India vs Zimbabwe 3rd T20 Updates, ભારત વિ. ઝિમ્બાબ્વે ત્રીજી ટી 20 મેચ સ્કોર : શુભમન ગિલની અડધી સદી બાદ વોશિંગ્ટન સુંદરની ચુસ્ત બોલિંગની મદદથી ભારતે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી ટી 20માં 23 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારતે 5 મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી ટી 20 મેચ 13 જુલાઇએ રમાશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, રુતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકિપર), શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહમદ.
ઝિમ્બાબ્વે : વેસ્લી માધવેરે, તાદીવાનશે મારુમની, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઇ મદાન્ડે (વિકેટકીપર), વેલિંગ્ટન મસાકદઝા, રિચાર્ડ નગરાવા, બ્લેસિંગ મુઝારબાની, તેંદઇ ચતારા.