IND vs ZIM : ભારત વિ. ઝિમ્બાબ્વે શ્રેણીનો કાર્યક્રમ, ભારતીય સમય પ્રમાણે મેચ કેટલા વાગે શરૂ થશે, જાણો

India vs Zimbabwe series : ટીમ ઈન્ડિયા હવે ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. જ્યાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની ટી 20 સિરીઝ રમાશે. ટીમની કેપ્ટનશિપ શુભમન ગિલના હાથમાં છે.

Written by Ashish Goyal
July 01, 2024 20:53 IST
IND vs ZIM : ભારત વિ. ઝિમ્બાબ્વે શ્રેણીનો કાર્યક્રમ, ભારતીય સમય પ્રમાણે મેચ કેટલા વાગે શરૂ થશે, જાણો
ભારતીય યુવા ક્રિકેટર શુભમન ગિલ. (તસવીર - શુભમન ગિલ ટ્વિટર)

India vs Zimbabwe match time : ટી -20 વર્લ્ડ કપ 2024 સમાપ્ત થઈ ગયો છે અને ભારતીય ટીમે ચેમ્પિયન બની છે. હવે ટીમ ઈન્ડિયાનો આગામી પડાવ ઝિમ્બાબ્વેનો પ્રવાસ છે જ્યાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની ટી 20 સિરીઝ રમાશે. ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે અને ટીમની કેપ્ટનશિપ શુભમન ગિલના હાથમાં છે.

ઘણા ભારતીય સિનિયર ખેલાડીઓ ઝિમ્બાબ્વે સામેની આ ટી 20 શ્રેણીમાં રમશે નહીં. રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા ટી-20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. હવે તમને માહિતી આપીએ કે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ભારત સમય અનુસાર મેચ કયા સમયે શરૂ થશે.

ભારતીય સમય પ્રમાણે સાંજે 4.30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ ટી 20 મેચની શ્રેણી 6 જુલાઈથી શરૂ થશે, જ્યારે આખરી મેચ 14 જુલાઈએ રમાશે. બીજી મેચ 7 જુલાઈએ, ત્રીજી મેચ 10 જુલાઈએ રમાશે જ્યારે ત્રીજી મેચ 13 જુલાઈએ રમાશે. બંને દેશો વચ્ચેની તમામ મેચો હરારે સ્પોર્ટસ કલબ, હરારે ખાતે રમાશે.

ભારતીય સમય અનુસાર તમામ મેચો સાંજે 4.30 વાગ્યાથી શરૂ થશે. જ્યારે આ મેચ ઝિમ્બાબ્વેના સમય અનુસાર બપોરે 1.00 વાગ્યાથી રમાશે. ઝિમ્બાબ્વેએ ભારત સામેની ટી-20 શ્રેણી માટે પણ તેની ટીમની જાહેરાત કરી દીધી છે અને આ ટીમ સિકંદર રઝાની કેપ્ટન્સી હેઠળ ભારત સામે મેદાન પર ઉતરશે.

આ પણ વાંચો –  2024માં સર્યકુમાર યાદવ, 2007માં શ્રીસંત અને 1983માં કપિલ દેવના કેચે બદલી નાખી મેચ, જુઓ Video

ભારત વિ. ઝિમ્બાબ્વે ટી 20 શ્રેણીનો કાર્યક્રમ

  • પ્રથમ ટી-20 – શનિવાર, 6 જુલાઈ, સાંજે 4.30
  • બીજી ટી-20 – રવિવાર, 7 જુલાઈ, સાંજે 4.30
  • ત્રીજી ટી-20 – બુધવાર, 10 જુલાઈ, સાંજે 4.30
  • ચોથી ટી-20 – શનિવાર, 13 જુલાઈ, સાંજે 4.30
  • પાંચમી ટી-20 – રવિવાર, 14 જુલાઈ, સાંજે 4.30

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), શિવમ દુબે, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.

ઝિમ્બાબ્વે : સિકંદર રઝા (કેપ્ટન), ફરાઝ અકરમ, બ્રાયન બેનેટ, જોનાથન કેમ્પબેલ, તેંબાઈ ચતારા, લ્યુક જોંગવે, ઇનોસેંટ કૈયા, ક્લાઇવ મદંડે, વેસ્લી મધેવેરે, તદીવાનાશે મારુમાની, વેલિંગ્ટન મસાકાદઝા, બ્રેન્ડન માવુતા, બ્લેસિંગ મુઝરબાની, ડાયોન માયર્સ, એન્ટમ નકવી, રિચાર્ડ નગારવા, મિલ્ટન શુમ્બા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ