આઈપીએલ 2023 : ચેન્નઇ સુપર કિંગ્સે પ્રથમ જીત મેળવી, લખનૌ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું

IPL 2023 CSK vs LSG : ઋતુરાજ ગાયકવાડની અડધી સદી, મોઇન અલીની 4 વિકેટ

IPL 2023 CSK vs LSG : ઋતુરાજ ગાયકવાડની અડધી સદી, મોઇન અલીની 4 વિકેટ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2023

IPL 2023 CSK vs LSG : ચેન્નઇ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

ઋતુરાજ ગાયકવાડની અડધી સદી બાદ મોઇન અલીની ચુસ્ત બોલિંગની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 12 રને વિજય મેળવ્યો છે. ચેન્નઇએ આ સિઝનમાં પ્રથમ જીત મેળવી છે. ચેન્નઇએ 20 ઓવરમાં 7 વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌ 20 ઓવરમાં 7 વિકેટે 205 રન બનાવી શક્યું હતું.

Advertisment
  • Apr 03, 2023 23:50 IST

    — IndianPremierLeague (@IPL) April 3, 2023



  • Apr 03, 2023 23:44 IST

    ચેન્નઇનો 12 રને વિજય

    લખનૌએ 20 ઓવરમાં 7 વિકેટે 205 રન બનાવ્યા. ચેન્નઇનો 12 રને વિજય



  • Advertisment
  • Apr 03, 2023 23:44 IST

    નિકોલસ પૂરનના 18 બોલમાં 32 રન

    નિકોલસ પૂરનના 18 બોલમાં 32 રન. લખનૌએ 156 રને છઠ્ઠી વિકેટ ગુમાવી



  • Apr 03, 2023 23:03 IST

    લખનૌ સુપર જાયન્ટ્સના 150 રન

    લખનૌ સુપર જાયન્ટ્સે 15 ઓવરમાં 5 વિકેટે 150 રન બનાવ્યા. નિકોલસ પૂરન અને આયુષ બદોની રમતમાં



  • Apr 03, 2023 23:02 IST

    સ્ટોઇનિસને 21 રને આઉટ

    સ્ટોઇનિસને 21 રને આઉટ કરી મોઇન અલીએ ચોથી વિકેટ ઝડપી. લખનૌએ 130 રને પાંચમી વિકેટ ગુમાવી



  • Apr 03, 2023 22:44 IST

    ક્રુણાલ પંડ્યા આઉટ

    ક્રુણાલ પંડ્યા 9 રને મોઇન અલીનો શિકાર બન્યો. લખનૌએ 105 રને ચોથી વિકેટ ગુમાવી



  • Apr 03, 2023 22:42 IST

    લખનૌએ 9.1 ઓવરમાં 100 રન પુરા કર્યા



  • Apr 03, 2023 22:27 IST

    કેએલ રાહુલ આઉટ

    કેપ્ટન કેએલ રાહુલ 18 બોલમાં 20 રન બનાવી મોઇન અલીનો શિકાર બન્યો હતો.



  • Apr 03, 2023 22:26 IST

    દિપક હુડા 2 રને આઉટ

    દિપક હુડા 2 રન બનાવી સેન્ટનરનો શિકાર બન્યો. લખનૌએ 82 રને બીજી વિકેટ ગુમાવી



  • Apr 03, 2023 22:17 IST

    કાઇલ માયર્સે 21 બોલમાં અડધી સદી ફટકારી

    કાઇલ માયર્સે 21 બોલમાં અડધી સદી ફટકારી. તે 22 બોલમાં 8 ફોર, 2 સિક્સર ફટકારી 53 રને મોઇન અલીનો શિકાર બન્યો. લખનૌએ 79 રને પ્રથમ વિકેટ ગુમાવી



  • Apr 03, 2023 22:06 IST

    લખનૌએ 3.4 ઓવરમાં 50 રન પુરા કર્યા



  • Apr 03, 2023 21:58 IST

    ત્રીજી ઓવરમાં 3 ફોર ફટકારી

    લખનૌની શાનદાર શરૂઆત. બીજી ઓવરમાં મેયર્સે ચાહરની ઓવરમાં 3 ફોર ફટકારી. 3 ઓવરમાં વિના વિકેટે 38 રન



  • Apr 03, 2023 21:46 IST

    કેએલ રાહુલ અને કાઇલ મેયર્સ ઓપનિંગમાં ઉતર્યા

    કેએલ રાહુલ અને કાઇલ મેયર્સ ઓપનિંગમાં ઉતર્યા. પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા



  • Apr 03, 2023 21:33 IST

    ધોનીએ આઈપીએલમાં 5000 રન પુરા કર્યા

    ધોનીએ લખનૌ સામે બે બોલમાં બે સિક્સર ફટકારીને આઈપીએલમાં પોતાના 5000 રન પુરા કર્યા છે. તે આઈપીએલમાં પાંચ હજાર રન બનાવનાર સાતમો બેટ્સમેન બન્યો છે.



  • Apr 03, 2023 21:25 IST

    લખનૌ સુપર જાયન્ટ્સને 218 રનનો પડકાર

    ઋતુરાજ ગાયકવાડની અડધી સદી અને ડેવોન કોનવેના 47 રનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2023 માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 20 ઓવરમાં 7 વિકેટે 217 રન બનાવી લીધા છે.



  • Apr 03, 2023 21:22 IST

    ધોનીની બે બોલમાં બે સિક્સર

    એમએસ ધોનીએ મેદાનમાં આવતાની સાથે જ બે બોલમાં બે સિક્સર ફટકારી દર્શકોનો ઉત્સાહ વધારી દીધો



  • Apr 03, 2023 21:15 IST

    સીએસકેના 200 રન

    ચેન્નઇ સુપર કિંગ્સે 18. 4 ઓવરમાં 200 રન પુરા કર્યા



  • Apr 03, 2023 21:11 IST

    ચેન્નઇ સુપર કિંગ્સના 18 ઓવરમાં 5 વિકેટે 194 રન

    ચેન્નઇ સુપર કિંગ્સના 18 ઓવરમાં 5 વિકેટે 194 રન. અંબાતી રાયડુ અને રવિન્દ્ર જાડેજા રમતમાં



  • Apr 03, 2023 21:10 IST

    મોઇન અલી 19 રને આઉટ

    મોઇન અલી 19 રને રવિ બિશ્નોઇ અને બેન સ્ટોક્સ 8 રને આવેશ ખાનનો શિકાર બન્યો. ચેન્નઇના 5 વિકેટે 178 રન



  • Apr 03, 2023 21:02 IST

    શિવમ દુબે આઉટ

    શિવમ દુબે 16 બોલમાં 1 ફોર, 3 સિક્સર સાથે 27 રન બનાવી રવિ બિશ્નોઇનો શિકાર બન્યો. ચેન્નઇએ 150 રને ત્રીજી વિકેટ ગુમાવી



  • Apr 03, 2023 20:34 IST

    કોનવે 47 રને આઉટ

    કોનવએ 29 બોલમાં 5 ફોર અને 2 સિક્સરની મદદથી 47 રન બનાવ્યા. વુડનો શિકાર બન્યો. ચેન્નઇને 118 રને બીજો ફટકો પડ્યો



  • Apr 03, 2023 20:33 IST

    ઋતુરાજ ગાયકવાડ 57 રને આઉટ

    ઋતુરાજ ગાયકવાડ 57 રન બનાવી રવિ બિશ્નોઇનો શિકાર બન્યો. ચેન્નઇએ 110 રને પ્રથમ વિકેટ ગુમાવી



  • Apr 03, 2023 20:29 IST

    સ્ટેડિયમમાં ડોગ આવી ચડતા રમુજી ઘટના બની



  • Apr 03, 2023 20:26 IST

    ઋતુરાજ ગાયકવાડની અડધી સદી

    ઋતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરતા 25 બોલમાં 2 ફોર અને 4 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી



  • Apr 03, 2023 20:24 IST

    ચેન્નઇએ પાવરપ્લેમાં વિના વિકેટે 79 રન બનાવ્યા



  • Apr 03, 2023 20:05 IST

    ચેન્નઇના 50 રન

    ચેન્નઇની ટીમે 4.4 ઓવરમાં 50 રન પુરા કર્યા



  • Apr 03, 2023 20:04 IST

    આવેશ ખાનની બીજી ઓવરમાં ચેન્નઇએ 17 રન ફટકાર્યા. 2 ઓવરમાં સ્કોર 23-0



  • Apr 03, 2023 19:40 IST

    ઋતુરાજ અને ડેવોન કોનવે ઓપનિંગમાં ઉતર્યા. પ્રથમ ઓવરમાં 6 રન બનાવ્યા



  • Apr 03, 2023 19:23 IST

    લખનૌ સુપર જાયન્ટ્સ

    કેએલ રાહુલ (કેપ્ટન), કાઇલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન ,કૃષ્ણપ્પા ગૌતમ, માર્ક વૂડ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન.



  • Apr 03, 2023 19:23 IST

    ચેન્નઇ સુપર કિંગ્સ

    ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઇન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મિચેલ સેંટનર, દીપક ચાહર, રાજવર્ધન હેંગરગેકર.



  • Apr 03, 2023 19:22 IST

    લખનૌએ એક ફેરફાર કર્યો

    ચેન્નઇની ટીમમાં કોઇ ફેરફાર કરાયો નથી. લખનૌએ એક ફેરફાર કર્યો છે. જયદેવ ઉનડકટના સ્થાને યશ ઠાકુરનો ટીમમાં સમાવેશ કરાયો છે.



  • Apr 03, 2023 19:10 IST

    લખનૌ સુપર જાયન્ટ્સે ટોસજીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય

    લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો



  • Apr 03, 2023 18:29 IST

    એમએસ ધોની 1426 દિવસ પછી ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં રમશે

    — Johns. (@CricCrazyJohns) April 3, 2023



  • Apr 03, 2023 18:27 IST

    આજે ધોની અને કેએલ રાહુલ વચ્ચે ટક્કર

    મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઇ સુપર કિંગ્સ આઈપીએલ 2023માં પોતાની બીજી લીગ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે પોતાના ઘરેલું મેદાન પર રમશે



લખનઉ સુપર જાયન્ટ્સ chennai super kings Mahendra Singh Dhoni ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ