/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Indian-cricket-team.jpg)
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ફાઈલ તસવીર
Team India Openers ODI Record: વન ડે ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા પાસે ચાર ઓપનર છે. રોહિત શર્મા અને કેએલ રાહુલની ગેરહાજરીમાં શુભમન ગીલ અને શિખર ધવન ઇનિંગની શરુઆત કરે છે. ઇનિંગમાં ત્રણ શિખર ધવન, રોહતિ શર્મા અને કેએલ રાહુલને વનડે ક્રિકેટમાં ગણા સમયથી સદી ફટકારી હતી.
કેએલ રાહુલે 20 મહિના પહેલા સદી ફટકારી ન્હોતી
આ ત્રણની વાત કરીએ તો 20 મહિના પહેલા કેએલ રાહુલે શતક લગાવ્યો હતો. તેમણે માર્ચ 2021માં સદી ફટકારી હતી. શિખર ધવને 2019માં અને રોહિત શર્મા વર્ષ 2020થી એક પણ સદી ફટકારી નથી. જ્યારે શુભમન ગિલે ઓગસ્ટ 2022માં શદી ફટકારી હતી. શુભમન ગિલ આ વર્ષથી વન ડે ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો નિયમિત સભ્ય રહ્યો છે.
કેએલ રાહુલની છેલ્લી સદી બાદ વનડેમાં પ્રદર્શન
કેએલ રાહુલે ઇન્ગ્લેન્ડ સામે 26 માર્ચ 2021ના દિવસે પુણેમાં 108 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ કેએલ રાહુલે 7 ઇનિંગ્માં એક અર્ધશક ફટકારી છે. 21 જાન્યુઆરી 2022ના રોજ 55 રન ફટકાર્યા હતા.
રોહિત શર્મા છેલ્લી સદી બાદથી વનડેમાં પ્રદર્શન
રોહિત શર્માએ 19 જાન્યુઆરી 2020ના દિવસે ઓસ્ટ્રેલિયા સામે 119 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ 9 ઇનિંગમાં બે ફિફ્ટી ફટકારી હતી. ઇંગ્લેન્ડ સામે 12 જુલાઈએ 2022ને અણનમ 76 રનની ઇનિંગ રમી હતી.
શિખર ધવનની છેલ્લી સદી બાદથી વનડેમાં પ્રદર્શન
શિખર ધવને 9 જુલાઈ 2019ના ઓસ્ટ્રેલિયા સામે 117 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ તેમણે 30 રનની સદી ફટકારી હતી. આ દરમિયાન તેમણે 12 ફિફ્ટી લગાવી હતી.
શુભમન ગિલની છેલ્લી સદી બાદ વનડેમાં પ્રદર્શન
શુભમન ગિલે વર્ષ 2019માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે 2020 સુધી માત્ર ત્રણ વનડે મેચ રમી હતી. આ વર્ષે વેસ્ટઇન્ડિઝ પ્રવાસ દરમિયાન તેમણે વનડેમાં સતત તક મળી રહી છે. તેમણે આ તકનો ફાયદો ઉઠાવ્યો હતો. તેમણે 22 ઓગસ્ટ 2022 સુધી ઝિમ્બાબ્વે સામે 130 રનોની ઇનિંગ રમી હતી. તેઓ વર્ષ 2022માં 4 ફિફ્ટી અને એક શદી લગાવી ચૂક્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us