IPL Winners List : આઈપીએલ 2025ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ ફાઇનલ મેચ 3 જૂનનો રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે રમાશે. આ મેચમાં જે પણ ચેમ્પિયન બનશે તે પ્રથમ વખત આઈપીએલમાં ચેમ્પિયન બનશે. બન્ને આ પહેલા ક્યારેય ચેમ્પિયન બન્યા નથી. આ પહેલા અમે આઈપીએલ 2008થી આઈપીએલ 2024 સુધી બનેલા ચેમ્પિયન વિશે માહિતી આપી રહ્યા છીએ.
આઈપીએલ 2024, કોલકાતા નાઇટ રાઇડર્સ ચેમ્પિયન
આઈપીએલ 2024નો ફાઇનલ મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયો હતો. કોલકાતાએ 8 વિકેટે વિજય મેળવ્યો હતો. હૈદરાબાદ 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં કોલકાતાએ 10.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. કોલકાતાએ ત્રીજુ ટાઈટલ જીત્યું હતું.
આઈપીએલ 2023, ચેન્નઇ સુપર કિંગ્સ ચેમ્પિયન
આઈપીએલ 2023ની ફાઇનલ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ હતી. ચેન્નઇ સુપર કિંગ્સે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. જવાબમાં વરસાદના કારણે ચેન્નઇને જીતવા માટે 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ચેન્નઇએ 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
આઈપીએલ 2022, ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન
આઈપીએલ 2022ની ફાઇનલ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી. ગુજરાત ટાઇટન્સે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
આઈપીએલ 2021, ચેન્નઇ સુપર કિંગ્સ ચેમ્પિયન
આઈપીએલ 2021ની ફાઇનલ ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઇ હતી. ચેન્નઇનો 27 રને વિજય થયો હતો. ચેન્નઇએ 20 ઓવરમાં 3 વિકેટ 192 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવી શક્યું હતું.
આઈપીએલ 2020, મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન
આઈપીએલ 2020ની ફાઇનલ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ હતી. મુંબઈનો 5 વિકેટે વિજય થયો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટે 156 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 18.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
આઈપીએલ 2019, મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન
આઈપીએલ 2019ની ફાઇનલ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ હતી. મુંબઈનો 1 રને રોમાંચક વિજય થયો હતો. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 7 વિકેટે 148 રન બનાવી શક્યું હતું.
આ પણ વાંચો – આઈપીએલ 2025 : ફાઇનલ પહેલા અમદાવાદમાં હોટલો અને ફ્લાઇટની કિંમતો આસમાને
આઈપીએલ 2018, ચેન્નઇ સુપર કિંગ્સ ચેમ્પિયન
આઈપીએલ 2018ની ફાઇનલ ચેન્નઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. ચેન્નઇનો 8 વિકેટે વિજય થયો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇએ 18.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
આઈપીએલ 2017, મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન
આઈપીએલ 2017ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. મુંબઈનો 1 રને રોમાંચક વિજય થયો હતો. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન બનાવ્યા હતા. જવાબમાં પૂણે 20 ઓવરમાં 6 વિકેટે 128 રન બનાવી શક્યું હતું.
આઈપીએલ 2016, સનરાઇઝર્સ હૈદરાબાદ ચેમ્પિયન
આઈપીએલ 2016ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થયો હતો. હૈદરાબાદનો 8 રને વિજય થયો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓરમાં 7 વિકેટે 200 રન બનાવી શક્યું હતું.
આઈપીએલ 2015, મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન
આઈપીએલ 2015ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. મુંબઈનો 41 રને વિજય થયો હતો. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 8 વિકેટે 161 રન બનાવી શક્યું હતું.
આઈપીએલ 2014, કોલકાતા નાઇટ રાઇડર્સ ચેમ્પિયન
આઈપીએલ 2014માં કોલકાતા નાઇટ રાઇડર્સ 3 વિકેટે વિજય મેળવી ચેમ્પિયન બન્યું હતું. ફાઇનલ મુકાબલો કોલકાતા અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાયો હતો. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 19.3 ઓવરમાં 7 વિકેટે 200 રન બનાવી લીધા હતા.
આઈપીએલ 2013, મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન
આઈપીએલ 2013માં મુંબઈ ઇન્ડિયન્સ પ્રથમ વખત ચેમ્પિયન બન્યું હતું. ફાઇનલ મુકાબલો મુંબઈ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયો હતો. મુંબઈનો 23 રને વિજય થયો હતો. મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટે 148 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 9 વિકેટે 125 રન બનાવી શક્યું હતું.
આઈપીએલ 2012, કોલકાતા નાઇટ રાઇડર્સ ચેમ્પિયન
આઈપીએલ 2012માં કોલકાતા નાઇટ રાઇડર્સ 5 વિકેટે વિજય મેળવી ચેમ્પિયન બન્યું હતું. ફાઇનલ મુકાબલામાં ચેન્નઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટે 190 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
આઈપીએલ 2011, ચેન્નઇ સુપર કિંગ્સ ચેમ્પિયન
આઈપીએલ 2011ની ફાઇનલ મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઇ હતી. ચેન્નઇએ 58 રને વિજય મેળવ્યો હતો. ચેન્નઇએ 20 ઓવરમાં 5 વિકેટે 205 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવી શક્યું હતું.
આઈપીએલ 2010, ચેન્નઇ સુપર કિંગ્સ ચેમ્પિયન
આઈપીએલ 2010ની ફાઇનલ ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી. ચેન્નઇનો 22 રને વિજય થયો હતો. ચેન્નઇએ 20 ઓવરમાં 5 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવી શક્યું હતું.
આઈપીએલ 2009, ડેક્કન ચાર્જસ ચેમ્પિયન
આઈપીએલની બીજી સિઝનમાં ડેક્કન ચાર્જસ ચેમ્પિયન બન્યું હતું. ડેક્કન ચાર્જસ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. ડેક્કને 20 ઓવરમાં 6 વિકેટે 143 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 9 વિકેટે 137 રન બનાવી શક્યું હતું. ડેક્કને 6 રને વિજય મેળવ્યો હતો.
આઈપીએલ 2008, રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન
આઈપીએલની શરૂઆત 2008માં થઇ હતી. પ્રથમ સિઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાયો હતો. રાજસ્થાનનો 3 વિકેટે વિજય થયો હતો. ચેન્નઇએ 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટે 164 રન બનાવી લીધા હતા.