India squad for asia cup 2023 : બીસીસીઆઇ આજે એટલે કે 21 ઓગસ્ટે નવી દિલ્હીમાં એશિયા કપ માટે અપની ટીમની જાહેરાત થઈ છે. બીસીસીઆઈએ પાકિસ્તાન અને શ્રીલંકામાં થનારી આ ટૂર્નામેન્ટ માટે 17 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. એનસીએમાં હાજર શ્રેયસ અય્યર, કેએલ રાહુલને ટીમમાં જગ્યા મળી છે જ્યારે સ્પિન બોલર યુજવેન્દ્ર ચહલને જગ્યા મળી નથી. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ટીમને ઉપ કેપ્ટન પસંદ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપ પહેલા આ ટૂર્નામેન્ટને ખુબ જ મહત્વની માનવામાં આવે છે. સ્ટાર બોલર શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની ફિટનેસ પર સ્થિતિ ચોખ્ખી થઈ નથી.
કોઈ માટે બંધ નથી દરવાજા
રોહિત શર્માએ ઓફ સ્પિનરના પ્રશ્ન પર કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે કોઈ એવો ખેલાડી હોય જે આઠમા અને નવમાં નંબરે બેટિંગ કરી શકે. અક્ષરે બેટિંગ અને બોલિંગ બંનેમાં સારું પ્રદર્શન કર્યું છે. અમે સુંદર અને અશ્વિન અંગે પણ વાત કરી હતી. કોઈ માટે દરવાજા બંધ નથી. અમે ચહલ, અશ્વિન અને વોશિંગટન જેની જરૂરત પડશે તેને ટીમમાં તક આપીશું.
એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત
રોહિત શર્મા, ઈશાન કિશન, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજૂ સૈમસન.





