અમદાવાદમાં યોજાશે દિલધડક બાઇક રેસિંગ, ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાઇડર્સ ભાગ લેશે

Indian Supercross Racing League : આ રેસ 11 ફ્રેબુઆરીને રવિવારના રોજ અમદાવાદ એકા અરેના ટ્રાન્સસ્ટેડિયામાં યોજાશે, આ રેસમાં કુલ 48 ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાઇડર્સ ભાગ લઈ રહ્યા છે

Indian Supercross Racing League : આ રેસ 11 ફ્રેબુઆરીને રવિવારના રોજ અમદાવાદ એકા અરેના ટ્રાન્સસ્ટેડિયામાં યોજાશે, આ રેસમાં કુલ 48 ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાઇડર્સ ભાગ લઈ રહ્યા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Indian Supercross Racing League, ISRL

ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (ISRL) ની બીજી રેસ અમદાવાદમાં યોજાશે

Indian Supercross Racing League : અમદાવાદમાં બાઇક રેસિંગના ચાહકો માટે સારા સમાચાર છે. ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (ISRL)ની પ્રથમ સિઝન રમાઇ રહી છે. પ્રથમ સિઝનની બીજી રેસ 11 ફ્રેબુઆરીને રવિવારના રોજ અમદાવાદ એકા અરેના ટ્રાન્સસ્ટેડિયામાં યોજાશે. આ પછી ત્રીજી રેસ 25 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં યોજાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રેસનું ઉદ્ઘાટન કરશે.

Advertisment

પ્રથમ સિઝનમાં છ ટીમો ભાગ લઇ રહી છે

પ્રથમ સિઝનમાં છ ટીમો ભાગ લઇ રહી છે. દરેક ટીમમાં 8-8 રેસર છે. આ રેસમાં કુલ 48 ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાઇડર્સ ભાગ લઈ રહ્યા છે. સુપરક્રોસ એ મોટરસાયકલ રેસિંગ છે. રેસર્સ સુપરક્રોસ રેસિંગ દરમિયાન સ્ટંટ કરતા જોવા મળશે. પ્રથમ સિઝન ચાર કેટેગરીમાં રમાઇ રહી છે. જેમાં 450 સીસી ઇન્ટરનેશનલ રાઇડર્સ, 250 સીસી ઇન્ટરનેશનલ, 250 સીસી ઇન્ડિયા-એશિયા મિક્સ અને 85સીસી જુનિયર ઇન્ડિયા-એશિયા મિક્સ સામેલ છે.

આઈએસઆરએલના સહ-સ્થાપક વીર પટેલે કહ્યું હતું કે ગુજરાતે મારો જુસ્સો વધારવા માટે મને પ્રથમ પ્લેટફોર્મ આપ્યું છે અને હું મારા રાજ્યએ મને આપેલો સહકાર, પ્રેમ અને માર્ગદર્શન માટે આભારી છું. ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ એ માત્ર રેસિંગ નથી તે ભારતમાં મોટરસ્પોર્ટ્સના મૂળ સારને પુનવ્યાખ્યાયિત કરવાની એક સફર છે.

આ પણ વાંચો - ઇશાન કિશન પ્લેઇંગ 11માં આ ખેલાડીની પસંદગીથી નારાજ હતો : રિપોર્ટ

Advertisment

તેમણે કહ્યું કે લગભગ 80 ટકા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ સાથે પોડિયમ માટે 48 રાઇડર્સ સ્પર્ધા કરી રહ્યા છે. અમે ભારતને સુપરક્રોસ વિશ્વના કેન્દ્રસ્થાને લાવવાનો લક્ષ્ય ધરાવીએ છીએ.

શું છે સુપરક્રોસ રેસિંગ

ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ વિશ્વની પ્રથમ ફ્રેન્ચાઇઝી રેસિંગ લીગ છે. જેમ ક્રિકેટમાં આઇપીએલ, ફૂટબોલમાં આઇએસએલ અને કબડ્ડીમાં પીકેએલ હોય છે. તેવી જ રીતે હવે બાઇક રેસિંગમાં પણ આઇએસઆરએલની શરૂઆત થઇ ગઇ છે.

ગુજરાતી ન્યૂઝ Bhupendra Patel અમદાવાદ ગુજરાત સ્પોર્ટ્સ