ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) માં રાજસ્થાન રોયલ્સ (RR)ની દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ડેવિટ વોર્નર આઇપીએલ લીગમાં 6,000 રન પૂરા કરનાર ત્રીજો બેટ્સમેન બન્યો. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન શિખર ધવને આ રેકોર્ડ બનાવ્યો છે. કોહલી આઇપીએલ લીગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, તેણે 6727 રન અને શિખર ધવને 6370 રન બનાવ્યા છે.
ડેવિડ વોર્નરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 6000 રન પૂરા કરવા માટે 165 ક્રિકેટ મેચ રમી હતી. તેણે વિરાટ કોહલી અને શિખર ધવન કરતા ઓછી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલીએ 188 અને શિખર ધવને 199 ઇનિંગ્સમાં 6000 રન પૂરા કર્યા હતા. IPLમાં અત્યાર સુધી 13 બેટ્સમેને 4000 થી વધારે રન બનાવ્યા છે. આ મામલે ડેવિડ વોર્નરની એવરેજ સૌથી સારી રહી છે. તે ત્રીજો સૌથી બેસ્ટ સ્ટ્રાઈક રેટ ધરાવતો બેટ્સમેન છે. તેની એવરેજ 42.28 અને સ્ટ્રાઈક રેટ 140.08 છે.
આઈપીએલમાં 4000 થી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ફક્ત બે બેટ્સમેન ડેવિડ વોર્નર કરતા વધુ સારી સ્ટ્રાઈક રેટ ધરાવે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ભૂતપૂર્વ ખેલાડી એબી ડીવિલિયર્સનો સ્ટ્રાઈક રેટ 151.68 અને ક્રિસ ગેલનો 148.96નો છે.