IPL 2023 Final Gujarat Titans vs Chennai Super Kings Match : ગુજરાત ટાઇટન્સ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2023નો ફાઇનલ મુકાબલો વરસાદના કારણે આજે મોકૂફ રાખવાની ફરજ પડી છે. હવે આવતીકાલે સોમવારે (29 મે )રિઝર્વ ડે ના દિવસે ફાઇનલ મેચ રમાશે. વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો. એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજની મેચની ટિકિટ સોમવારે માન્ય રહેશે. આ મુકાબલો સાંજે 7.30થી શરૂ થશે.
ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલમાં કુલ 4 મેચ રમાઇ છે. જેમાંથી 3 માં ગુજરાતનો વિજય થયો છે અને એક મેચમાં ચેન્નઈએ જીત મેળવી છે. સીએસકેને આ એક જીત આ સિઝનની ક્વોલિફાયર 1 માં મળી હતી. તે પહેલા ચેન્નઈ ગુજરાત સામે ત્રણેય મેચ હાર્યું હતું. ગુજરાતની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે જ્યારે સીએસકે 4 વખત ચેમ્પિયન રહ્યું છે.