/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/IPL-2023-Final-CSK-vs-GT3.jpg)
ચેન્નઇ સુપર કિંગ્સ પાંચમી વખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યું (Express photo by Nirmal Harindran)
IPL 2023 GT vs CSK Final Updates: ડેવોન કોનવેમા 47, શિવમ દુબેના 32 અને રવિન્દ્ર જાડેજાના આક્રમક 15 રનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. વરસાદ પડતા ચેન્નઇને 15 ઓવરમાં 171 રનનો પડકાર મળ્યો હતો. જે 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવી વટાવી લીધો હતો. ચેન્નઇને જીત માટે અંતિમ ઓવરમાં 13 રન અને અંતિમ 2 બોલમાં 10 રનની જરૂર હતી. જાડેજાએ અંતિમ બે બોલમાં સિક્સર અને ફોર ફટકારી ટીમને જીત અપાવી હતી.
ચેન્નઇ સુપર કિંગ્સ પાંચમી વખત આઈપીએલમાં ચેમ્પિયન
ચેન્નઇ સુપર કિંગ્સ પાંચમી વખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યું છે. આ પહેલા 2021, 2018, 2011 અને 2010માં ટ્રોફી જીતી ચુક્યું છે. ધોનીએ પાંચમી વખત ટ્રોફી જીતી રોહિત શર્માની પાંચ વખત ટ્રોફી જીતવાની બરાબરી કરી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ચેન્નઈ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), દીપક ચાહર, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષણા, મથીશા પાથિરાણા.
ગુજરાત ટાઇટન્સ : ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઇ સુદર્શન, વિજય શંકર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહમદ.
- May 30, 2023 01:56 IST
વિનિંગ મોમેન્ટ
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!
Two shots of excellence and composure!
Finishing in style, the Ravindra Jadeja way 🙌#TATAIPL | #Final | #CSKvGTpic.twitter.com/EbJPBGGGFu— IndianPremierLeague (@IPL) May 29, 2023
- May 30, 2023 01:52 IST
ધોનીએ રોહિત શર્માની બરાબરી કરી
ચેન્નઇ સુપર કિંગ્સ પાંચમી વખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યું છે. આ પહેલા 2021, 2018, 2011 અને 2010માં ટ્રોફી જીતી ચુક્યું છે. ધોનીએ પાંચમી વખત ટ્રોફી જીતી રોહિત શર્માની પાંચ વખત ટ્રોફી જીતવાની બરાબરી કરી.
- May 30, 2023 01:48 IST
ચેન્નઇ સુપર કિંગ્સ પાંચમી વખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યું
ડેવોન કોનવેમા 47, શિવમ દુબેના 32 અને રવિન્દ્ર જાડેજાના આક્રમક 15 રનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. વરસાદ પડતા ચેન્નઇને 15 ઓવરમાં 171 રનનો પડકાર મળ્યો હતો. જે 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવી વટાવી લીધો હતો. ચેન્નઇને જીત માટે અંતિમ ઓવરમાં 13 રન અને અંતિમ 2 બોલમાં 10 રનની જરૂર હતી. જાડેજાએ અંતિમ બે બોલમાં સિક્સર અને ફોર ફટકારી ટીમને જીત અપાવી હતી.
- May 30, 2023 01:38 IST
રવિન્દ્ર જાડેજા બન્યો હીરો
રવિન્દ્ર જાડેજાએ અંતિમ બે બોલમાં સિક્સર અને ફોર સાથે કુલ 10 રન બનાવી ટીમને જીત અપાવી. ચેન્નઇ સુપર કિંગ્સ પાંચમી વખત ચેમ્પિયન બન્યું.
- May 30, 2023 01:27 IST
સીએસકેને જીત માટે 6 બોલમાં 13 રનની જરૂર
ચેન્નઇ સુપર કિંગ્સને 6 બોલમાં જીત માટે 13 રનની જરૂર છે
- May 30, 2023 01:23 IST
ધોની પ્રથમ બોલે આઉટ
મહેન્દ્રસિંહ ધોની પ્રથમ બોલે શૂન્ય રન બનાવી મોહિત શર્માની ઓવરમાં આઉટ. સીએસકેએ 149 રને પાંચમી વિકેટ ગુમાવી.
- May 30, 2023 01:22 IST
અંબાતી રાયડુ 19 રને આઉટ
અંબાતી રાયડુ 8 બોલમાં 1 ફોર 2 સિક્સરની મદદથી 19 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 30, 2023 01:12 IST
ચેન્નઇના 12 ઓવરમાં 3 વિકેટે 133 રન
ચેન્નઇના 12 ઓવરમાં 3 વિકેટે 133 રન. શિવમ દુબે 25 અને રાયડુ 3 રને રમી રહ્યા છે. જીત માટે 18 બોલમાં 38 રનની જરૂર.
- May 30, 2023 01:08 IST
અજિંક્ય રહાણે 27 રને આઉટ
અજિંક્ય રહાણે 13 બોલમાં 2 ફોર, 2 સિક્સરની મદદથી 27 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 30, 2023 00:59 IST
ચેન્નઇ સુપર કિંગ્સના 100 રન
ચેન્નઇ સુપર કિંગ્સે 9.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- May 30, 2023 00:48 IST
ડેવોન કોનવે 47 રને આઉટ
ડેવોન કોનવે 25 બોલમાં 4 ફોર, 2 સિક્સરની મદદથી 47 રન બનાવી નૂરનો શિકાર બન્યો. ચેન્નઇએ 78 રને બીજી વિકેટ ગુમાવી.
- May 30, 2023 00:44 IST
ઋતુરાજ ગાયકવાડ 26 રને આઉટ
ઋતુરાજ ગાયકવાડ 16 બોલમાં 3 ફોર, 1 સિક્સર સાથે 26 રને નૂર અહમદનો શિકાર બન્યો. સીએસકેએ 74 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- May 30, 2023 00:32 IST
ચેન્નઇ સુપર કિંગ્સના 5 ઓવરમાં વિના વિકેટે 58 રન
ચેન્નઇ સુપર કિંગ્સના 5 ઓવરમાં વિના વિકેટે 58 રન. ગાયકવાડ 24 અને ડેવોન કોનવે 31 રમે રમી રહ્યા છે
- May 30, 2023 00:28 IST
ચેન્નઇ સુપર કિંગ્સના 50 રન
ચેન્નઇ સુપર કિંગ્સે 4 ઓવરમાં 50 રન પુરા કર્યા. રાશિદ ખાનની ઓવરમાં 17 રન ફટકાર્યા.
- May 30, 2023 00:17 IST
મોહમ્મદ શમીની પ્રથમ ઓવરમાં 10 રન ફટકાર્યા
ચેન્નઇ સુપર કિંગ્સે મોહમ્મદ શમીની પ્રથમ ઓવરમાં 10 રન ફટકાર્યા. ગાયકવાડ અને કોનવે રમી રહ્યા છે.
- May 29, 2023 23:54 IST
Good news from Ahmedabad folks! 🏟️
Play to start at 12:10 AM IST
Revised target for Chennai Super Kings 👇
1️⃣7️⃣1️⃣ in 15 overs.
Follow the match ▶️ https://t.co/WsYLvLrRhp#TATAIPL | #Final | #CSKvGT— IndianPremierLeague (@IPL) May 29, 2023
- May 29, 2023 23:52 IST
એક બોલર 3 ઓવર ફેંકી શકશે
5 ઓવરનો પાવરપ્લે રહેશે. એક બોલર 3 ઓવર ફેંકી શકશે.
- May 29, 2023 23:47 IST
12.10 કલાકે મેચ શરુ થશે, હવે 15 ઓવરની રમાશે
ક્રિકેટ પ્રશંસકો માટે સારા સમાચાર છે. 12.10 કલાકે મેચ શરુ થશે. આ મેચ હવે 15 ઓવરની રમાશે. જેમાં 170 રનનો ટાર્ગેટ મળ્યો છે.
- May 29, 2023 23:40 IST
ઓવર કપાશે તો આવો આવશે પડકાર
જો ઓવરમાં કટોતી થશે તો ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ચેન્નઇ સુપર કિંગ્સ માટે આવો આવી શકે છે ટાર્ગેટ
5 ઓવરમાં 66 રન
10 ઓવરમાં 123 રન
15 ઓવરમાં 171 રન
- May 29, 2023 22:55 IST
પિચને તૈયાર કરતા ગ્રાઉન્ડ સ્ટાફ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/IPL-2023-Final-CSK-vs-GT2.jpg)
Express photo: Devendra Pandey
- May 29, 2023 22:33 IST
આઈપીએલમાં પર્ફોમન્સ
The evening keeps getting better 🙌
Ahmedabad is treated with a 'DIVINE' performance 🥳@VivianDivine | #TATAIPL | #Final | #CSKvGTpic.twitter.com/i1Vzijww6A— IndianPremierLeague (@IPL) May 29, 2023
- May 29, 2023 22:27 IST
પિચનું ઇન્સ્પેક્શન 10.45 કલાકે કરવામાં આવશે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદ રોકાઇ ગયો છે. પિચનું ઇન્સ્પેક્શન 10.45 કલાકે કરવામાં આવશે.
- May 29, 2023 21:56 IST
વરસાદના કારણે હાલ પિચ પર કવર ઢાંકવામાં આવ્યા છે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/IPL-2023-Final-CSK-vs-GT1.jpg)
(તસવીર - એક્સપ્રેસ)
- May 29, 2023 21:16 IST
ગુજરાત ટાઇટન્સના 20 ઓવરમાં 4 વિકેટે 214 રન
ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023ની ફાઇનલમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા છે. ચેન્નઇને જીતવા માટે 215 રનનો પડકાર મળ્યો છે.
- May 29, 2023 21:15 IST
રાશિદ ખાન 00 રને આઉટ
રાશિદ ખાન 2 બોલમાં 00 રન બનાવી પાથિરાનાનો શિકાર બન્યો.
- May 29, 2023 21:12 IST
સાઇ સુદર્શનના 96 રન
સાઇ સુદર્શનના 47 બોલમાં 8 ફોર, 6 સિક્સરની મદદથી 96 રન. પાથિરાનાની ઓવરમાં એલબી આઉટ થયો.
- May 29, 2023 21:07 IST
ગુજરાત ટાઇટન્સના 200 રન
ગુજરાત ટાઇટન્સે 19 ઓવરમાં 200 રન પુરા કર્યા.
- May 29, 2023 20:55 IST
તુષાર દેશપાંડેની 17મી ઓવરમાં 20 રન ફટકાર્યા
સાઇ સુદર્શને તુષાર દેશપાંડેની 17મી ઓવરમાં 20 રન ફટકાર્યા. ઓક સિક્સર, ત્રણ ફોર ફટકારી.
- May 29, 2023 20:52 IST
ગુજરાત ટાઇટન્સના 16 ઓવરમાં 2 વિકેટે 153 રન
ગુજરાત ટાઇટન્સના 16 ઓવરમાં 2 વિકેટે 153 રન. સાઇ સુદર્શન 57 અને હાર્દિક પંડ્યા 1 રને રમી રહ્યા છે.
- May 29, 2023 20:50 IST
ગુજરાત ટાઇટન્સના 150 રન
ગુજરાત ટાઇટન્સે 15.4 ઓવરમાં 150 રન પુરા કર્યા.
- May 29, 2023 20:50 IST
સાઇ સુદર્શને 33 બોલમાં અડધી સદી ફટકારી
સાઇ સુદર્શને 33 બોલમાં 3 ફોર, 3 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.
- May 29, 2023 20:45 IST
ઋદ્ધિમાન સાહા 54 રને આઉટ
ઋદ્ધિમાન સાહા 39 બોલમાં 5 ફોર, 1 સિક્સર સાથે 54 રન બનાવી ચાહરનો શિકાર બન્યો.
- May 29, 2023 20:36 IST
ઋદ્ધિમાન સાહાની શાનદાર બેટિંગ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/IPL-2023-Final-CSK-vs-GT.jpg)
(Express photo by Nirmal Harindran)
- May 29, 2023 20:34 IST
ઋદ્ધિમાન સાહાની અડધી સદી
ઋદ્ધિમાન સાહાએ 36 બોલમાં 5 ફોર, 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- May 29, 2023 20:26 IST
ગુજરાત ટાઇટન્સના 100 રન
ગુજરાત ટાઇટન્સે 11.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- May 29, 2023 20:25 IST
ગુજરાત ટાઇટન્સના 10 ઓવરમાં 1 વિકેટે 86 રન
ગુજરાત ટાઇટન્સના 10 ઓવરમાં 1 વિકેટે 86 રન. સાહા 41 અને સાઇ સુદર્શન 6 રને રમતમાં છે.
- May 29, 2023 20:22 IST
શુભમન ગિલ 39 રને આઉટ
શુભમન ગિલ 20 બોલમાં 7 ફોર સાથે 39 રન બનાવી જાડેજાની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો. ગુજરાત ટાઇટન્સે 67 રને પ્રથમ વિકેટ ગુમાવી
- May 29, 2023 19:59 IST
ગુજરાત ટાઇટન્સના 50 રન
ગુજરાત ટાઇટન્સે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- May 29, 2023 19:47 IST
ત્રીજી ઓવરમાં 16 રન ફટકાર્યા
દીપક ચાહરની ત્રીજી ઓવરમાં સાહાએ 16 રન ફટકાર્યા. 1 સિક્સર, 2 ફોર ફટકારી
- May 29, 2023 19:37 IST
સાહા અને શુભમન ઓપનિંગમાં ઉતર્યા
ઋદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા. દીપક ચાહરની પ્રથમ ઓવરમાં 4 રન બનાવ્યા
- May 29, 2023 19:28 IST
ધોનીએ મેળવી ખાસ સિદ્ધિ
આઈપીએલ 2023ની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ટોસ માટે મેદાનમા ઉતરતા જ ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ઇતિહાસ રચ્યો છે. આ તેના આઈપીએલ કારકિર્દીની 250મી મેચ છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે.
- May 29, 2023 19:15 IST
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન
ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઇ સુદર્શન, વિજય શંકર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહમદ.
- May 29, 2023 19:14 IST
ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), દીપક ચાહર, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષણા, પાથિરાણા.
- May 29, 2023 19:07 IST
ગુજરાત ટાઇટન્સ પ્રથમ બેટિંગ કરશે
🚨 Toss Update 🚨
Chennai Super Kings win the toss and elect to field first against Gujarat Titans.
Follow the match ▶️ https://t.co/WsYLvLrRhp#TATAIPL | #Final | #CSKvGTpic.twitter.com/HYMcLKhfKy— IndianPremierLeague (@IPL) May 29, 2023
- May 29, 2023 19:05 IST
ચેન્નઇએ ટોસ જીત્યો, પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2023ની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે
- May 29, 2023 18:45 IST
આઈપીએલ ચેમ્પિયન : 2008 થી લઇને 2022 સુધી કોણ રહ્યું છે વિજેતા, જુઓ સંપૂર્ણ લિસ્ટ

IPL Winners List : આઈપીએલમાં સૌથી વધારે મુંબઈ ઇન્ડિયન્સ 5 વખત ચેમ્પિયન બન્યું છે. આ પછી ચેન્નઇ સુપર કિંગ્સ 4 વખત ચેમ્પિયન બન્યું છે. આઈપીએલ 2008થી અત્યાર સુધી કઇ-કઇ ટીમ ચેમ્પિયન બની તે વિશે જણાવી રહ્યા છીએ (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
- May 29, 2023 18:35 IST
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધોનીના સમર્થકો જોવા મળી રહ્યો છે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/IPL-2023-Final-1.jpg)
તસવીર - Devendra Pandey
- May 29, 2023 18:21 IST
આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત ફાઇનલ રિઝર્વ ડે ના દિવસે રમાશે
આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત ફાઇનલ રિઝર્વ ડે ના દિવસે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદના કારણે રવિવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઇ શકી ન હતી.
- May 29, 2023 18:17 IST
ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આઈપીએલ 2023ની ફાઇનલ મેચ
ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આઈપીએલ 2023નો ફાઇનલ મુકાબલો આજે રિઝર્વ ડે ના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રવિવારે મેચ રમાવાની હતી પણ વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us