IPL 2023 final: આઇપીએલની ટ્રોફી પર સંસ્કૃતમાં શું લખ્યું છે? જાણો તેનો અર્થ શું છે

IPL trophy sanskrit quotes: IPLની ચમકતી ટ્રોફી પર સંસ્કૃતમાં એક વાક્ય લખાયેલું છે, શું તમને તેનો અર્થ ખબર છે.

IPL trophy sanskrit quotes: IPLની ચમકતી ટ્રોફી પર સંસ્કૃતમાં એક વાક્ય લખાયેલું છે, શું તમને તેનો અર્થ ખબર છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
IPL 2023 final

આઇપીએલની ટ્રોફી

IPLની ચમકતી ટ્રોફી પર સંસ્કૃતમાં એક વાક્ય લખાયેલું છે, મોટાભાગના લોકોએ તેના પર ભાગ્યે જ ધ્યાન આપ્યું હશે, પરંતુ ચાલો તમને જણાવીએ કે તેના પર શું લખ્યું છે અને તેનો અર્થ શું છે. IPL 2023 હવે સમાપ્ત થઈ ગયું છે અને આ સિઝનમાં ફાઇનલમાં પહોંચનારી બે ટીમોમાંથી કોઈ એક - ચેન્નાઈ સુપર કિંગ્સ અથવા ગુજરાત ટાઇટન્સ આઇપીએલની 16મી સિઝનની વિજેતા હશે. એક તરફ જ્યાં CSK પાસે 5મી વખત ટાઈટલ જીતવાની તક છે તો બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત પાસે સતત બીજી વખત ચેમ્પિયન બનવાનો શાનદાર મોકો છે.

Advertisment

વિજેતા ટીમને ઇનામમાં શું મળશે

IPL 2023 ની ફાઇનલ મેચ 28 જૂન, રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ ભારે વરસાદને કારણે તે રદ કરવામાં આવી હતી અને હવે તે 29 જૂન એટલે કે આજના રિઝર્વ ડેના રોજ રમાશે. આઈપીએલના ઈતિહાસમાં આવી પ્રથમ ઘટના છે જ્યારે કોઈ ફાઈનલ મેચ રિઝર્વ ડે પર રમાઈ હોય. આ વખતે જે ટીમ વિજેતા બનશે તેને 20 કરોડ રૂપિયા અને સેકન્ડ રનર ટીમને 13 કરોડ રૂપિયા ઇનામમાં મળશે. તો ત્રીજા ક્રમે આવેલી મુંબઇ ઇન્ડિયન્સ ટીમને 7 કરોડ તો ચોથા ક્રમે આવેલી લખનૌ સુપર જાયન્ટ ટીમને 6.5 કરોડ રૂપિયા ઇનામમાં આપવામાં આવશે.

GT vs CSK IPL 2023 Final
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ મુકાબલો (તસવીર - ગુજરાત ટાઇટન્સ ટ્વિટર)

IPL ટ્રોફી પર સંસ્કૃતાં શું લખાયેલું છે?

આ વખતે એમએસ ધોની અથવા તો હાર્દિક પંડ્યા બંનેમાંથી એક એક IPLની 16મી સિઝનની ટ્રોફી ઘરે ળઇ જશે, પરંતુ અમે તમને જણાવીએ છીએ કે આ ટ્રોફી પર સંસ્કૃતમાં શું લખ્યું છે. આઇપીએલની ટ્રોફી પર સંસ્કૃતમાં 'યત્ર પ્રતિભા અવસરા પ્રપ્નોતિ' લખાયેલું છે, જેનો અર્થ થાય છે 'જ્યાં પ્રતિભાને તક મળે છે'. આ વાક્ય IPL પર સંપૂર્ણ રીતે બંધબેસે છે કારણ કે અહીં પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવાની પૂરતી તક મળે છે.

Advertisment

આ પણ વાંચોઃ GT vs CSK IPL 2023 Final Live: ગુજરાત ટાઇટન્સ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ મુકાબલો

તમને જણાવી દઇયેકે, ચેન્નઇ સુપર કિંગ્સ 10મી વખતે આઇપીએલ ફાઇનલ મેચ રમી રહી છે અને અત્યાર સુધીમાં ચાર વખત - વર્ષ 2020, 2011, 2018 અને 2021માં આઇપીએલ ટ્રોફી જીતી હતી. તો ગુજરાતની ગુજરાત જાયન્ટ્સ ટીમે પહેલીવાર વર્ષ 2022માં આઇપીએલ મેચ રમી હતી અને ડેબ્યૂ વર્ષે ટ્રીફ જીતી હતી. આમ ગુજરાત ટાઇટન્સ સતત બીજા વર્ષે ફાઇનલમાં પહોંચ્યુ છે.

ગુજરાત ટાઇટન્સ chennai super kings ક્રિકેટ IPL સ્પોર્ટ્સ