IPL 2023 Final GT vs CSK, આઈપીએલ 2023 ફાઇનલ : અમદાવાદમાં વરસાદના કારણે મેચ મોકૂફ, હવે સોમવારે રમાશે

IPL 2023 Final GT vs CSK Match : વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો. એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજની મેચની ટિકિટ સોમવારે માન્ય રહેશે

IPL 2023 Final GT vs CSK Match : વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો. એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજની મેચની ટિકિટ સોમવારે માન્ય રહેશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
GT vs CSK Live IPL 2023 Final Match

ગુજરાત ટાઇટન્સ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2023નો ફાઇનલ મુકાબલો વરસાદના કારણે આજે મોકૂફ રાખવાની ફરજ પડી (તસવીર - એક્સપ્રેસ)

IPL 2023 Final Gujarat Titans vs Chennai Super Kings Match : ગુજરાત ટાઇટન્સ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2023નો ફાઇનલ મુકાબલો વરસાદના કારણે આજે મોકૂફ રાખવાની ફરજ પડી છે. હવે આવતીકાલે સોમવારે (29 મે )રિઝર્વ ડે ના દિવસે ફાઇનલ મેચ રમાશે. વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો. એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજની મેચની ટિકિટ સોમવારે માન્ય રહેશે. આ મુકાબલો સાંજે 7.30થી શરૂ થશે.

Advertisment

ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલમાં કુલ 4 મેચ રમાઇ છે. જેમાંથી 3 માં ગુજરાતનો વિજય થયો છે અને એક મેચમાં ચેન્નઈએ જીત મેળવી છે. સીએસકેને આ એક જીત આ સિઝનની ક્વોલિફાયર 1 માં મળી હતી. તે પહેલા ચેન્નઈ ગુજરાત સામે ત્રણેય મેચ હાર્યું હતું. ગુજરાતની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે જ્યારે સીએસકે 4 વખત ચેમ્પિયન રહ્યું છે.

  • May 28, 2023 23:40 IST

    — IndianPremierLeague (@IPL) May 28, 2023



  • May 28, 2023 23:19 IST

    આઈપીએલ ફાઇનલ હવે 29 મે ના રોજ રમાશે

    ગુજરાત ટાઇટન્સ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2023નો ફાઇનલ મુકાબલો વરસાદના કારણે આજે મોકૂફ રાખવાની ફરજ પડી છે. હવે આવતીકાલે સોમવારે (29 મે)રિઝર્વ ડે ના દિવસે ફાઇનલ મેચ રમાશે. વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો. એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજની મેચની ટિકિટ સોમવારે માન્ય રહેશે. મેચ સાંજે 7.30થી શરુ થશે.



  • Advertisment
  • May 28, 2023 23:11 IST

    આઈપીએલનો ફાઇનલ મુકાબલો હવે 29 મે ને સોમવારનો રોજ રમાશે

    Express photo: Devendra Pandey



  • May 28, 2023 22:52 IST

    — IndianPremierLeague (@IPL) May 28, 2023



  • May 28, 2023 22:06 IST

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી વરસાદ શરૂ

    — IndianPremierLeague (@IPL) May 28, 2023



  • May 28, 2023 21:27 IST

    આઈપીએલ 2023 ફાઇનલ : વરસાદ વિલન બનશે તો આ દિવસે રમાશે ફાઇનલ, રિઝર્વ ડે પણ ધોવાઇ જશે તો કોણ બનશે ચેમ્પિયન? જાણો

    IPL 2023 Final GT vs CSK : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ફાઇનલ મેચ પર વરસાદના કારણે સંકટના વાદળો સર્જાયા છે. વરસાદના કારણે હજુ સુધી ટોસ થઇ શક્યો નથી (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)



  • May 28, 2023 20:00 IST

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમની લેટેસ્ટ તસવીરો

    — Express Sports (@IExpressSports) May 28, 2023



  • May 28, 2023 19:03 IST

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદ, પીચ કવરથી ઢાંકવામાં આવી

    Express photo: Devendra Pandey



  • May 28, 2023 18:46 IST

    અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ

    અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મેચ પર સંકટના વાદળો સર્જાયા છે. બોપલ-ઘુમા વિસ્તારમાં કરા પડ્યા હતા. મોટેરામાં પણ વરસાદ વરસ્યો છે. જેના કારણે પિચ પર કવર ઢાંકવામાં આવ્યા છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. આ સક્રિય સિસ્ટમની અસર નબળી પડતાં 30 મે પછી વાતાવરણ નોર્મલ થશે.



  • May 28, 2023 18:21 IST

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાદળો જોવા મળી રહ્યા છે

    (Express photo by Nirmal Harindran )



  • May 28, 2023 18:16 IST

    અંબાતી રાયડુએ નિવૃત્તિની જાહેરાત કરી, આઈપીએલ ફાઇનલ અંતિમ મેચ

    ચેન્નઇ સુપર કિંગ્સના અંબાતી રાયડુએ આઈપીએલ 2023ની ફાઇનલ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી છે. રાયડુ ટ્વિટ કરીને કહ્યું કે 2 શાનદાર ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને સીએસકે, 204 મેચ, 14 સિઝન, 11 પ્લેઓફ, 8 ફાઇનલ, 5 ટ્રોફી. આશા છે કે આજે રાત્રે છઠ્ઠી ટ્રોફી. આ ઘણી લાંબી સફર છે. મેં નિર્ણય કર્યો છે કે આજ રાતની ફાઇનલ આઈપીએલમાં મારી અંતિમ મેચ રહેશે. મને આ મહાન ટૂર્નામેન્ટમાં રમવાની ઘણી મજા આવી. તમારા બધાનો આભાર. કોઇ યૂ-ટર્ન લેવાનો નથી.

    — ATR (@RayuduAmbati) May 28, 2023



  • May 28, 2023 18:11 IST

    ધોની મેળવશે ખાસ સિદ્ધિ

    આઈપીએલ 2023ની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ટોસ માટે મેદાનમા ઉતરતા જ ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન એમએસ ધોની ઇતિહાસ રચી દેશે. આ તેના આઈપીએલ કારકિર્દીની 250મી મેચ રહેશે. આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બનશે.



  • May 28, 2023 17:57 IST

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર કેવો છે માહોલ, જુઓ

    — ANI (@ANI) May 28, 2023



  • May 28, 2023 17:52 IST

    આઈપીએલ-2023ની ફાઇનલમાં વરસાદ પડે તો કોણ બને ચેમ્પિયન? જાણો

    આઈપીએલ-2023ની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. 28 મે ના રોજ અમદાવાદમાં વરસાદની આગાહી છે. જો વરસાદના કારણે આજે મેચ નહીં રમાય તો ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. 28 મે ના રોજ મેચ પુરી ના થાય તો 30 મે ના રોજ મેચ રમાશે. રિઝર્વ ડે ના દિવસે 3 કલાક અને 20 મિનિટ સિવાય વધારાના 2 કલાક આપવામાં આવશે. સુપર ઓવરમાં પણ વિજેતાનો નિર્ણય થઇ શકે છે. જો વરસાદના કારણે બન્ને દિવસ મેચ ના રમાય તો પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેનાર ટીમ ચેમ્પિયન બની જશે. એટલે કે ગુજરાત ટાઇટન્સની ટીમ ચેમ્પિયન બની જાય.



  • May 28, 2023 17:30 IST

    ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની આવી રહી છે ફાઇનલ સુધીની સફર

    — IndianPremierLeague (@IPL) May 27, 2023



  • May 28, 2023 15:29 IST

    સીએસકે 4 વખત ચેમ્પિયન

    ગુજરાતની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે જ્યારે સીએસકે 4 વખત ચેમ્પિયન રહી ચુકી છે



  • May 28, 2023 15:28 IST

    સીએસકે અને ગુજરાત હેડ-ટૂ-હેડ

    ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલમાં કુલ 4 મેચ રમાઇ છે. જેમાંથી 3 માં ગુજરાતનો વિજય થયો છે અને એક મેચમાં ચેન્નઈએ જીત મેળવી છે. સીએસકેને આ એક જીત આ સિઝનની ક્વોલિફાયર 1 માં મળી હતી. તે પહેલા ચેન્નઈ ગુજરાત સામે ત્રણેય મેચ હાર્યું હ



  • May 28, 2023 15:27 IST

    ગુજરાત ટાઇટન્સ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ મુકાબલો

    ગુજરાત ટાઇટન્સ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2023નો ફાઇનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે



ગુજરાત ટાઇટન્સ chennai super kings નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાર્દિક Mahendra Singh Dhoni IPL સ્પોર્ટ્સ