/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/ms-dhoni-1.jpg)
મહેન્દ્રસિંહ ધોની આઈપીએલનો સૌથી સફળ કેપ્ટન છે (X/Chennai super Kings)
IPL 2024 : આઈપીએલમાં પોતાની ટીમને ચેમ્પિયન બનાવવાની વાત કરવામાં આવે તો તેમાં સૌથી સફળ કેપ્ટન મામલે એમએસ ધોની અને રોહિત શર્મા બરાબરી પર છે. બંનેની કેપ્ટનશિપમાં તેમની ટીમ 5-5 વખત ચેમ્પિયન બની ચૂકી છે, પરંતુ આઇપીએલ 2024માં રોહિત શર્માને હવે મેદાન પર કેપ્ટન તરીકે જોવામાં નહીં આવે કારણ કે તેને મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટન્સી હવે કરવાનો નથી. તેના સ્થાને હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી તરફ જો આ લીગમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતનાર ખેલાડીની વાત કરીએ તો એમએસ ધોની આ મામલે પહેલા નંબર પર છે. જ્યારે રોહિત શર્મા બીજા નંબર પર છે, જ્યારે આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ લિસ્ટમાં ચોથા નંબર પર છે.
આઈપીએલમાં 100થી વધુ મેચ જીતનારો એકમાત્ર કેપ્ટન છે ધોની
2008 થી 2023 સુધી આઈપીએલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતનાર ખેલાડીની વાત કરવામાં આવે તો સીએસકે ટીમનો વર્તમાન કેપ્ટન એમએસ ધોની પહેલા નંબર પર છે. એમએસ ધોનીએ આઈપીએલમાં અત્યાર સુધી કુલ 226 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં તેણે 133 મેચ જીતી છે અને આ લીગમાં 100 કે તેથી વધુ મેચ જીતનાર તે એકમાત્ર કેપ્ટન છે. આ લીગમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતનારા ખેલાડીઓની યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા બીજા ક્રમે છે. રોહિત શર્માએ આ લીગમાં કુલ મળીને 158 મેચોની કેપ્ટનશિપ કરી હતી, જેમાંથી 87 મેચ તેણે જીતી હતી.
આ પણ વાંચો - આઈપીએલ 2024 : હાર્દિક અને શમી વગર ગિલ માટે ટીમ પસંદગી આસાન નહીં રહે, જુઓ ગુજરાત ટાઇટન્સની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન
આઈપીએલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતનારા ખેલાડીઓની યાદીમાં ગૌતમ ગંભીર ત્રીજા નંબર પર છે. ગંભીરે આ લીગમાં અનેક ટીમોની કેપ્ટનશિપ કરી હતી અને કેપ્ટન તરીકે કુલ 129 મેચ રમી હતી, જેમાંથી તેણે 71 મેચ જીતી હતી. આ લિસ્ટમાં વિરાટ કોહલી ચોથા નંબર પર છે, જેણે 143 મેચોમાં કેપ્ટનશિપ કરી અને 66 મેચ જીતી. ડેવિડ વોર્નર આ યાદીમાં પાંચમા સ્થાને છે, જેણે આઈપીએલમાં 83 મેચોમાં કેપ્ટનશિપ કરી હતી અને 40 મેચ જીતી હતી.
IPLમાં સૌથી વધુ મેચ જીતનારા ટોપ 5 કેપ્ટન
- એમએસ ધોની- 133 જીત (226 મેચ)
- રોહિત શર્મા- 87 જીત (158 મેચ)
- ગૌતમ ગંભીર- 71 જીત (129 મેચ)
- વિરાટ કોહલી- 66 જીત (143 મેચ)
- ડેવિડ વોર્નર- 40 મેચ (83 મેચ)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us