IPL 2023 DC vs GT Match Score: બોલરોના શાનદાર પ્રદર્શન પછી સાંઇ સુદર્શનની અણનમ અડધી સદીની (62)મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. દિલ્હીએ ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ગુજરાતે સતત બીજો વિજય મેળવ્યો છે. બીજી તરફ દિલ્હીનો સતત બીજો પરાજય છે.

ડેવિડ મિલરના 16 બોલમાં 2 ફોર અને 2 સિક્સરની મદદથી અણનમ 31 રન. સુદર્શનના 48 બોલમાં 4 ફોર, 2 સિક્સરની મદદથી અણનમ 62 રન
સાંઇ સુદર્શનની અણનમ અડધી સદીની (62)મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. દિલ્હીએ ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ગુજરાતે સતત બીજો વિજય મેળવ્યો છે. બીજી તરફ દિલ્હીનો સતત બીજો પરાજય છે
સુદર્શને 44 બોલમાં 4 ફોર, 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી
મુકેશ કુમારની 16મી ઓવરમાં ગુજરાતે 20 રન ફટકાર્યા. ડેવિડ મિલરે 2 સિક્સર અને એક ફોર ફટકારી. 16 ઓવરમાં 2 વિકેટે 137 રન
વિજય શંકર 23 બોલમાં 3 ફોર સાથે 29 રન બનાવીને માર્શની ઓવરમાં એલબી આઉટ થયો. ગુજરાતે 107 રને ચોથી વિકેટ ગુમાવી
ગુજરાત ટાઇટન્સના 10 ઓવરમાં 3 વિકેટે 84 રન. સાંઇ સુદર્શન અને વિજય શંકર ક્રિઝ પર છે
ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા 5 રને ખલિલ અહમદનો શિકાર બન્યો. ગુજરાતના 6 ઓવરમાં 3 વિકેટે 54 રન
શુભમન ગિલ 14 રન બનાવી નોર્જેની ઓવરમાં બોલ્ડ થયો. ગુજરાતે 36 રનમાં 2 વિકેટ ગુમાવી
સાહા 14 રન બનાવી બોલ્ડ થયો. ગુજરાતે 22 રને પ્રથમ વિકેટ ગુમાવી
ગુજરાત ટાઇટન્સે પ્રથમ ઓવરમાં 14 રન ફટકાર્યા. સાહા અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા
ગુજરાત ટાઇટન્સ તરફથી મોહમ્મદ શમી અને રાશિદ ખાને 3-3 વિકેટ ઝડપી. જોસેફને 2 વિકેટ મળી
દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા છે. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 163 રનનો પડકાર મળ્યો
સરફરાઝ ખાન 34 બોલમાં 2 ફોર સાથે 30 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં આઉટ થયો
અભિષેક પોરેલ 11 બોલમાં 20 રન બનાવી આઉટ થયો. તેણે બે સિક્સરો ફટકારી. રાશિદ ખાનનો શિકાર બન્યો
દિલ્હીએ 12 ઓવરમાં 100 રન પુરા કર્યા
દિલ્હી કેપિટલ્સના 11 ઓવરમાં 4 વિકેટે 88 રન. સરફરાઝ ખાન અને અભિષેક પોરેલ રમી રહ્યા છે
અલ્ઝારી જોસેફે બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. ડેવિડ વોર્નરને 37 રને બોલ્ડ કર્યો હતો. આ પછી રિલે સોરોઉ પ્રથમ બોલે જ કેચ આઉટ થયો હતો. દિલ્હીએ 67 રનમાં 4 વિકેટ ગુમાવી
દિલ્હીએ 6 ઓવરમાં 50 રન પુરા કર્યા. ડેવિડ વોર્નર અને સરફરાઝ ખાન રમતમાં
મિચેલ માર્શ 4 રન બનાવી બોલ્ડ. શમીને બીજી સફળતા મળી. દિલ્હીએ 37 રને બીજી વિકેટ ગુમાવી
પૃથ્વી શો 7 રન બનાવી મોહમ્મદ શમીનો શિકાર બન્યો. દિલ્હીએ 29 રને પ્રથમ વિકેટ ગુમાવી
દિલ્હી કેપિટલ્સ તરફથી ડેવિડ વોર્નર અને પૃથ્વી શો ઓપનિંગમાં ઉતર્યા છે. પ્રથમ ઓવરમાં 11 રન બનાવ્યા
ડેવિડ વોર્નર (c), પૃથ્વી શો, મિશેલ માર્શ, રિલે રોસોઉ, સરફરાઝ ખાન, અક્ષર પટેલ, અભિષેક પોરેલ, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ, અર્નિચ નોર્જે.
ગુજરાત ટાઇટન્સ – ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાંઇ સુદર્શન, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જાશુઆ લિટિલ, યશ દલાલ, અલ્જારી જોસેફ.
ગુજરાતની ટીમમાં બે ફેરફાર કરાયા. વિજય શંકર અને કેન વિલિયમ્સનના સ્થાને સાંઇ સુદર્શન અને ડેવિડ મિલરનો સમાવેશ કરાયો છે.
દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો