IPL 2023 DC vs KKR : બોલરોના ચુસ્ત પ્રદર્શન પછી ડેવિડ વોર્નરની (57)અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2023માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 127 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં પ્રથમ વિજય મેળવ્યો છે. સતત પાંચ પરાજય પછી જીત મેળવી છે.
દિલ્હી કેપિટલ્સ
-અક્ષર પટેલના 22 બોલમાં અણનમ 19 રન
-અમન ખાન 2 રન બનાવી બોલ્ડ થયો.
-મનિષ પાંડે 21 રને અનુકુલ રોયનો શિકાર બન્યો.
-દિલ્હીએ 14.5 ઓવરમાં 100 રન પુરા કર્યા
-ડેવિડ વોર્નર 41 બોલમાં 11 ફોર સાથે 57 રન બનાવી એલબી આઉટ થયો.
-ડેવિડ વોર્નરે 33 બોલમાં 11 ફોર સાથે અડધી સદી ફટકારી
-ફિલ સોલ્ટ 5 રન બનાવી અનુકુલ રોયની ઓવરમાં આઉટ. દિલ્હીએ 67 રને ત્રીજી વિકેટ ગુમાવી.
-મિચેલ માર્શ 2 રને નીતિશ રાણાની ઓવરમાં કેચ આઉટ.
-દિલ્હીએ 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-પૃથ્વી શો 13 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં બોલ્ડ થયો.
કોલકાતા નાઇટ રાઇડર્સ
-કોલકાતાના 20 ઓવરમાં 127 રન
-આન્દ્રે રસેલના 31 બોલમાં 1 ફોર, 4 સિક્સર સાથે અણનમ 38 રન
-કેકેઆરે 16.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-જેસોન રોયના 39 બોલમાં 5 ફોર, 1 સિક્સર સાથે 43 રન
-સુનીલ નારાયણ 4 રને ઇશાંત શર્માનો શિકાર બન્યો.
-રિંકુ સિંહ 6 રને આઉટ થયો.
-મનદીપ સિંહ 12 રને અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ થયો. કેકેઆરે 50 રને ચોથી વિકેટ ગુમાવી.
-કેપ્ટન નીતિશ રાણા 4 રને ઇશાંત શર્માનો શિકાર બન્યો.
-વેંટકેશ ઐયર ખાતું ખોલાયા વિના આઉટ.
-લિટન દાસ 4 રન બનાવી મુકેશ કુમારનો શિકાર બન્યો.
-દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સાલ્ટ, મિશેલ માર્શ, મનીષ પાંડે, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, લલિત યાદવ, કુલદીપ યાદવ, એનરિક નોર્ખિયા, ઇશાંત શર્મા, મુકેશ કુમાર.
કોલકાતા નાઇટ રાઇડર્સ : જેસન રોય, લિટન દાસ, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), મનદીપ સિંહ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, કુલવંત ખેજરોલિયા, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.