/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/yuzvendra-chahal.jpg)
Yuzvendra Chahal: યુઝવેન્દ્ર ચહલ ભારતીય ક્રિકેટ ખેલાડી છે. (Photo: @yuzi_chahal23)
Yuzvendra Chahal Viral Video: ભારતના સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ ટીમની બહાર છે. તે ભલે ટીમ ઈન્ડિયા સાથે જોવા ન મળે પરંતુ સોશિયલ મીડિયા પર તેનો દબદબો છે. યુઝવેન્દ્ર ચહલ તેની સમજશક્તિ અને રમૂજવૃત્તિ માટે જાણીતો છે. જોકે આ વખતે ચહલ સાથે પ્રેંક થઇ ગયું અને ભારતીય બોલરો આ બાબતને લાંબા સમય સુધી સમજી શક્યા નહતા.
યુઝવેન્દ્ર ચહલ સાથે થયું પ્રેંક
યુઝવેન્દ્ર ચહલના સોશિયલ મીડિયા પર એક વીડિયો છે જેમાં તે ગોલ્ફ રમતો જોવા મળી રહ્યો છે. ચહલ શોટ લગાવે છે પરંતુ બોલ દૂર જવાના બદલે ફુટે છે અને તેમાંથી ધુમાડો નીકળવા લાગે છે. પહેલા તો ચહલને સમજાતું નથી કે તેની સાથે શું થયું છે. આ પછી તે વીડિયો બનાવી રહેલા વાનીને જોઇને કહે છે કે તમારી પાસે કંઇક છે. ચહલ જાય છે અને બોલનો બાકીનો ભાગ ઉપાડે છે અને તેને ફેંકી દે છે.
ગોલ્ફ ખેલાડીનો વીડિયો વાયરલ
આ વીડિયો શેર કરતી વખતે વાનીએ કેપ્શનમાં લખ્યું છે કે, 'પ્રેંક કરનાર સાથે મેં પ્રેંક કર્યું. મને લાગે છે કે હવે હું મુશ્કેલીમાં છું. યુઝવેન્દ્ર ચહલનો સ્પોટ થવા બદલ આભાર. તમારી સાથે ગોલ્ફ રમવાનું હંમેશાં સારું લાગે છે. આ વીડિયોને પણ ચહલે પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે.
ચહલ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમ્યો હતો
ઈન્ડિયન લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ થોડા સમય પહેલા સુધી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમી રહ્યો હતો. તે નોર્થમ્પ્ટનશાયર તરફથી રમે છે. લિસેસ્ટરશાયર સામેની મેચમાં તેણે પાંચ વિકેટ ઝડપી હતી. ડર્બીશાયર સામે તેણે પ્રથમ ઈનિંગમાં 45 રન આપીને પાંચ વિકેટ અને બીજી ઈનિંગમાં 54 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે નવમી વખત પાંચ વિકેટ ઝડપી હતી. ચહલે બે કાઉન્ટી મેચમાં 18 વિકેટ ઝડપી હતી.
યુઝવેન્દ્ર ચહલે ભારત માટે 72 વન ડે મેચ રમી છે. આ 72 વન ડેમાં ચહલે 121 વિકેટ ઝડપી છે. આ સાથે જ તેણે ટી20 ક્રિકેટમાં 80 મેચ રમી છે. જેમાં તેણે 96 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us