અંડર-12ના દિવસોથી જ મને લાગતું હતું કે તે મારા માટે કામ કરે છે. જ્યારે પણ મને એવું લાગે કે આ કોઈ દબાણની રમત છે અથવા એવી રમત છે જેમાં મારે પ્રદર્શન કરવાની જરૂર છે, ત્યારે હું ઘણી વાર તેનું બેટ પસંદ કરું છું.
આ પણ વાંચો – અભિષેક શર્મા ઝિમ્બાબ્વે સામે પહેલી ટી20 સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આઇપીએલમાં પણ હું મોટાભાગે એક બેટ માંગું છું. તેણે મને આ બેટ આપ્યું હતું. તેથી મને લાગે છે કે આ ઇનિંગ્સ સારી રહી. અભિષેકે કહ્યું કે મને લાગે છે કે હું સારી ઇનિંગ્સ રમ્યો છું. પ્રથમ ટી-20 મેચમાં અમને મળેલી હાર અમારા માટે આસાન ન હતી. મેં વિચાર્યું કે આજે મારો દિવસ છે અને મેં તેનો લાભ લીધો. મને એવુ લાગે છે કે ટી 20માં મોમેન્ટ જરૂરી છે અને તે જ મેં કર્યું હતું.
અભિષેક શર્માને પોતાની ક્ષમતા પર ભરોસો
અભિષેકે તેની કારકિર્દીમાં મુખ્ય ભૂમિકા ભજવનારા તમામનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે હું મારા કોચ, અમારી ટીમોના કેપ્ટન અને મેનેજમેન્ટનો મારામાં વિશ્વાસ દર્શાવવા બદલ આભાર માનું છું. મને લાગે છે કે એક યુવાન તરીકે તમારે જ્યારે પણ તમારો દિવસ હોય ત્યારે તેને રિએક્ટ કરવો જોઈએ. હું દરેક ઓવર પછી રૂતુરાજ ગાયકવાડ સાથે વાત કરી રહ્યો હતો. હું મારી ક્ષમતા પર વિશ્વાસ રાખું છું અને જો બોલ મારા પાલામાં હશે તો હું મોટો ફટકો મારીશ.