ઋતુરાજ ગાયકવાડની અડધી સદી બાદ મોઇન અલીની ચુસ્ત બોલિંગની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 12 રને વિજય મેળવ્યો છે. ચેન્નઇએ આ સિઝનમાં પ્રથમ જીત મેળવી છે. ચેન્નઇએ 20 ઓવરમાં 7 વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌ 20 ઓવરમાં 7 વિકેટે 205 રન બનાવી શક્યું હતું.
લખનૌએ 20 ઓવરમાં 7 વિકેટે 205 રન બનાવ્યા. ચેન્નઇનો 12 રને વિજય
નિકોલસ પૂરનના 18 બોલમાં 32 રન. લખનૌએ 156 રને છઠ્ઠી વિકેટ ગુમાવી
લખનૌ સુપર જાયન્ટ્સે 15 ઓવરમાં 5 વિકેટે 150 રન બનાવ્યા. નિકોલસ પૂરન અને આયુષ બદોની રમતમાં
સ્ટોઇનિસને 21 રને આઉટ કરી મોઇન અલીએ ચોથી વિકેટ ઝડપી. લખનૌએ 130 રને પાંચમી વિકેટ ગુમાવી
ક્રુણાલ પંડ્યા 9 રને મોઇન અલીનો શિકાર બન્યો. લખનૌએ 105 રને ચોથી વિકેટ ગુમાવી
લખનૌએ 9.1 ઓવરમાં 100 રન પુરા કર્યા
કેપ્ટન કેએલ રાહુલ 18 બોલમાં 20 રન બનાવી મોઇન અલીનો શિકાર બન્યો હતો.
દિપક હુડા 2 રન બનાવી સેન્ટનરનો શિકાર બન્યો. લખનૌએ 82 રને બીજી વિકેટ ગુમાવી
કાઇલ માયર્સે 21 બોલમાં અડધી સદી ફટકારી. તે 22 બોલમાં 8 ફોર, 2 સિક્સર ફટકારી 53 રને મોઇન અલીનો શિકાર બન્યો. લખનૌએ 79 રને પ્રથમ વિકેટ ગુમાવી
લખનૌએ 3.4 ઓવરમાં 50 રન પુરા કર્યા
લખનૌની શાનદાર શરૂઆત. બીજી ઓવરમાં મેયર્સે ચાહરની ઓવરમાં 3 ફોર ફટકારી. 3 ઓવરમાં વિના વિકેટે 38 રન
કેએલ રાહુલ અને કાઇલ મેયર્સ ઓપનિંગમાં ઉતર્યા. પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા
ધોનીએ લખનૌ સામે બે બોલમાં બે સિક્સર ફટકારીને આઈપીએલમાં પોતાના 5000 રન પુરા કર્યા છે. તે આઈપીએલમાં પાંચ હજાર રન બનાવનાર સાતમો બેટ્સમેન બન્યો છે.
ઋતુરાજ ગાયકવાડની અડધી સદી અને ડેવોન કોનવેના 47 રનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2023 માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 20 ઓવરમાં 7 વિકેટે 217 રન બનાવી લીધા છે.
એમએસ ધોનીએ મેદાનમાં આવતાની સાથે જ બે બોલમાં બે સિક્સર ફટકારી દર્શકોનો ઉત્સાહ વધારી દીધો
ચેન્નઇ સુપર કિંગ્સે 18. 4 ઓવરમાં 200 રન પુરા કર્યા
ચેન્નઇ સુપર કિંગ્સના 18 ઓવરમાં 5 વિકેટે 194 રન. અંબાતી રાયડુ અને રવિન્દ્ર જાડેજા રમતમાં
મોઇન અલી 19 રને રવિ બિશ્નોઇ અને બેન સ્ટોક્સ 8 રને આવેશ ખાનનો શિકાર બન્યો. ચેન્નઇના 5 વિકેટે 178 રન
શિવમ દુબે 16 બોલમાં 1 ફોર, 3 સિક્સર સાથે 27 રન બનાવી રવિ બિશ્નોઇનો શિકાર બન્યો. ચેન્નઇએ 150 રને ત્રીજી વિકેટ ગુમાવી
કોનવએ 29 બોલમાં 5 ફોર અને 2 સિક્સરની મદદથી 47 રન બનાવ્યા. વુડનો શિકાર બન્યો. ચેન્નઇને 118 રને બીજો ફટકો પડ્યો
ઋતુરાજ ગાયકવાડ 57 રન બનાવી રવિ બિશ્નોઇનો શિકાર બન્યો. ચેન્નઇએ 110 રને પ્રથમ વિકેટ ગુમાવી
ઋતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરતા 25 બોલમાં 2 ફોર અને 4 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી
ચેન્નઇએ પાવરપ્લેમાં વિના વિકેટે 79 રન બનાવ્યા
ચેન્નઇની ટીમે 4.4 ઓવરમાં 50 રન પુરા કર્યા
આવેશ ખાનની બીજી ઓવરમાં ચેન્નઇએ 17 રન ફટકાર્યા. 2 ઓવરમાં સ્કોર 23-0
ઋતુરાજ અને ડેવોન કોનવે ઓપનિંગમાં ઉતર્યા. પ્રથમ ઓવરમાં 6 રન બનાવ્યા
કેએલ રાહુલ (કેપ્ટન), કાઇલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન ,કૃષ્ણપ્પા ગૌતમ, માર્ક વૂડ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન.
ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઇન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મિચેલ સેંટનર, દીપક ચાહર, રાજવર્ધન હેંગરગેકર.
ચેન્નઇની ટીમમાં કોઇ ફેરફાર કરાયો નથી. લખનૌએ એક ફેરફાર કર્યો છે. જયદેવ ઉનડકટના સ્થાને યશ ઠાકુરનો ટીમમાં સમાવેશ કરાયો છે.
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઇ સુપર કિંગ્સ આઈપીએલ 2023માં પોતાની બીજી લીગ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે પોતાના ઘરેલું મેદાન પર રમશે