ભારતીય ટીમને આગામી પાંચ મહિના સુધી શ્વાસ લેવાનો પણ સમય નહીં! જાણો નવેમ્બર 2023 સુધીનો ટીમ ઇન્ડિયાનો કાર્યક્રમ

Indian Cricket Team Schedule 2023 : ભારતીય ટીમ 12 જુલાઇથી વેસ્ટ ઇન્ડીઝ સામે મેચ રમી શ્રેણીની શરૂઆત કરશે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે 2 ટેસ્ટ, 3 વન-ડે અને 5 ટી-20 મેચની શ્રેણી રમશે

Written by Ashish Goyal
July 11, 2023 15:45 IST
ભારતીય ટીમને આગામી પાંચ મહિના સુધી શ્વાસ લેવાનો પણ સમય નહીં! જાણો નવેમ્બર 2023 સુધીનો ટીમ ઇન્ડિયાનો કાર્યક્રમ
12 જુલાઇએ ભારતનો વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ શરુ થશે. આ પછી આગામી પાંચ મહિના સુધી શ્વાસ લેવાનો પણ ટાઇમ હશે નહીં (તસવીર - બીસીસીઆઈ)

Indian Cricket Team 2023 Schedule : જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય પછી ટીમ ઇન્ડિયાને એક મહિનાનો લાંબો બ્રેક મળ્યો હતો. 11 જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનું પરિણામ આવ્યું હતું. આ પછી હવે 12 જુલાઇએ ભારતનો વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ શરુ થશે. આ પછી આગામી પાંચ મહિના સુધી શ્વાસ લેવાનો પણ ટાઇમ હશે નહીં. વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાં બે ટેસ્ટ સિવાય 3 વન-ડે અને પાંચ મેચની ટી-20 શ્રેણી રમાશે. તેની 2 મેચો અમેરિકામાં રમાશે. ભારતીય ટીમ જુલાઇ 2023થી નવેમ્બર 2023 દરમિયાન વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ, આયરલેન્ડ પ્રવાસ, એશિયા કપ, એશિયન ગેમ્સ, ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી, વર્લ્ડ કપ અને પછી ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણી રમશે.

ટીમ ઇન્ડિયાના આગામી 5 મહિનાના કાર્યક્રમ પર એક નજર

ભારતનો વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ

ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે 2 ટેસ્ટ, 3 વન-ડે અને 5 ટી-20 મેચની શ્રેણી રમશે. આ શ્રેણી 12 જુલાઇથી શરુ થશે અને 13 ઓગસ્ટના રોજ પુરી થશે.

ભારતનો આયરલેન્ડ પ્રવાસ

ભારતીય ટીમ ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે આયરલેન્ડનો પ્રવાસ કરશે. પ્રથમ મેચ 18 ઓગસ્ટે, બીજી મેચ 20 ઓગસ્ટ અને ત્રીજી ટી-20 મેચ 23 ઓગસ્ટે રમાશે.

એશિયા કપ 2023

વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને એશિયા કપ 2023 વન-ડે ફોર્મેટમાં રમાશે. બીસીસીઆઈએ પાકિસ્તાનના પ્રવાસે જવાની મનાઇ કરી દીધી છે. આવામાં હાઇબ્રિડ મોડલમાં ટૂર્નામેન્ટ યોજાશે. 4 મેચ પાકિસ્તાનમાં થશે અને 9 મેચ શ્રીલંકામાં રમાશે. ટૂર્નામેન્ટ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. ભારત આ દરમિયાન ગ્રુપ સ્ટેજમાં 2 મેચ રમશે. આ પછી સુપર 4 માં પહોંચવા પર 3 મેચ રમશે. પછી ફાઇનલમાં પહોંચે તો એક મેચ રમશે. આમ ટૂર્નામેન્ટમાં કુલ 6 મેચ રમી શકે છે.

આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : ભારતીય ક્રિકેટ ટીમ ક્યારે અને કોની સામે રમશે મેચ, જાણો ટીમ ઇન્ડિયાનો સંપૂર્ણ કાર્યક્રમ

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ

એશિયા કપ પછી ભારતીચ ટીમ 20 ઓવરના વર્લ્ડ કપ પહેલા ત્રણ મેચોની વન-ડે શ્રેણી ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ માટે ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે આવશે.

એશિયન ગેમ્સ 2023

ગત દિવસોમાં બીસીસીઆઈએ જાણકારી આપી હતી કે ભારત એશિયન ગેમ્સમાં ક્રિકેટમાં ભાગ લેશે. ચીનનાં હાંગઝુમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી આ ગેમ્સ રમાશે. વર્લ્ડ કપમાં ન રમનાર ખેલાડી આ ગેમ્સમાં રમશે. જેમાં ટી-20 મેચ રમાશે.

વર્લ્ડ કપ 2023

ભારતની યજમાનીમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે. 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે ટૂર્નામેન્ટનું આયોજન રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. ટીમ ઇન્ડિયા પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. ગ્રુપ સ્ટેજમાં કુલ 9 મેચ રમાશે. 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે.

ભારત વિ. ઓસ્ટ્રેલિયા ટી-20 શ્રેણી

વન-ડે વર્લ્ડ કપ પછી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવેમ્બર-ડિસેમ્બરમાં 5 મેચની ટી-20 શ્રેણી રમાશે. ભારતમાં રમાનાર આ શ્રેણીનો કાર્યક્રમ હજુ જાહેર થયો નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ