IPL 2023 DC vs GT Match Score: બોલરોના શાનદાર પ્રદર્શન પછી સાંઇ સુદર્શનની અણનમ અડધી સદીની (62)મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. દિલ્હીએ ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ગુજરાતે સતત બીજો વિજય મેળવ્યો છે. બીજી તરફ દિલ્હીનો સતત બીજો પરાજય છે.






