IPL 2023 Final Gujarat Titans vs Chennai Super Kings Match : ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2023નો ફાઇનલ મુકાબલો રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાનો હતો. જોકે વરસાદના કારણે રવિવારે મેચ રમાઇ શકી નથી. ફાઇનલ મુકાબલો હવે આજે (29 મે) રમાશે. વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો. વરસાદના કારણે સોમવારે 29 મે ના રોજ રિઝર્વ ડ ના દિવસે પણ મેચ નહીં રમાય તો શું થશે, ચેમ્પિયન કઇ રીતે જાહેર કરશે તે વિશે અમે જણાવી રહ્યા છીએ.
મેચ શરૂ કરવા માટે 12.06 સુધીનો કટઓફ સમય
અમદાવાદમાં 28 મેના રોજ વરસાદને કારણે મેચ શરુ થઇ શકી નથી. જો વરસાદ બંધ રહે અને મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 9.35 વાગ્યા સુધીમાં શરૂ થઇ જાય તો એકપણ ઓવર કપાશે નહીં. ચેન્નઈ અને ગુજરાત વચ્ચે 40 ઓવરની પુરી મેચ રમાશે. આ મેચ શરૂ કરવા માટે 12.06 સુધીનો કટઓફ સમય છે. એટલે કે 12.06 સુધીમાં મેચ શરૂ થાય તો તે 5-5 ઓવરની રમાશે.
ધારો કે પ્રથમ ઇનિંગ્સની 4 ઓવર પછી વરસાદ પડે અને તે દિવસે બાકીની મેચ ના રમાઇ શકે તો બીજા દિવસે રિઝર્વ ડે ના દિવસે એટલે કે 29 મેના રોજ મેચ ત્યાંથી જ શરૂ થશે. બાકીની 16 ઓવર પ્રથમ ઇનિંગ્સમાં કરવામાં આવશે. આ પછી બીજી ઇનિંગ્સ પુરી 20 ઓવરની હશે.
આ પણ વાંચો – આઈપીએલ 2023 ફાઇનલ મેચની લાઇવ અપડેટ્સ
…તો ગુજરાત ટાઇટન્સ બનશે ચેમ્પિયન?
29 મે ના રોજ પણ મેચમાં વરસાદ વિલન બની શકે છે. જો પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો સુપર ઓવર કરવામાં આવશે. જો સુપર ઓવર પણ ના થઈ શકે તો પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. એટલે કે ગુજરાત ટાઇટન્સની ટીમ સતત બીજા વર્ષે ચેમ્પિયન બનશે.