આઈપીએલ 2023 : ચેન્નઇના ગઢમાં 15 વર્ષ રાજસ્થાન રોયલ્સનો વિજય, ધોની અંતિમ બોલમાં સિક્સ ના ફટકારી શક્યો

IPL 2023 CSK vs RR Score: રાજસ્થાનના 20 ઓવરમાં 8 વિકેટે 175 રન, ચેન્નઇએ 20 ઓવરમાં 6 વિકેટે 172 રન બનાવ્યા, રાજસ્થાન રોયલ્સનો 3 રને રોમાંચક વિજય

IPL 2023 CSK vs RR Score: રાજસ્થાનના 20 ઓવરમાં 8 વિકેટે 175 રન, ચેન્નઇએ 20 ઓવરમાં 6 વિકેટે 172 રન બનાવ્યા, રાજસ્થાન રોયલ્સનો 3 રને રોમાંચક વિજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2023 CSK vs RR

IPL 2023 CSK vs RR : ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો

IPL 2023 CSK vs RR Score: જોશ બટલરની અડધી સદી પછી બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2023માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 3 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 6 વિકેટે 172 રન બનાવી શક્યું હતું. ધોની અંતિમ બોલ પર સિક્સર ફટકારી શક્યો ન હતો. રાજસ્થાન ચેન્નઇના ચેપોકમાં બીજી વખત જીતવા સફળ રહ્યું છે. તેણે 15 વર્ષ પછી આ મેદાનમાં જીત મેળવી છે. આ પહેલા 23 મે 2008ના રોજ જીત મેળવી હતી.

Advertisment

બન્ને ટીમો આ પ્રકારે છે

રાજસ્થાન રોયલ્સ – જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડ્ડીકલ, સંજૂ સેમસન (કેપ્ટન), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, જેસોન હોલ્ડર, કુલદીપ સેન, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા.

ચેન્નઇ સુપર કિંગ્સ - ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઇન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, સિસાંડા મગાલા, તુષાર દેશપાંડે, મહીળ થીક્ષણા, આકાશ સિંહ.

  • Apr 12, 2023 23:48 IST

    15 વર્ષ પછી ચેન્નઇના ચેપોકમાં રાજસ્થાને જીત મેળવી

    ધોની અંતિમ બોલ પર સિક્સર ફટકારી શક્યો ન હતો. રાજસ્થાન ચેન્નઇના ચેપોકમાં બીજી વખત જીતવા સફળ રહ્યું છે. તેણે 15 વર્ષ પછી આ મેદાનમાં જીત મેળવી છે. આ પહેલા 23 મે 2008ના રોજ જીત મેળવી હતી.



  • Apr 12, 2023 23:44 IST

    અંતિમ બોલમાં રાજસ્થાનનો વિજય

    — IndianPremierLeague (@IPL) April 12, 2023



  • Advertisment
  • Apr 12, 2023 23:42 IST

    ધોનીના અણનમ 32 રન

    એમએસ ધોની 17 બોલમાં 1 ફોર, 3 સિક્સર સાથે 32 રને અણનમ રહ્યો. જાડેજા 15 બોલમાં 1 ફોર, 2 સિક્સર સાથે 25 રને અણનમ રહ્યો.



  • Apr 12, 2023 23:39 IST

    રાજસ્થાન રોયલ્સનો 3 રને રોમાંચક વિજય

    રાજસ્થાન રોયલ્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે 3 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 6 વિકેટે 172 રન બનાવી શક્યું.



  • Apr 12, 2023 22:54 IST

    ડેવોન કોનવે 50 રને આઉટ

    ડેવોન કોનવે 38 બોલમાં 6 ફોર સાથે 50 રન બનાવી ચહલનો શિકાર બન્યો. ચેન્નઇએ 113 રને છઠ્ઠી વિકેટ ગુમાવી. એમએસ ધોની બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો.



  • Apr 12, 2023 22:47 IST

    અંબાતી રાયડુ 1 રને આઉટ

    અંબાતી રાયડુ 1 રને ચહલની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇના 14.3 ઓવરમાં 5 વિકેટે 108 રન.



  • Apr 12, 2023 22:46 IST

    મોઇન અલી 7 રને આઉટ

    મોઇન અલી 7 રન બનાવી એડમ ઝમ્પાની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇએ 102 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Apr 12, 2023 22:44 IST

    ચેન્નઇના 100 રન

    ચેન્નઇએ 13.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.



  • Apr 12, 2023 22:38 IST

    શિવમ દુબે 8 રને આઉટ

    શિવમ દુબે 8 રન બનાવી અશ્વિનની ઓવરમાં એલબી આઉટ થયો. ચેન્નઇએ 92 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Apr 12, 2023 22:22 IST

    અજિંક્ય રહાણે 31 રને આઉટ

    અજિંક્ય રહાણે 19 બોલમાં 2 ફોર, 1 સિક્સર સાથે 31 રન બનાવી અશ્વિનની ઓવરમાં એલબી આઉટ થયો. ચેન્નઇએ 78 રને બીજી વિકેટ ગુમાવી.



  • Apr 12, 2023 22:01 IST

    ચેન્નઇએ 6.5 ઓવરમાં 50 રન બનાવ્યા

    ચેન્નઇએ પાવરપ્લેમાં 6 ઓવરમાં 1 વિકેટે 45 રન બનાવ્યા. 6.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.



  • Apr 12, 2023 21:44 IST

    ઋતુરાજ ગાયકવાડ 8 રને આઉટ

    ચેન્નઇને પ્રથમ ફટકો. ઋતુરાજ ગાયકવાડ 8 રન બનાવી સંદીપ શર્માનો શિકાર બન્યો. 10 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 12, 2023 21:34 IST

    ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ઓપનિંગમાં ઉતર્યા

    ચેન્નઇના ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ઓપનિંગમાં ઉતર્યા. સંદીપ શર્માની પ્રથમ ઓવરમાં 7 રન ફટકાર્યા.



  • Apr 12, 2023 21:18 IST

    હેટમાયરના અણનમ 30 રન

    હેટમાયર 18 બોલમાં 2 ફોર, 2 સિક્સર સાથે 30 રને અણનમ રહ્યો. ચેન્નઇ તરફથી આકાશ સિંહ, તુષાર દેશપાંડે અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ ઝડપી. મોઇન અલીને 1 વિકેટ મળી.



  • Apr 12, 2023 21:15 IST

    રાજસ્થાન રોયલ્સના 20 ઓવરમાં 8 વિકેટે 175 રન

    રાજસ્થાન રોયલ્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે 20 ઓવરમાં 8 વિકેટે 175 રન બનાવ્યા. ચેન્નઇને જીતવા માટે 176 રનનો પડકાર મળ્યો છે



  • Apr 12, 2023 20:53 IST

    જોશ બટલર 52 રને આઉટ

    જોશ બટલર 36 બોલમાં 1 ફોર, 3 સિક્સર સાથે 52 રન બનાવી મોઇન અલીની ઓવરમાં બોલ્ડ થયો. રાજસ્થાને 142 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Apr 12, 2023 20:52 IST

    અશ્વિન 30 રને આઉટ

    રવિચંદ્રન અશ્વિન 22 બોલમાં 1 ફોર, 2 સિક્સર સાથે 30 રન બનાવી આકાશ સિંહનો શિકાર બન્યો. 135 રને ચોથી વિકેટ ગુમાવી



  • Apr 12, 2023 20:32 IST

    રાજસ્થાન રોયલ્સના 100 રન

    રાજસ્થાન રોયલ્સના 11.3 ઓવરમાં 100 રન પુરા કર્યા



  • Apr 12, 2023 20:31 IST

    સંજૂ સેમસન ખાતું ખોલાયા વિના આઉટ

    સંજૂ સેમસન 2 બોલમાં 00 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો. રાજસ્થાને 88 રને ત્રીજી વિકેટ ગુમાવી



  • Apr 12, 2023 20:29 IST

    દેવદત્ત પડ્ડીકલે 38 રન આઉટ

    દેવદત્ત પડ્ડીકલના 26 બોલમાં 5 ફોર સાથે 38 રન. જાડેજાની ઓવરામાં કેચ આઉટ થયો.



  • Apr 12, 2023 20:26 IST

    રાજસ્થાને પાવરપ્લેમાં 1 વિકેટે 57 રન બનાવ્યા.



  • Apr 12, 2023 20:25 IST

    રાજસ્થાનના 50 રન

    રાજસ્થાન રોયલ્સે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.



  • Apr 12, 2023 19:52 IST

    યશસ્વી જયસ્વાલ 10 રને આઉટ

    યશસ્વી જયસ્વાલ 10 રને તુષાર દેશપાંડેની ઓવરમાં આઉટ થયો. રાજસ્થાને 11 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 12, 2023 19:50 IST

    યશસ્વી જયસ્વાલ અને જોશ બટલર ઓપનિંગમાં ઉતર્યા

    યશસ્વી જયસ્વાલ અને જોશ બટલર ઓપનિંગમાં ઉતર્યા. આકાશ સિંહની પ્રથમ ઓવરમાં 8 રન ફટકાર્યા.



  • Apr 12, 2023 19:15 IST

    ચેન્નઇ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

    ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઇન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, સિસાંડા મગાલા, તુષાર દેશપાંડે, મહીળ થીક્ષણા, આકાશ સિંહ.



  • Apr 12, 2023 19:15 IST

    રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન

    જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડ્ડીકલ, સંજૂ સેમસન (કેપ્ટન), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, જેસોન હોલ્ડર, કુલદીપ સેન, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા.



  • Apr 12, 2023 19:08 IST

    બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસને મહેન્દ્રસિંહ ધોનીને સન્માનિત કર્યો

    બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસને મહેન્દ્રસિંહ ધોનીને સન્માનિત કર્યો હતો. ધોની કેપ્ટન તરીકે 200મી મેચ રમી રહ્યો છે. આ ખાસ પ્રસંગે શ્રીનિવાસને ધોનીને મોમેન્ટો આપ્યો હતો. તેના પર થાલા 200 લખેલું છે.

    — CricketMAN2 (@ImTanujSingh) April 12, 2023



  • Apr 12, 2023 19:05 IST

    ચેન્નઇએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો



  • Apr 12, 2023 18:43 IST

    ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ

    — Chennai Super Kings (@ChennaiIPL) April 12, 2023



  • Apr 12, 2023 18:39 IST

    મહેન્દ્રસિંહ ધોનીની સીએસકેના કેપ્ટન તરીકે 200મી મેચ

    મહેન્દ્રસિંહ ધોની માટે આ મેચ ઘણી ખાસ રહેશે. ધોનીની સીએસકેના કેપ્ટન તરીકે આ 200મી મેચ છે



  • Apr 12, 2023 18:39 IST

    ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ

    આજે આઈપીએલ 2023માં 17મી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મુકાબલો ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.



રાજસ્થાન રોયલ્સ chennai super kings Mahendra Singh Dhoni ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ