IPL 2023 CSK vs RR Score: જોશ બટલરની અડધી સદી પછી બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2023માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 3 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 6 વિકેટે 172 રન બનાવી શક્યું હતું. ધોની અંતિમ બોલ પર સિક્સર ફટકારી શક્યો ન હતો. રાજસ્થાન ચેન્નઇના ચેપોકમાં બીજી વખત જીતવા સફળ રહ્યું છે. તેણે 15 વર્ષ પછી આ મેદાનમાં જીત મેળવી છે. આ પહેલા 23 મે 2008ના રોજ જીત મેળવી હતી.
બન્ને ટીમો આ પ્રકારે છે
રાજસ્થાન રોયલ્સ – જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડ્ડીકલ, સંજૂ સેમસન (કેપ્ટન), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, જેસોન હોલ્ડર, કુલદીપ સેન, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા.
ચેન્નઇ સુપર કિંગ્સ – ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઇન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, સિસાંડા મગાલા, તુષાર દેશપાંડે, મહીળ થીક્ષણા, આકાશ સિંહ.
ધોની અંતિમ બોલ પર સિક્સર ફટકારી શક્યો ન હતો. રાજસ્થાન ચેન્નઇના ચેપોકમાં બીજી વખત જીતવા સફળ રહ્યું છે. તેણે 15 વર્ષ પછી આ મેદાનમાં જીત મેળવી છે. આ પહેલા 23 મે 2008ના રોજ જીત મેળવી હતી.
એમએસ ધોની 17 બોલમાં 1 ફોર, 3 સિક્સર સાથે 32 રને અણનમ રહ્યો. જાડેજા 15 બોલમાં 1 ફોર, 2 સિક્સર સાથે 25 રને અણનમ રહ્યો.
રાજસ્થાન રોયલ્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે 3 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 6 વિકેટે 172 રન બનાવી શક્યું.
ડેવોન કોનવે 38 બોલમાં 6 ફોર સાથે 50 રન બનાવી ચહલનો શિકાર બન્યો. ચેન્નઇએ 113 રને છઠ્ઠી વિકેટ ગુમાવી. એમએસ ધોની બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો.
અંબાતી રાયડુ 1 રને ચહલની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇના 14.3 ઓવરમાં 5 વિકેટે 108 રન.
મોઇન અલી 7 રન બનાવી એડમ ઝમ્પાની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇએ 102 રને ચોથી વિકેટ ગુમાવી.
ચેન્નઇએ 13.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
શિવમ દુબે 8 રન બનાવી અશ્વિનની ઓવરમાં એલબી આઉટ થયો. ચેન્નઇએ 92 રને ત્રીજી વિકેટ ગુમાવી.
અજિંક્ય રહાણે 19 બોલમાં 2 ફોર, 1 સિક્સર સાથે 31 રન બનાવી અશ્વિનની ઓવરમાં એલબી આઉટ થયો. ચેન્નઇએ 78 રને બીજી વિકેટ ગુમાવી.
ચેન્નઇએ પાવરપ્લેમાં 6 ઓવરમાં 1 વિકેટે 45 રન બનાવ્યા. 6.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
ચેન્નઇને પ્રથમ ફટકો. ઋતુરાજ ગાયકવાડ 8 રન બનાવી સંદીપ શર્માનો શિકાર બન્યો. 10 રને પ્રથમ વિકેટ ગુમાવી.
ચેન્નઇના ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ઓપનિંગમાં ઉતર્યા. સંદીપ શર્માની પ્રથમ ઓવરમાં 7 રન ફટકાર્યા.
હેટમાયર 18 બોલમાં 2 ફોર, 2 સિક્સર સાથે 30 રને અણનમ રહ્યો. ચેન્નઇ તરફથી આકાશ સિંહ, તુષાર દેશપાંડે અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ ઝડપી. મોઇન અલીને 1 વિકેટ મળી.
રાજસ્થાન રોયલ્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે 20 ઓવરમાં 8 વિકેટે 175 રન બનાવ્યા. ચેન્નઇને જીતવા માટે 176 રનનો પડકાર મળ્યો છે
જોશ બટલર 36 બોલમાં 1 ફોર, 3 સિક્સર સાથે 52 રન બનાવી મોઇન અલીની ઓવરમાં બોલ્ડ થયો. રાજસ્થાને 142 રને પાંચમી વિકેટ ગુમાવી.
રવિચંદ્રન અશ્વિન 22 બોલમાં 1 ફોર, 2 સિક્સર સાથે 30 રન બનાવી આકાશ સિંહનો શિકાર બન્યો. 135 રને ચોથી વિકેટ ગુમાવી
રાજસ્થાન રોયલ્સના 11.3 ઓવરમાં 100 રન પુરા કર્યા
સંજૂ સેમસન 2 બોલમાં 00 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો. રાજસ્થાને 88 રને ત્રીજી વિકેટ ગુમાવી
દેવદત્ત પડ્ડીકલના 26 બોલમાં 5 ફોર સાથે 38 રન. જાડેજાની ઓવરામાં કેચ આઉટ થયો.
રાજસ્થાને પાવરપ્લેમાં 1 વિકેટે 57 રન બનાવ્યા.
રાજસ્થાન રોયલ્સે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
યશસ્વી જયસ્વાલ 10 રને તુષાર દેશપાંડેની ઓવરમાં આઉટ થયો. રાજસ્થાને 11 રને પ્રથમ વિકેટ ગુમાવી.
યશસ્વી જયસ્વાલ અને જોશ બટલર ઓપનિંગમાં ઉતર્યા. આકાશ સિંહની પ્રથમ ઓવરમાં 8 રન ફટકાર્યા.
ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઇન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, સિસાંડા મગાલા, તુષાર દેશપાંડે, મહીળ થીક્ષણા, આકાશ સિંહ.
જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડ્ડીકલ, સંજૂ સેમસન (કેપ્ટન), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, જેસોન હોલ્ડર, કુલદીપ સેન, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા.
બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસને મહેન્દ્રસિંહ ધોનીને સન્માનિત કર્યો હતો. ધોની કેપ્ટન તરીકે 200મી મેચ રમી રહ્યો છે. આ ખાસ પ્રસંગે શ્રીનિવાસને ધોનીને મોમેન્ટો આપ્યો હતો. તેના પર થાલા 200 લખેલું છે.
રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
મહેન્દ્રસિંહ ધોની માટે આ મેચ ઘણી ખાસ રહેશે. ધોનીની સીએસકેના કેપ્ટન તરીકે આ 200મી મેચ છે
આજે આઈપીએલ 2023માં 17મી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મુકાબલો ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.