IPL 2023, GT vs CSK live Streaming : આઈપીએલ 2023 આજથી શરૂ થશે. ક્રિકેટ ફેંસની ઇન્તજારનો અંત આવનારો છે. દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી એડિશન શરુઆત આજે શુક્રવાર 31 માર્ચ 2023ના રોજ સાંજે થશે. આઇપીએલ 16ની પહેલી મેચ આઇપીએલ -15ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળની ચાર વખત ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ બ્લોકબસ્ટર મુકાબલા પહેલા જાણી લો કે લાઇવ ટેલિકાસ્ટ અને લાઇવ સ્ટ્રીમિંગ સહિત અન્ય જાણકારીઓ.
IPL 16ની પહેલી મેચ ક્યારે રમાશે?
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે આઇપીએલ 2023ની પહેલી મેચ 31 માર્ચ 2023ના દિવસે સાંજે 7.30 વાગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ રમાશે.
IPL 16ની પહેલી મેચ ક્યાં રમાશે?
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે આઇપીએલ 2023ની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. અહીં નોંધનિય છે કે અમદાવાદનું આ સ્ટેડિયમ વિશ્વનું ઉચ્ચ કોટીનું સ્ટેડિયમ છે.
IPL 16ની પહેલી મેચ કેટલા વાગે રમાશે?
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે આઇપીએલ 2023ની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. શુક્રવારે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરુ થશે.
IPL 16ની પહેલી મેચનો ટોસ કેટલા વાગે થશે?
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે આઇપીએલ 2023ની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. શુક્રવારે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરુ થશે.જોકે, મેચ માટે 7 વાગે ટોસ ઉછાળવામાં આવશે.
કઇ ટીવી ચેનલ પર IPL 16ની પહેલી મેચનું પ્રસારણ થશે?
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે આઇપીએલ 2023ની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચનું પ્રસારણ ભારતમાં સ્ટાર સ્પોટ્સ નેટવર્ક ઉપર હિન્દી અને અંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાં કોમેન્ટ્રીન સાથે કરવામાં આવશે.
IPL 16ની પહેલી મેચનું લાઇવ ટ્રીમીગ ક્યાં થશે?
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે આઇપીએલ 2023ની પહેલી મેચને ભારતમાં Jio Cinema એપ અને વેબસાઇટ ઉપર લાઇવ સ્ટીમ કરવામાં આવશે.
ગુજરાત અને ચેન્નઇની પહેલી મેચમાં ઓફિશિયલ્સ કોણ હશે?
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે આઇપીએલ 2023ની પહેલી મેચમાં મેદાનમાં એમ્પાયરિંગની જવાબદારી નિતિન મેનન અને સૈયદ ખાલિદ સંભાળશે.થર્ડ એમ્પાયર વીરેન્દ્ર શર્મા હશે. મેચમાં રેફરી જવાગલ શ્રીનાથ હશે.