Indian Cricket Team 2023 Schedule: આઈપીએલ-2023ની સિઝન સમાપ્ત થઇ ગઇ છે. આ પછી ભારતીય ક્રિકેટરો ટીમ ઇન્ડિયા તરફથી રમવા માટે તૈયાર થઇ ગયા છે. ટીમ ઇન્ડિયાની શરૂઆત મોટી શ્રેણીથી શરુ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી 11 જૂન દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (WTC Final) ઇંગ્લેન્ડમાં રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ ઇંગ્લેન્ડ પહોંચી ગયા છે. ટીમ ઇન્ડિયા પાસે 10 વર્ષ પછી આઇસીસી ટ્રોફી જીતવાની તક છે. અમે તમને ટીમ ઇન્ડિયાનો 2023નો બાકીનો કાર્યક્રમ જણાવી રહ્યા છીએ.
ભારત વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે
જુલાઇ-ઓગસ્ટમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે. જ્યાં 2 ટેસ્ટ, 3 વન-ડે અને 3 ટી-20 મેચ રમશે.
સપ્ટેમ્બરમાં એશિયા કપ
સપ્ટેમ્બરમાં ભારતીય ટીમ એશિયા કપમાં રમશે. એશિયા કપની યજમાની પાકિસ્તાનને મળેલી છે. જોકે હાલ આ ટૂર્નામેન્ટ ક્યાં રમાશે તે નક્કી નથી. તેનો સત્તાવાર કાર્યક્રમ પણ જાહેર થયો નથી. ટૂર્નામેન્ટ શ્રીલંકામાં રમાય તેવી સંભાવના વધારે છે.
સપ્ટેમ્બર – ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે
એશિયા કપ પુરો થયા પછી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે શ્રેણી રમાશે. ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાશે આવશે અને 3 મેચની વન-ડે શ્રેણી રમશે.
આ પણ વાંચો – આ 5 ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરશે તો 10 વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટમાં ભારત ચેમ્પિયન બનશે
ઓક્ટોબર- નવેમ્બરમાં ભારતમાં યોજાશે વન-ડે વર્લ્ડ કપ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસની સમાપ્તિ પછી ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપમાં રમશે. વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબર થાય તેવી સંભાવના છે. જેમાં 48 મેચો રમાશે. જોકે આઈસીસી તરફથી સત્તાવાર જાહેરાત કરાઇ નથી.
નવેમ્બર-ડિસેમ્બર – ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે
વન-ડે વર્લ્ડ કપ પછી નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં 5 મેચની ટી-20 શ્રેણી રમવા આવશે. આ વર્ષમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રીજી વખત ભારતના પ્રવાશે આવશે.
ડિસેમ્બર-જાન્યુઆરી 2024- ભારત દક્ષિણ આફ્રિકાના પ્રવાસે
ડિસેમ્બર 2023થી જાન્યુઆરી 2024 દરમિયાન ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. જ્યાં 2 ટેસ્ટ, 3 વન-ડે અને 3 ટી 20 મેચ રમશે.





