Live

આઈપીએલ 2023 : મુંબઈ ઇન્ડિયન્સનો અંતિમ ઓવરમાં રોમાંચક વિજય, આ સિઝનમાં પ્રથમ વિજય મેળવ્યો

IPL 2023 DC vs MI : દિલ્હી કેપિટલ્સ 172 રને ઓલઆઉટ, મુંબઈનો 6 વિકેટે વિજય, દિલ્હીનો સતત ચોથો પરાજય થયો

Written by Ashish Goyal
Updated : April 11, 2023 23:30 IST
આઈપીએલ 2023 : મુંબઈ ઇન્ડિયન્સનો અંતિમ ઓવરમાં રોમાંચક વિજય, આ સિઝનમાં પ્રથમ વિજય મેળવ્યો
IPL 2023 DC vs MI : દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો

IPL 2023 Delhi Capitals vs Mumbai Indians Score: રોહિત શર્માની અડધી સદી (65) અને તિલક વર્માના 41 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. દિલ્હી 19.4 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. મુંબઈએ આ સિઝનમાં પ્રથમ જીત મેળવી છે. બીજી તરફ દિલ્હીનો સતત ચોથો પરાજય થયો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

દિલ્હી કેપિટલ્સ – ડેવિડ વોર્નર (c), પૃથ્વી શો, મનિષ પાંડે, યશ ધુલ, રોવમન પોવેલ, અક્ષર પટેલ, લલિત યાદવ, અભિષેક પોરેલ, કુલદીપ યાદવ, અર્નિચ નોર્જે, મુશ્તફિઝુર રહમાન.

મુંબઈ ઇન્ડિયન્સ – રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરન ગ્રીન, તિલક વર્મા, નેહલ વઠેરા, ઋત્વિક શૌકીન, પીયુષ ચાવલા, જેસોન બેહરેનડોર્ફ, રિલે મેરેડીથ, અરશદ ખાન.

Live Updates

મુંબઈએ આ સિઝનમાં પ્રથમ જીત મેળવી

મુંબઈએ આ સિઝનમાં પ્રથમ જીત મેળવી છે. બીજી તરફ દિલ્હીનો સતત ચોથો પરાજય થયો છે.

મુંબઈ ઇન્ડિયન્સનો 6 વિકેટે વિજય

રોહિત શર્માની અડધી સદી (65) અને તિલક વર્માના 41 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. દિલ્હી 19.4 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

રોહિત શર્મા 65 રને આઉટ

રોહિત શર્માના 45 બોલમાં 6 ફોર, 4 સિક્સર સાથે 65 રન. મુંબઈએ 143 રને ચોથી વિકેટ ગુમાવી.

સૂર્યકુમાર યાદવનું ગોલ્ડ ડક

સૂર્યકુમાર ફરી ફ્લોપ સાબિત થતા પ્રથમ બોલે જ ગોલ્ડ ડક. મુકેશ કુમારની ઓવરમાં આઉટ.

તિલક વર્મા 41 રને આઉટ

તિલક વર્મા 29 બોલમાં 1 ફોર 4 સિક્સર સાથે 41 રને આઉટ થયો. મુંબઈએ 139 રને બીજી વિકેટ ગુમાવી

મુંબઈના 13 ઓવરમાં 1 વિકેટે 117 રન

મુંબઈના 13 ઓવરમાં 1 વિકેટે 117 રન. રોહિત શર્મા 58 અને તિલક શર્મા 22 રને રમી રહ્યા છે.

મુંબઈના 100 રન

મુંબઈએ 11.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

રોહિત શર્માની 29 બોલમાં અડધી સદી

રોહિત શર્માએ 29 બોલમાં 4 ફોર, 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

ઇશાન કિશન 31 રને રન આઉટ

ઇશાન કિશન 26 બોલમાં 6 ફોર સાથે 31 રન બનાવી રન આઉટ થયો. મુંબઈએ 71 રને પ્રથમ વિકેટ ગુમાવી. તિલક વર્મા ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો

મુંબઈએ 4.2 ઓવરમાં 50 રન પુરા કર્યા

રોહિત શર્મા અને ઇશાન કિશનની આક્રમક બેટિંગ. મુંબઈએ 4.2 ઓવરમાં 50 રન પુરા કર્યા. રોહિત શર્મા 26 અને ઇશાન કિશન 23 રને રમી રહ્યા છે

રોહિત શર્મા અને ઇશાન કિશન ઓપનિંગમાં ઉતર્યા

રોહિત શર્મા અને ઇશાન કિશન ઓપનિંગમાં બેટિંગ માટે ઉતર્યા. મુકેશ કુમારની પ્રથમ ઓવરમાં 2 ફોર અને 1 સિક્સરની મદદથી 14 રન ફટકાર્યા.

બેહરેનડોર્ફ-પિયુષ ચાવલાએ 3-3 વિકેટ ઝડપી

મુંબઈ તરફથી બેહરેનડોર્ફ-પિયુષ ચાવલાએ 3-3 વિકેટ ઝડપી, મેરેડિથને 2 અને ઋત્વિક શૌકીનને 1 વિકેટ મળી.

દિલ્હી કેપિટલ્સ 19.4 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ

નોર્જે 5 રને બોલ્ડ થયો. દિલ્હી કેપિટલ્સ 19.4 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ, મુંબઈને જીતવા માટે 173 રનનો પડકાર મળ્યો છે.

દિલ્હીએ 19મી ઓવરમાં 4 વિકેટ ગુમાવી

કુલદીપ યાદવ 00 અને અભિષેક પોરેલ 1 રન બનાવી આઉટ. દિલ્હીએ 19મી ઓવરમાં 4 વિકેટ ગુમાવી

ડેવિડ વોર્નરના 51 રન

ડેવિડ વોર્નરના 47 બોલમાં 6 ફોર સાથે 51 રન. તે બેહરેનફોર્ડની ઓવરમાં આઉટ. દિલ્હીએ 166 રને સાતમી વિકેટ ગુમાવી.

અક્ષર પટેલના 25 બોલમાં 54 રન

અક્ષર પટેલ 25 બોલમાં 4 ફોર, 5 સિક્સરની મદદથી 54 રન બનાવી બેહરેનફોર્ડની ઓવરમાં કેચ આઉટ થયો.

અક્ષર પટેલની 22 બોલમાં અડધી સદી

અક્ષર પટેલે 22 બોલમાં 4 ફોર, 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી. અક્ષરે આઈપીએલમાં પ્રથમ અડધી સદી ફટકારી.

દિલ્હી કેપિટલ્સના 150 રન

દિલ્હી કેપિટલ્સે 16.4 ઓવરમાં 150 રન પુરા કર્યા. અક્ષર પટેલની આક્રમક બેટિંગ.

ડેવિડ વોર્નરે 43 બોલમાં અડધી સદી ફટકારી

ડેવિડ વોર્નરે 43 બોલમાં 6 ફોર સાથે અડધી સદી ફટકારી. દિલ્હીના 16 ઓવરમાં 5 વિકેટે 136 રન.

દિલ્હી કેપિટલ્સના 100 રન

દિલ્હી કેપિટલ્સે 13 ઓવરમાં 100 રન પુરા કર્યા. ડેવિડ વોર્નર અને અક્ષર પટેલ રમતમાં

લલિત યાદવ 2 રને આઉટ

લલિત યાદવ 2 રન બનાવી ચાવલાની ઓવરમાં બોલ્ડ થયો. દિલ્હીએ 98 રને પાંચમી વિકેટ ગુમાવી

દિલ્હીએ 86 રને ચોથી વિકેટ ગુમાવી

યશ ધુલ 2 રને મેરેડીથનો અને રોવમેન પોવેલ 4 રને પિયુષ ચાવલાનો શિકાર બન્યો. દિલ્હીએ 86 રને ચોથી વિકેટ ગુમાવી.

મનિષ પાંડેના 18 બોલમાં 26 રન

મનિષ પાંડે 18 બોલમાં 5 ફોર સાથે 26 રન બનાવી પિયુષ ચાવલાનો શિકાર બન્યો. દિલ્હીએ 76 રને બીજી વિકેટ ગુમાવી.

દિલ્હી કેપિટલ્સના 50 રન

દિલ્હી કેપિટલ્સે 6 ઓવરમાં 50 રન પુરા કર્યા

પૃથ્વી શો 15 રને આઉટ

પૃથ્વી શો 10 બોલમાં 15 રન બનાવી ઋત્વિક શૌકીનનો શિકાર બન્યો. દિલ્હીએ 33 રને પ્રથમ વિકેટ ગુમાવી.

પૃથ્વી શો અને ડેવિડ વોર્નર ઓપનિંગમાં ઉતર્યા

પૃથ્વી શો અને ડેવિડ વોર્નર ઓપનિંગમાં ઉતર્યા. જેસોન બેહરેનડોર્ફની પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા.

આઈપીએલ 2023 : કાવ્યા મારનને 2.84 કરોડમાં પડ્યા હેરી બ્રુકના 29 રન, 18.50 કરોડમાં વેચાયેલો સેમ કરણ પણ ખાસ ઉકાળી શક્યો નથી

યશ ધુલનું દિલ્હી કેપિટલ્સ તરફથી ડેબ્યૂ

ભારતને અંડર-19 વર્લ્ડ કપ 2022માં જીત અપાવનાર કેપ્ટન યશ ધુલે દિલ્હી કેપિટલ્સ તરફથી ડેબ્યૂ કર્યું. ઇશાંત શર્માએ તેને કેપ સોંપી હતી.

મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરન ગ્રીન, તિલક વર્મા, નેહલ વઠેરા, ઋત્વિક શૌકીન, પીયુષ ચાવલા, જેસોન બેહરેનડોર્ફ, રિલે મેરેડીથ, અરશદ ખાન.

દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન

ડેવિડ વોર્નર (c), પૃથ્વી શો, મનિષ પાંડે, યશ ધુલ, રોવમન પોવેલ, અક્ષર પટેલ, લલિત યાદવ, અભિષેક પોરેલ, કુલદીપ યાદવ, અર્નિચ નોર્જે, મુશ્તફિઝુર રહમાન.

મુંબઈએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

જીતનું ખાતું ખોલાવવા પ્રયત્ન કરશે

મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ હજુ સુધી આ સિઝનમાં એકપણ મેચ જીતી શકી નથી. બન્ને જીતનું ખાતું ખોલાવવા પ્રયત્ન કરશે.

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો

આજે આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં મુકાબલો થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ